• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માલિયાએ કહ્યું જબરદસ્તીથી મારી ધરપકડ કરી પૈસા નહીં મળે

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વિજય માલિયાએ કહ્યું જબરદસ્તીથી મારી ધરપકડ કરી પૈસા નહીં મળે

વિજય માલિયાએ કહ્યું જબરદસ્તીથી મારી ધરપકડ કરી પૈસા નહીં મળે

એક બાજુ જ્યાં વિદેશ મંત્રાલયે બ્રિટન સરકારને પત્ર લખીને ભારતીય બેંકો સાથે 9000 કરોડનું દેવું કરનાર વિજય માલિયાને પકડવાની વાત કહી છે ત્યાં જ એક છાપાને આપેલા ઇન્ટરવ્યૂમાં માલિયાએ કહ્યું છે કે હું યુકે છોડીને નહીં જઉં અને મને જબરદસ્તી પકડવાથી કંઇ બેંકોને પૈસા નહીં મળી જાય. વધુમાં માલિયાએ કહ્યું કે મેં બેંકોના પૈસા પાછા આપવાની વાત કરી હતી. પણ મારા પ્રસ્તાવ પર કોઇએ વિચાર નથી કર્યો.

સુપ્રીમકોર્ટના નીટના ચુકાદાથી ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું

સુપ્રીમકોર્ટના નીટના ચુકાદાથી ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે નીટની એક્ઝામ પહેલી મેના રોજ લેવાનો નિર્દેશ કર્યો છે ત્યારે હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અવઢવમાં મૂકાયા છે કે તેમણે ગુજકેટની તૈયારી કરવી કે નીટની પરીક્ષાની. આ મુદ્દે આજે સવારથી જ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. ગુજકેટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં તૈયારી કરતા હોય છે, પરંતુ હવે નીટ એકઝામના કારણે વિદ્યાર્થીઓને ભાષાને પણ સમસ્યા ઊભી થઇ છે. આ હોબાળાને પગલે ગુજકેટ મુદ્દે આજે સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ સાથે બેઠક મળવાની છે.

નીટ પરીક્ષા અંગે રાજ્ય સરકાર કરશે બેઠક

નીટ પરીક્ષા અંગે રાજ્ય સરકાર કરશે બેઠક

રાજ્યમાં મેડિકલ, ડેન્ટલ અને પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયા કરતી બી.જે. મેડિકલ પ્રવેશ સમિતીના અધિકારીઓના જણવ્યા પ્રમાણે આજે તબીબી શિક્ષણના સચિવ દ્વારા તેઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. સરકાર પ્રવેશ સમિતિ સાથે ચર્ચા કરીને નક્કી કરશે કે ગુજકેટના આધારે જ મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ આ વર્ષે માન્ય રાખવો કે કેમ તેમજ ગુજકેટના 40 ટકા પ્રવેશ માટે માન્ય ગણવા કે નહીં તથા પ્રવેશ સમયે પ્રો રેટા પ્રમાણે સેન્ટ્રલ બોર્ડનો ક્વોટા કેટલો ગણવો ? તે અંગે ચર્ટા કરવામાં આવશે.

ગુજરાતી વિદ્યાર્થીઓની નીટમાં નાપાસ થવાની શક્યતા વધુ

ગુજરાતી વિદ્યાર્થીઓની નીટમાં નાપાસ થવાની શક્યતા વધુ

સુપ્રીમકોર્ટના આ ચુકાદાથી ગુજરાત સહિત દેશના લાખો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે કારણકે ગુજરાત દેશભરના મોટાભાગના તમામ રાજ્યોમાં પોતાની પ્રવેશ પરીક્ષા 15મી સુધીમાં લેવાની તૈયારી થઈ ગઈ છે. બી.જે. મેડિકલ પ્રવેશ સમિતિના જણાવ્યા પ્રમાણે જો નીટને ફરજીયાત અમલમાં મૂકવાની રહેશે તો ગુજરાત બોર્ડના મોટાભાગના વિદ્યાર્થીઓ નીટમાં નાપાસ થાય તેવી શકયતા છે કારણ કે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાના તૈયારી કરી રહ્યા હતા.

