ICUમાં પ્રત્યુષાનો બોયફ્રેન્ડ, કહ્યું "તે મને બોલાવે છે"

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ICUમાં પ્રત્યુષાનો બોયફ્રેન્ડ, કહ્યું

ICUમાં પ્રત્યુષાનો બોયફ્રેન્ડ, કહ્યું "તે મને બોલાવે છે"

ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી આત્મહત્યા મામલે હવે નવો મોડ આવ્યો છે. પ્રત્યુષાના બોયફ્રેન્ડને પૂછપરછ વખતે સાંસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે તેની હાલત ગંભીર છે. રાહુલ આઇસીયુમાં છે અને ડોક્ટરના મુજબ તેને બ્રેન હેમરેજ થવાની શક્યતા છે. વળી રાહુલના પિતાએ પણ કહ્યું કે રાહુલ હોશમાં આવે છે ત્યારે પ્રત્યૂષાનું નામ યાદ કરીને કહે છે કે તે મને બોલાવી રહી છે.

વ્યારા પાસે એસટીની બસ પુલ પરથી પડતા 40 લોકો ઇજાગ્રસ્ત

વ્યારા પાસે એસટીની બસ પુલ પરથી પડતા 40 લોકો ઇજાગ્રસ્ત

ગુજરાતમાં એસટી બસો યાત્રી માટે વધુને વધુ જોખમકારી બની રહી છે. કારણ કે વધુ એક એસટી બસ પુલ પરથી પલટી જતા લગભગ 40થી 45 યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. વ્યારાના કાસદ ગામ પાસે પુલથી એસ.ટી. બસ નહેરમાં પડતા આ દુર્ધટના સર્જાઇ હતી.

સસરાએ આપેલી ઓડીમાં લઇ જાડેજા રાજકોટમાં ફરવા નીકળ્યો

સસરાએ આપેલી ઓડીમાં લઇ જાડેજા રાજકોટમાં ફરવા નીકળ્યો

17 એપ્રિલે જાણીતા ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્ન છે. ત્યારે લગ્ન પહેલા જાડેજાના સસરાએ આપેલી ઓડી ક્યૂ-7માં તેની ફિયાન્સી રિવાબાને લઇને રાજકોટ ફર્યો હતો. વધુમાં નવી કારને રિવાબાએ કંકુ ચાંદલા પણ કર્યા હતા. ત્યારે બન્ને આ પ્રસંગે ખુબ જ ખુશ દેખાઇ રહ્યા હતા.

આજથી શરૂ થઇ ગતિમાન એક્સપ્રેસ, ટ્રેન હોસ્ટેસ કરશે સ્વાગત

આજથી શરૂ થઇ ગતિમાન એક્સપ્રેસ, ટ્રેન હોસ્ટેસ કરશે સ્વાગત

આજે ભારતની સૌથી ફાસ્ટ ટ્રેન નિજામુદ્દીન-આગરા "ગતિમાન એક્સપ્રેસ"ને રેલ પ્રધાન સુરેશ પ્રભુએ લીલો ઝંડી લહેરાવી શરૂ કરી છે. આ ટ્રેન દિલ્હીથી આગરા સુધીની 160 કિલોમીટરનું અંતર 100 મિનિટમાં પૂર્ણ કરશે. વધુમાં પ્લેનની જેમ જ યાત્રીઓને અહીં અનેક સુવિધાઓ મળશે. અહીં ટ્રેન હોસ્ટેસ તેમનું સ્વાગત કરશે. સાથે જ વાઇફાઇ કનેક્શન, હાઇસ્પીડ અને હાઇપ્રોફાઇલ ટ્રેનની તમામ સુવિધાઓ આ ટ્રેનમાં ઉપલબ્ધ હશે.

પનામા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા તપાસના આદેશ

પનામા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા તપાસના આદેશ

અમેરિકાના મહાદ્રીપમાં આવેલ પનામામાં કાળા ધનને સફેદ કરવાના વૈશ્વિક વેપારના પર્દાફાશ થયા બાદ અને તેમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અનેક જાણીતા બિઝનેસમેનના નામ બહાર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં પ્રધાન અરુણ જેટલીને આ મામલે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે.

પઠાણકોટ હુમલો: પાક JITએ કહ્યું ભારત પાક.ને બદનામ કરી રહ્યું છે

પઠાણકોટ હુમલો: પાક JITએ કહ્યું ભારત પાક.ને બદનામ કરી રહ્યું છે

પાક. જેઆઇટી જ્યારે થોડા દિવસ પહેલા ભારતમાં પઠાણકોટ એરબેઝની મુલાકાતે આવી હતી ત્યારે તેણે નિવેદન આપ્યું હતું કે પ્રાથમિક તપાસથી તેવું લાગે છે કે હુમલો કરનાર પાકિસ્તાની નાગરિક છે પણ પાકિસ્તાન પહોંચ્યા પછી તેમના સુર બદલાઇ ગયા છે. પાક. મીડિયાના રિપોર્ટ મુજબ જેઆઇટીનું કહેવું છે કે પઠાણકોટ હુમલો ભારતની એક સમજી વિચારીને કરવામાં આવેલી ચાલ છે. અને આ દ્વારા ભારત પાકિસ્તાનનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ફરી પેટ્રોલ 1.72 રૂપિયા અને ડિઝલ 83 પૈસા મોંધુ

ફરી પેટ્રોલ 1.72 રૂપિયા અને ડિઝલ 83 પૈસા મોંધુ

સરકારી તેલ કંપનીઓએ ફરી એક વાર સામાન્ય લોકો પર મોંધા પેટ્રોલ ડિઝલનો મારો ચલાવ્યો છે. પેટ્રોલની કિંમત આજથી 1.72 રૂપિયા પ્રતિ લીટર વધારવામાં આવી છે. તો બીજી બાજુ ડિઝલની કિંમતોમાં 83 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ દર આજથી લાગુ પડશે.

હવે ઓબામા સાથે વ્હાઇટ હાઉસમાં પ્રિયંકા ચોપડા કરશે ડિનર

હવે ઓબામા સાથે વ્હાઇટ હાઉસમાં પ્રિયંકા ચોપડા કરશે ડિનર

રાષ્ટ્રપતિ બરાક ઓબામા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે પોતાનું છેલ્લુ ભોજ આપવાના છે. અને આ ડિનરમાં બોલીવૂડ જાણીતી અભિનેત્રી અને હોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાને પણ નિમંત્રિત કરવામાં આવી છે. સાથે જ આ ડિનરમાં બ્રેડલે કૂપર, લૂસી લૂ, જેન ફોંડા જેવા અન્ય જાણીતી હસ્તીઓ પણ હાજર રહેવાના છે.

મહેબૂબા મુફ્તીએ મંત્રીઓને વિભાગની સોંપણી કરી

મહેબૂબા મુફ્તીએ મંત્રીઓને વિભાગની સોંપણી કરી

જમ્મુ કાશ્મીરની પહેલી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તેમનો કારભાર સંભાળવાની સાથે જ વિવિધ મંત્રીઓને તેમના વિભાગની પણ સોંપણી કરી છે. ભાજપા પીડીપીના ગઠબંધન વાળી આ સરકારમાં ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલ સિંહને બે ખાતા સોંપવામાં આવ્યા છે. તેમને વિજળી વિકાસ અને આવાસ તથા શહેરી વિકાર બન્નેની જવાબદારી સોંપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X