For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિન પટેલની હાજરીમાં યુવકે ઝેર ગટગટાવ્યું

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

9 વર્ષે ડી.જી વણઝારા ઘરે પરત ફર્યા, પરિવારે આમ કરી ઉજવણી

9 વર્ષે ડી.જી વણઝારા ઘરે પરત ફર્યા, પરિવારે આમ કરી ઉજવણી

ઇશરત જહાં કેસમાં ફસાયેલા નિવૃત્ત ડીઆઇજી ડી જી વણઝારા શુક્રવારે 9 વર્ષ બાદ પહેલી વાર ગુજરાતમાં તેમના માદરે વતન ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જે બાદ તેમના પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અને વણઝારાએ પણ ખુલ્લી તલવાર સાથે પરિવાર અને મિત્રો જોડે નૃત્ય કરી ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ઇશરત કેસના કારણે જ ગુજરાત આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પણ હાલ તેમના પર લાગેલા પ્રતિંબંધોને હળવા કરવામાં આવ્યા છે.

પુરી-અમદાવાદ ટ્રેનમાં મળ્યો 17. 22 લાખ રૂપિયાની કિંમતનો ગાંજો

પુરી-અમદાવાદ ટ્રેનમાં મળ્યો 17. 22 લાખ રૂપિયાની કિંમતનો ગાંજો

સુરતની રેલવે પોલીસને મળેલી બાતમીને આધારે પુરી- અમદાવાદ ટ્રેનમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ટ્રેનના ટોઈલેટમાં સંતાડેલો રૂ.17.22 લાખની કિંમતનો 287.350 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાની હેરાફેરી કરનારાને પોલીસ તપાસની જાણ થતા આરોપી નાસી છૂટયા હતા.

આરોગ્ય મંત્રી નીતિન પટેલની હાજરીમાં યુવકે ઝેર ગટગટાવ્યું

આરોગ્ય મંત્રી નીતિન પટેલની હાજરીમાં યુવકે ઝેર ગટગટાવ્યું

રાજય સરકાર પ્રજા અને સરકાર વચ્ચે સંવાદ સંધાય તથા પ્રજાના પ્રશ્નોના ઉકેલ સ્થળ પર જ મળે તે માટે "લોક સંવાદ સેતુ" કાર્યક્રમ બે વર્ષથી યોજી રહી છે. જેમાં અરવલ્લીના મોડાસામાં આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં બાબુભાઈ ચૌહાણ નામના યુવકે દારૂબંધી લાગુ પડાવાવના મુદ્દે ઉંદર મારવાની દવા પી લીધી હતી. આ યુવકે ભીલકુવા ગામમાં એક મહિલા અને બુટલેગર દ્વારા ચલાવવામાં આવતાં દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ કરી હતી. પણ રજૂઆત બાદ પણ કોઇએ ના સાંભળતા તેણે આ પગલું ભર્યું હતું. જો કે તે બાદ યુવકને તાત્કાલિક હિંમતનગરની સીવીલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત હાલ ખતરાની બહાર છે.

ચૈત્રી નવરાત્રિના નિમિત્તે અંબાજીમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

ચૈત્રી નવરાત્રિના નિમિત્તે અંબાજીમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શ્ક્તિપીઠ અંબાજી ખાતે સર્યાસ્ત અને સૂર્યોદય સમયમા ફેરફાર તથા દૂર દૂરથી આવતા ભક્તજનોને દર્શન કરવામાં સાનૂકૂળતા રહે તે માટે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ સમય આ પ્રમાણે છે.

સવારે આરતી - 07.30 થી 08.00
સવારે દર્શન - 08.00 થી 11.30
રાજભોગ થાળ બપોરે - 12.00 કલાકે
બપોરે દર્શન - 12.30 થી 4.30
સાંજે આરતી - 7.00 થી 7.30
દર્શન સાંજે - 7.30 થી રાત્રી 9-.00 સુધી ખુલ્લા રહેશે

પાટીદાર યુવકે માન્યું નાણાંની ઉચાપતના લીધે ઝેર ગગટાવ્યું, હાર્દિક માટે નહીં

પાટીદાર યુવકે માન્યું નાણાંની ઉચાપતના લીધે ઝેર ગગટાવ્યું, હાર્દિક માટે નહીં

પાટીદાર અનામત આંદોલન દરમિયાન જેલમાં ગયેલા હાર્દિક પટેલને મુક્ત કરાવવા માટે હળવદના ટીકર ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો . જોકે આશિષ શાંતિલાલ પટેલ નામના આ યુવકે પોલીસને નિવેદન આપતા આ ઘટનામાં નવો જ ફણગો ફૂટ્યો હતો. યુવકે હવે એવી વાત ઉચ્ચારી છે કે તે એક આંગડિયા પેઢીમાં નોકરી કરે છે અને ત્યાંથી એક લાખ રૂપિયાની ઉચાપતનો આક્ષેપ થતાં પ્રતિષ્ઠાને હાનિ પહોચવાન તેમજ ઘરમાં ખબર પડવાની બીકે દવા પીધી હતી.

