For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ એક IAS ઑફિસરનું રાજીનામું, કહ્યું- લોકતંત્ર સાથે સમજૂતી થઈ રહી છે

વધુ એક IAS ઑફિસરનું રાજીનામું, કહ્યું- લોકતંત્ર સાથે સમજૂતી થઈ રહી છે

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકમાં આઈએએસ અધિકારી એસ. શશિકાંત સેંથિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 2009 બેચના આઈએએસ અધિકારી શશિકાંત દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યૂટી કમિશનરના પદ પર તહેનાત હતા. 40 વર્ષીય એસ સિંથિલે જૂન 2017માં દક્ષિણ કન્નડ જિલ્લાના ઉપાયુક્તનો પદભાર સંભાળ્યો હતો. પોતાના રાજીનામાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે લોકતંત્રમાં એવાં અનૈતિક કામ થઈ રહ્યાં છે, જેને જોયા બાદ તે આ પદ પર રહેવું ઉચિત નથી સમજતો. એસ શશિકાંતે પોતાના રાજીનામામાં 'ભારતના ભવિષ્ય' પર ચિંતા વ્યક્ત કરી છે. જો કે તેમના રાજીનામા પર હજુ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

IAS શશિકાંતે રાજીનામું આપ્યું

IAS શશિકાંતે રાજીનામું આપ્યું

તમિલનાડુ મૂળના નિવાસી એસ શશિકાંત સેંથિલે પોતાના પત્રમાં લખ્યું કે લોકતંત્રમાં અભૂતપૂર્વ રીતે સમજૂતી કરવામાં આવી છે. એસ શશિકાંત પાછલા કેટલાક સમયથી રજા પર હતા. જાણકારી મુજબ તેઓ એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધારના અપહરણના મામલાની તપાસ પણ કરી રહ્યા છે. સેંથિલે રાજીનામું આપતા ક્યું, 'મને એવું લાગે છે કે સરકારમાં એક પ્રશાસનિક અધિકારી તરીકે કામ કરવું મારા માટે અનૈતિક થઈ રહ્યું છે કેમ કે લોકતંત્રના મૌલિક નિર્માણ સ્તંભોથી અભૂતપૂર્વ રીતે સમજૂતી કરવામાં આવી રહી છે તેથી હું રાજીનામું આપી રહ્યો છું.'

કહી મોટી વાત

કહી મોટી વાત

એસ શશિકાંત સેંથિલે આગળ કહ્યું કે, 'મેં દ્રઢતાથી મહેસૂસ કરી રહ્યો છું કે આગામી દિવસોમાં આપણા દેશની બુનિયાદી ઘડતર માટે અનેક પડકારો પેદા કરશે. એવામાં હું મારા જીવનને સારું બનાવવા ખાતર રાજીનામું આપવું વધુ સારું સમજું છું.' જો કે સેંથિલે એમ પણ દાવો કર્યો કે તે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે, તેમણે લખ્યું કે હવે આ હંમેશાની જેમ કામ ન હોય શકે. તેમણે અગાઉ શિમોગા, રાઈચૂર તથા અન્ય જિલ્લાઓમાં પણ કામ કર્યું હતું.

હાલમાં જ IAS કન્નન ગોપીનાથે પણ રાજીનામું આપ્યું હતું

એસ શશિકાંત સેંથિલે પોતાના ભવિષ્યની યોજનાઓ પર વાત કરતા કહ્યું કે હું દેશ માટે કામ કરતો રહીશ. પરંતુ સિવિલ સર્વિસમાં રહેતા હું કંઈ કરી શકતો નહોતો. શશિકાંતના રાજીનામા પહેલા અન્ય એક આઈએએસ અધિકારી કન્નન ગોપીનાથે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. હતું. કન્નન ગોપીનાથે જમ્મુ-કાશ્મીરના હાલના હાલાતને લઈ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેરલના રહેવાસી કન્નાન ગોપીનાથ રાજીનામું આપતાં પહેલાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં તહેનાત હતા, તેઓ 2012 બેચના આઈએએસ અધિકારી હતા.

કાશ્મીરના મુદ્દે ગોપીનાથે રાજીનામું આપ્યું

કાશ્મીરના મુદ્દે ગોપીનાથે રાજીનામું આપ્યું

રાજીનામું આપ્યા બાદ ગોપીનાથે કહ્યું હતું કે મારા એકલાના રાજીનામું આપવાથી કંઈ ફાયદો નથી, પરંતુ હું મારા પોતાના ફેસલાથી ખુદની અંતરઆત્માને જવાબ આપી શકું છું. ગોપીનાથે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં લાખો લોકોના મૌલિક અધિકાર પાછલા 20 દિવસમાં છીનવાઈ ગયા છે. પરંતુ છતાં દેશમાં કેટલાક લોકોને આનાથી ફરક પડતો નથી. આ ભારતમાં 2019માં થઈ રહ્યું છે. આર્ટિકલ 370 ખતમ કરવું કોઈ મોટો મુદ્દો નથી, પરંતુ લોકોના અધિકાર છીનવી લેવા ખોટું છે, આ મુખ્ય મુદ્દો છે. સરકારના ફેસલાનું સ્વાગત કરવું કે તેનો વિરોધ કરવો તે લોકો પર હતું, આ તેમનો અધિકાર હતો.

ચલાન કપાતાં નારાજ થઈ બાઈક સળગાવનાર શખ્સ ગુનેગાર, થઈ શકે આ સજાચલાન કપાતાં નારાજ થઈ બાઈક સળગાવનાર શખ્સ ગુનેગાર, થઈ શકે આ સજા

English summary
Another IAS Shashikant resigned from his post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X