યુપી: રોડ દુર્ઘટનામાં આપના દળના ઘણા નેતા ઘાયલ

Posted By:
Subscribe to Oneindia News

અલાહાબાદ કાનપુર હાઇવે પર કોખરાજ બાયપાસ પાસે મોડી રાત્રે એક મોટી રોડ દુર્ઘટના થઇ છે. આ દુર્ઘટનામાં અપના દળના રાષ્ટ્રીય સચિવ સહીત ઘણા નેતાઓ ઘાયલ થઇ ચુક્યા છે. બધાને ઉપચાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જ્યાં ત્રણ લોકોની હાલત ગંભીર છે.

apna dal

મળતી માહિતી અનુસાર અપના દળના રાષ્ટ્રીય સચિવ જવાહરલાલ પટેલ ચિત્રકૂટ જિલ્લામાં આયોજિત માસિક બેઠકમાં ભાગ લેવામાં માટે ગયા હતા. મોડી સાંજે કાર્યક્રમ પૂરો થયા પછી તેઓ કાર ઘ્વારા અલાહાબાદ પાછા જઈ રહ્યા હતા. કારમાં તેમની સાથે પૂર્વ મંડળ અધ્યક્ષ શ્યામ રાજ સિંહ, દિલીપ કુમાર પટેલ અને અન્ય બે લોકો પણ હતા.

કોખરાજ બાયપાસ હાઇવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી બેસી અને હાઇવે નીચે ખાઈમાં પલ્ટી ખાઈ ગયી. ઘટના પછી ચીસો સાંભળીને લોકો આવ્યા તેમને પલ્ટી ગયેલી કાર સીધી કરીને ઘાયલોને બહાર કાઢ્યા. લોહીથી ખરડાયેલા નેતાઓને ઉપચાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.

હાલમાં આ નેતાઓની હાલત ખતરાથી બહાર જણાવવામાં આવી રહી છે. ખબર મળતા જ અપના દળના વિધાયક આર કે વર્મા અને પાર્ટીના લોકો પહોંચી ગયા. ફોન પર વિધાયક આર કે વર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘટનાની જાણકારી તેમને મળી છે જગ્યા પર પહોંચ્યા પછી પરિસ્થતિ સ્પષ્ટ થશે.

English summary
Apna dal leaders injured in road accident in chitrakoot

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.