Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુએ કેજરીવાલ-શરદ યાદવ સાથે કરી મુલાકાત

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદયાદવ સાથે મુલાકાત કરી.

આગામી લોકસભા ચૂંટણી પહેલા એકવાર ફરીથી ત્રીજા મોરચા અંગે કવાયત ઝડપી બનતી જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદયાદવ સાથે મુલાકાત કરી. ચંદ્રબાબુ નાયડુ કેન્દ્રની ભાજપ સરકાર સામે એકજૂથ કરવાની કોશિશમાં લાગેલા છે અને તેમનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશની ટીડીપી સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચી રહી છે.

chandrababu naidu

સૂત્રોએ જણાવ્યુ કે ચંદ્રબાબુ નાયડુ લેફ્ટના નેતાઓ ઉપરાંત એનડીએ સિવાયના શાસનવાળા રાજ્યોના સીએમને પણ મળી શકે છે જેથી મોદી સરકાર પર દબાણ બનાવી શકાય. તેમણે રાજ્યપાલ ઈએસએલ નરસિંહન પર વાયએસઆર કોંગ્રેસ નેતા જગમોહન રેડ્ડી પર હુમલા મામલે રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે એરપોર્ટ પર અમુક લોકોએ જગમોહન રેડ્ડી પર હુમલો કર્યો. ત્યાંની સુરક્ષાની જવાબદારી CISF ની છે. તેમણે અમને એ વ્યક્તિને સોપ્યા પરંતુ ભાજપ હવે અમારી સરકાર પર જ આરોપ લગાવી રહી છે.

ચંદ્રબાબુ નાયડુએ જગમોહન રેડ્ડી પર હુમલા મામલે મોડી રાતે મીડિયા સામે આવીને નિવેદન આપ્યુ હતુ કે ગવર્નર દ્વારા ડીજીપીની ઘટનાનો રિપોર્ટ આપવાના આદેશ પર સવાલ ઉઠાવતા રાજ્ય સરકાર સામે ષડયંત્રનો હિસ્સો ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજ્યને અસ્થિર કરવા માટે બિહાર અને અન્ય રાજ્યોમાંથી ગુંડાઓને લાવવામાં આવી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X