પહેલા હિન્દુ ધર્મમાં લાગુ કરો યુનિફોર્મ સિવિલ કોડ, પીએમ મોદી પર ભડક્યુ DMK અને કોંગ્રેસ
વડાપ્રધાન મોદીની સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને લઈને મુશ્કેલીમાં છે. વિપક્ષનું માનવું છે કે ચૂંટણી પહેલા તેનો ઉલ્લેખ ધ્રુવીકરણનો પ્રયાસ છે.
કોંગ્રેસના નેતા અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કાર્યકારી સભ્ય આરિફ મસૂદે PM મોદીની UCC પર કરેલી ટિપ્પણી પર નિવેદન આપ્યું છે. દેશના તમામ વર્ગોને બંધારણમાં વિશ્વાસ છે અને તેઓ તેને બદલવાની મંજૂરી આપશે નહીં.

આરિફ મસૂદના કહેવા પ્રમાણે, વડાપ્રધાને યાદ રાખવું જોઈએ કે તેમણે ડૉ. બી.આર. આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા બંધારણના શપથ લીધા છે. પીએમ મોદીએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડના નામે દેશની જનતાને ભડકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
તમિલનાડુમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો વિરોધ થઈ રહ્યો છે. શાસક ડીએમકેએ કહ્યું કે, અમને UCC નથી જોઈતું કારણ કે બંધારણે દરેક ધર્મને રક્ષણ આપ્યું છે.
જ્યારે પીએમ મોદીના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડીએમકેના નેતા ટીકેએસ એલાંગોવને કહ્યું કે, પહેલા હિંદુ ધર્મમાં સમાન નાગરિક સંહિતા લાવવી જોઈએ. SC/ST સહિત દરેક વ્યક્તિને દેશના કોઈપણ મંદિરમાં પૂજા કરવાની છૂટ હોવી જોઈએ.
#WATCH | PM should remember that he has taken oath on the Constitution drafted by Dr BR Ambedkar. All sections of the country have faith in Constitution and will not allow it to change: Arif Masood, Congress leader & Executive member of All India Muslim Personal Law Board on PM… pic.twitter.com/RWqv6Qn0wK
— ANI (@ANI) June 27, 2023
#WATCH | Uniform Civil Code should be first introduced in the Hindu religion. Every person including SC/ST should be allowed to perform pooja in any temple in the country. We don't want UCC only because the Constitution has given protection to every religion: DMK leader TKS… pic.twitter.com/cZew1wnO4P
— ANI (@ANI) June 27, 2023












Click it and Unblock the Notifications
