અમરેલીના રાજુલામાં પાણીના પ્રશ્ને ગ્રામજનોનો ચક્કાજામ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ગુજરાત પોલીસ વડા પી.સી. બદલીથી પનિશમેન્ટ પોસ્ટિંગની ચર્ચાઓ

ગુજરાત પોલીસ વડા પી.સી. બદલીથી પનિશમેન્ટ પોસ્ટિંગની ચર્ચાઓ

કેન્દ્રીય ગૃહ વિભાગે લીધેલા નિર્ણયને પગલે કેન્દ્રીય કેબિનેટ કમિટીએ ગુજરાત ડીજીપી પી.સી.ઠાકુરની અચાનક ખસેડીને કેન્દ્રીય હોમગાર્ડના ડીજીપી તરીકે મૂક્યાની જાહેરાત કરી હતી અને રાજ્ય સરકારે તેમને મોડી રાતના ગુજરાત કેડરમાંથી તત્કાળ અસરથી મુક્ત કરી દીધા હતા. ગૃહવિભાગના ઉચ્ચ આઈએએસ અધિકારી સાથે સ્ટેટ મોનિટરીંગ સેલના પાવરના મુદ્દે તેમજ અન્ય મામલે ઠાકુરને મતભેદ થયા હતા. આ મતભેદ તથા પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ દમનના મુદ્દે પટેલોને ખુશ કરવા ઠાકુરને પનિશમેન્ટ પોસ્ટિંગ મળ્યાની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે.

સુરતમાં કેદીએ જેલમાં એસિડ પી લેતા મોત

સુરતમાં કેદીએ જેલમાં એસિડ પી લેતા મોત

સુરતના કપરાડામાં ખૂન કેસની સજા ભોગવતા પાત્રીસ વર્ષીય કાશીરામ ધાકલ ધોતે છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે. જેણે જેલમાંથી બહાર નીકળવાની અરજી કરી હતી. આ અરજી નામંજૂર થતાં તેમણે જેલના બાથરૂમમાં જઈને એસિડ ગટગટાવી લીધું હતું. એસિડ પી લીધા બાદ કાશીરામને લોહીની ઉલટી થઈ હતી. લોહીની ઉલટી કેદીને થઈ હોવાની જાણ જેલના ગાર્ડને થતાં કાશીરામને જેલના જેલની ગાડીમાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ આવ્યાં હતાં. જેનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વડોદરાના મંજૂસરમાં ગુંદાની ભાજી ખાધા બાદ પંદરને ફૂડ પોઇઝનિંગ

વડોદરાના મંજૂસરમાં ગુંદાની ભાજી ખાધા બાદ પંદરને ફૂડ પોઇઝનિંગ

વડોદરાની મંજૂસર જી.આઇ.ડી.સી. માં આશરે પંદર લોકોએ ગૂંદાની ભાજી ખાધા બાદ ઝાડા-ઉલટી અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. ફૂડ પોઇઝનિંગ થતાં તમામને ટુંડાવ ખાતેની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરા નજીકના ખોખર ગામે ગૂંદાની ભાજી ખાધા બાદ ફૂડ પોઇઝન થતાં દંપતી અને એક પુત્રીનું મોત થયું હતું. દર્દીઓની તે ભાજી પણ તપાસ માટે હોસ્પિટલ લઈ આવ્યા હતા.

વાપીમાં બાબાસાહેબ, શિવાજીની પ્રતિમા ખંડિત થતા ચક્કાજામ

વાપીમાં બાબાસાહેબ, શિવાજીની પ્રતિમા ખંડિત થતા ચક્કાજામ

વાપીમા આવેલા સેલવાઝના ચણોદમાં નવી સ્થાપિત કરેલી બાબા સાહેબ આંબેડકર, શિવાજી મહારાજ તથા જ્યાતિ બા ફૂલની પ્રતિમાને અજાણ્યા વાહનની ટક્કરથી ખંડિત થઈ હતી. જેના પરિણામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોએ રસ્તા પર આવીને ચક્કાજામ કરીને ટાયરો સળગાવી, વાહનોના કાચ ફોડ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વાપીમાં પોલિસ ખડકવામાં આવી છે.

અમરેલીના રાજુલામાં પાણીના પ્રશ્ને ગ્રામજનોનો ચક્કાજામ

અમરેલીના રાજુલામાં પાણીના પ્રશ્ને ગ્રામજનોનો ચક્કાજામ

ગુજરાતમાં દિવસે ને દિવસે જિલ્લાઓ તથા અંતરિયાળ ગામોમાં પાણીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે ત્યારે અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અવાર નવાર પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આગરિયાના સરપંચ સહિત ગ્રામજનોએ આંદોલનની ધમકી આપી હતી તેમજ આજે સવારથી આગરિયાના 500 જેટલા સ્ત્રા પુરૂષોએ પાણા બેડા સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X