થરાદ હાઇ વે ઉપર પાંચ વાહનોનો વિચિત્ર અકસ્માતમાં એકનું મોત

થરાદ હાઇ વે ઉપર પાંચ વાહનોનો વિચિત્ર અકસ્માતમાં એકનું મોત

થરાદમાં આવેલા દુધવા પુલ ઉપર થયેલા વિચિત્ર અકસ્માતમાં એક પછી એક વાહન અથડાયા હતા જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ચારને ઇજા થઇ હતી. ઘટનાના પગલે બંને તરફ બેથી અઢી કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. નદીના પુલ ઉપર સાંજના પાંચ વાગ્યાની આસપાસ એક વાહન ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ રહેલા એમએચ-04- એફપી-6341 નંબરના ટેન્કરના આગળના ભાગે ટક્કર લાગતાં ટેન્કર ચાલકે પણ બ્રેક મારી હતી. જેથી વહાનો ટકરાઇ ગયા હતા. જેમાં ખાનપુર ગામના શિવાભાઇ અણદાભાઇ માજીરાણાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

કેતન, ચિરાગ અને દિનેશને મળ્યા જામીન, ભવ્ય સ્વાગતનું તૈયારીઓ

કેતન, ચિરાગ અને દિનેશને મળ્યા જામીન, ભવ્ય સ્વાગતનું તૈયારીઓ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયાને આખરે 7 મહિના પછી જામીન પર છોડવામાં આવ્યા છે. કાયમી જામીન અરજીની સુનાવણીમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ. જે. દેસાઇ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. આ ત્રણેયે કાયદો-વ્યવસ્થાનો ભંગ થાય કે અડચણ ઊભી થાય તેવી પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં, તેવી લેખિત બાંયધરી આપ્યા બાદ હાઈકોર્ટે અરજી મંજૂર કરી હતી. સુરતમાં રાજદ્રોહના નોંધાયેલા કેસમાં પણ સુરતની કોર્ટે વિપુલ દેસાઈ અને ચિરાગ પટેલને રૂપિયા 25 હજારના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો. જો કે આ મુક્તિ બાદ શું હાર્દિક પટેલની જામીન અરજી મંજૂર થશે કે કેમ તે અંગે લોકોમાં અવગઢમાં છે. જો કે હાલમાં આ ત્રણ લોકોની મુક્તિથી પાટીદારો હરખાયા છે.

આણંદમાં ભરવાડો તથા પટેલો વચ્ચે મચ્યું ધિંગાણું

આણંદમાં ભરવાડો તથા પટેલો વચ્ચે મચ્યું ધિંગાણું

આણંદ તાલુકામાં આવેલા બોરિયાવી ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી ભરવાડો અને પટેલો વચ્ચે ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાએ ગુરૂવારે ઉગ્ર સ્વરૂપ લીધુ હતું અને બંને કોમ વચ્ચે મારામારી થઈ હતી તેમજ ઝૂંપડા સળગાવવાની ઘટના બની હતી. આ ઘટનાની માહિતી મળતા આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે સ્થિતી સંભાળી હતી. પોલીસ મથકે રાજેશભાઇ પટેલની નોંધાયેલી ફરિયાદમાં તેમના નાનાભાઇ સુરેશભાઇ ખેતરમાં હળદર કરવાની હોવાથી દાંતી મારવા માટે રમેશભાઇ સાથે ટ્રેકટર લઇને ગયા હતા. આ સમયે તેઓના ખેતરમાં બાજુમાં ગેરકાયદેસર દબાણ બેઠેલા ભરવાડ પરિવારને ગાયો તેમના ખેતરમાં આવતા બબાલ થઇ હતી. ભરવાડ પરિવારના નવ વ્યકિતઓ બન્ને ભાઇઓ માર માર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

