અનુરાગ ઠાકુરે સાવરકર સામે ટિપ્પણી માટે રાહુલ પર કર્યો કટાક્ષ, કહ્યુ - 'નહેરુએ માંગી હતી માફી...'

નાગપુરઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વીર સાવરકરનુ અપમાન કરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર રવિવારે જોરદાર નિશાન સાધ્યુ અને દાવો કર્યો કે પંડિત જવાહરલાલ નહેરુએ એક વાર જેલમાંથી છૂટવા માટે માફી માંગી હતી. તમને જણાવી દઈએ કે મોદી સરનેમ માટે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની માફીની ભાજપની માંગ વચ્ચે ગાંધીએ પલટવાર કરીને કહ્યુ હતુ કે, 'મારુ નામ સાવરકર નથી, મારુ નામ ગાંધી છે અને ગાંધી કોઈની માફી નથી માંગતા.'

Anurag Thakur

રાહુલ ગાંધીની 'મોદી સરનેમ'ને લગતી ટિપ્પણીને લઈને તેમની સામે દાખલ કરાયેલ માનહાનિના કેસમાં, સુરતની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી. ત્યારબાદ તેઓ બીજે દિવસે લોકસભામાંથી ગેરલાયક ઠર્યા. શું ભારતીય મીડિયા સંપૂર્ણપણે ધ્રુવીકૃત છે?' આ વિષય પર લોકમત નેશનલ મીડિયા કૉન્ક્લેવમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી ક્યારેય સાવરકર નહીં બની શકે, કારણ કે આ માટે તેમને જેલમાં અપાર બલિદાન અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અનુરાગ ઠાકુરે આગળ કહ્યુ, જો તમે કોઈનુ સમ્માન ન કરી શકો તો કમસે કમ તેમનુ અપમાન તો ન કરો. ગાંધી દાવો કરે છે કે તેઓ માફી માંગતા નથી, પરંતુ અપીલમાં જઈ રહ્યા છે (23 માર્ચના સુરત કોર્ટના આદેશ વિરુદ્ધ).' રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ઠાકુરે દાવો કર્યો હતો કે દેશના પ્રથમ વડાપ્રધાન અને રાહુલ ગાંધીના પરદાદા પંડિત જવાહરલાલ નહેરુએ પંજાબમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી આંદોલન માટે ધરપકડ થયા બાદ જેલમાંથી બહાર નીકળવા માટે બોન્ડ જમા કરાવ્યુ હતુ.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે નાભા જેલમાં તકલીફોના કારણે નેહરુએ "માફી પત્ર" લખવો પડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તેઓ કોઈપણ આંદોલનમાં ભાગ લેવા માટે આ વિસ્તારમાં પાછા ફરશે નહીં. નાભા જેલમાં એક તકતી મુજબ નેહરુ, કે. સંતનમ અને એ.ટી. ગિડવાનીની 22 સપ્ટેમ્બર, 1923ના રોજ નાભા રજવાડામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ઠાકુરે ગાંધીની તેમની 'ક્યારેય માફી ન માંગવાની' ટિપ્પણી પર પણ કટાક્ષ કર્યો અને યાદ અપાવ્યુ કે કોંગ્રેસના નેતાએ 2018માં (તેમની 'ચોકીદાર ચોર હૈ' ટિપ્પણી માટે) સર્વોચ્ચ અદાલતમાં માફી માંગી હતી. સ્વાતંત્ર્ય સેનાની અને લોકમત મીડિયા ગ્રુપના સ્થાપક જવાહરલાલ દરડાની જન્મશતાબ્દી અને લોકમત નાગપુર આવૃત્તિની સુવર્ણ જયંતિ નિમિત્તે આ કૉન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X