ટ્રક અને કારના અકસ્માત વચ્ચે પાંચના કરૂણ મોત

ટ્રક અને કારના અકસ્માત વચ્ચે પાંચના કરૂણ મોત

ગુજરાતના છેવાડે આવેલા નંદુરબારના અક્કલકુવા ખાપર ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતાં. તો 6 મુસાફરોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવળનો વતની સોની પરિવાર અમદાવાદ ખાતે લગ્નપ્રસંગે જવા નીકળ્યાં હતાં. તેઓ જલગાંવથી ટવેરા ગાડી નંબર એમએચ- 20 સીએસ- 8120માં જતા હતાં. ત્યારે સામેથી પૂર ઝડપે આવતી ટ્રક નંબર જીજે- 07 વાય-1884 સાથે કરૂણ અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અથડાયેલા ટ્રક અને કારના અકસ્માતમાં પાંચ સભ્યોના મોત થયા હતાં. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

ડીસામાં દબાણ હટાવતા મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ

ડીસામાં દબાણ હટાવતા મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ

ડીસા શહેરમાં રાજીવ આવાસ યોજનામાં બ્લોક બનાવવા માટે નહેરૂનગર ટેકરા વિસ્તારમાં પાંચ મકાનોના દબાણ હટાવવા માટે દબાણદારોને વારંવાર નોટિસો બાદ પણ ખાલી ન કરતાં પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.ત્યારે દબાણ હટાવવાની કામગીરી કરતાં જ મહિલાઓનું ટોળું ધસી આવ્યું હતું.તેમાં છાયાબેન મનુજી ઠાકોર નામની મહિલા પોતાના ઘરમાંથી શરીરે કેરોસીન છાંટી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જેને પકડી લેવામાં આવ્યા હતા.

નક્કી કરેલા સમયે જ થશે NEET પરીક્ષા, કેન્દ્રનો અનુરોધ ઠુકરાવ્યો.

નક્કી કરેલા સમયે જ થશે NEET પરીક્ષા, કેન્દ્રનો અનુરોધ ઠુકરાવ્યો.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અપીલને રદ્દ કરી છે. અને સાફ કર્યું છે કે નક્કી કરેલા કાર્યક્રમ મુજબ જ નીટની પરીક્ષા લેવામાં આવશે. વળી અદાલતે 1 મેના રોજ થનારી આ પરીક્ષાની પહેલા ચરણને રોકવાની પણ ના પાડી દીધી છે. નોંધનીય છે કે તેના બીજી ચરણની પરીક્ષા 24 જુલાઇ થશે. ત્યારે વિદ્યાર્થીઓ માટે હવે આ પરીક્ષા માટે તૈયાર કરવા ખાલી 1 જ દિવસ બચ્યો છે. જે વિદ્યાર્થી અને વાલીઓ બન્નેની મુશ્કેલીને વધારી રહ્યો છે.

બોમ્બે હાઇકોર્ટે આદર્શ સોસાયટી તોડવાનો આદેશ આપ્યો.

બોમ્બે હાઇકોર્ટે આદર્શ સોસાયટી તોડવાનો આદેશ આપ્યો.

આર્દશ સોસાયટી સાથે જોડાયેલા લોકોને આજે બોમ્બે હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. હાઇકોર્ટે આદર્શ સોસાયટી તોડવાનો આદેશ આપ્યો છે. અને મહારાષ્ટ્ર સરકારને તેના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. વળી સાથે જ આ કેસમાં જોડાયેલા તમામ આરોપીઓની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે. નોંધનીય છે કે આ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહણથી લઇને અનેક નેતાઓના નામ જોડાયેલા છે.

સુરતના સરથાણા નેચર પાર્કમાં વાધણે આપ્યો 4 બચ્ચાંને જન્મ

સુરતના સરથાણા નેચર પાર્કમાં વાધણે આપ્યો 4 બચ્ચાંને જન્મ

સુરતમાં મનપા દ્વારા ચાલતા સરથાણા નેચર પાર્કમાં વાધણે 4 બચ્ચાને જન્મ આપ્યો છે. અને હાલમાં વાધણ અને તેના બચ્ચાને સીસીટીવી દ્વારા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે વાધની સંખ્યાને લઇને ભારતમાં સેવ ધ ટાઇગર નામનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે શંભવી નામની વાધણનું પ્રાણીસંગ્રહાલયમાં ચાર સ્વસ્થ બાળકોને જન્મ આપવું વાધની સંખ્યા માટે એક સારા સમાચાર છે.

English summary
April 29: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X