આઇપીએલ 9ની શાનદાર ઓપનિંગ સ્ટાર્સ બતાવ્યો જલવો

આઇપીએલ 9ની શાનદાર ઓપનિંગ સ્ટાર્સ બતાવ્યો જલવો

શુક્રવારે, ઇન્ડિયન પ્રીમિયર લીગ 9ની ઓપનીંગ સેરેમની મુંબઇના સરદાર વલ્લભભાઇ સ્ટેડિયમના નેશનલ સ્પોર્ટસ ક્લબમાં શાનદાર રીતે કરવામાં આવી. આ ઇવેન્ટમાં કેરટીના કૈફ, રણવીર સિંહ, જૈકલીન અને યો-યો હની સિંહ સમતે પોપ સ્ટાર ક્રિસ બ્રાઉન પોતાનું જબરદસ્ત પરફોમન્સ આપ્યું. વળી બ્રાવોએ પણ પોતાનું પોપ્યુલર સોંગ ચેમ્પિયન પરફોર્મ કર્યું.

આજે પણ કોર્ટમાં ના આવ્યા માલિયા, મે સુધી સમય માંગ્યો

આજે પણ કોર્ટમાં ના આવ્યા માલિયા, મે સુધી સમય માંગ્યો

ભારતીય બેંકોના 9000 કરોડ રૂપિયા લઇને વિદેશ જનાર વિજય માલ્યા આજે પણ કોર્ટમાં હાજર નહતા રહ્યા. નોંધનીય છે કે માલિયાએ જ 18 માર્ચ સુધીનો સમય ઇડીથી માગ્યો હતો. સાથે જ માલિયાએ બેંકોને 4000 કરોડ રૂપિયા પરત કરવાની ઓફર પણ કરી હતી. જે પર બેંકો વિચાર માટે સમય માંગ્યો હતો. ત્યારે હવે માલિયાએ મઇ સુધીનો સમય કોર્ટ પાસેથી માંગ્યો છે.

#ShaniShingnapur 400 વર્ષ જૂની પરંપરા તૂટી, મહિલાએ કરી પૂજા

#ShaniShingnapur 400 વર્ષ જૂની પરંપરા તૂટી, મહિલાએ કરી પૂજા

મહારાષ્ટ્રના પ્રસિદ્ઘ શનિ શિંગણાપુર મંદિર શુક્રવારે ગુડ પડવાના દિવસે મહિલાઓએ ચબૂતરા પર ચઢીને શનિ દેવને તેલ ચઢાવ્યું. અને આ સાથે 400 વર્ષથી ચાલતી પરંપરાનો પણ અંત આવ્યો. કોર્ટના આદેશ બાદ આ અંગે પરવાનગી મળતા અને સંસ્થાની પણ સહમતિ બાદ ટ્રસ્ટે મહિલાઓને છૂટ આપી હતી.

અમદાવાદમાં પણ મહારાષ્ટ્રિયનો ઉજવ્યો ગુડ પડવાનો તહેવાર

અમદાવાદમાં પણ મહારાષ્ટ્રિયનો ઉજવ્યો ગુડ પડવાનો તહેવાર

અમદાવાદમાં શુક્રવારે મહારાષ્ટ્રિયનોના નવ વર્ષ એટલે કે ચૈત્ર મહિનાના પહેલા દિવસની ઉજવણીના ભાગ રૂપે અહીં રહેતા મહારાષ્ટ્રિય પરિવારે વિધવત પૂજા અર્ચના કરીને હર્ષો ઉલ્લાસ સાથે આ તહેવાર મનાવ્યો હતો.

મહિસાગર જિલ્લામાં ISSનું શિક્ષણ અપાતું હોવાની માહિતીથી તંત્ર હરકતમાં

મહિસાગર જિલ્લામાં ISSનું શિક્ષણ અપાતું હોવાની માહિતીથી તંત્ર હરકતમાં

મહિસાગરના લૂણાવાડાની કેટલીક કોલેજમાં આઇએસનું શિક્ષણ અપાતું હોવાની માહિતીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી તથા રાજયનું તંત્ર હરકતમાં આવી ગયું હતું. સુરક્ષા એજન્સીઓને એવી પણ જાણ થઈ હતી કે શિક્ષણના ઓથા હેઠળ આ કોલેજોમાં જેહાદ માટે વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં આવે છે. આઇએસના પગ પેસારાની બાબતથી સુરક્ષા એજન્સીઓએ કોલ ઈન્ટરસેપ્શન દ્વારા તપાસ હાથ ધરવાની સાથે સંદિગ્ધ કોલેજ તથા તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આચાર્યોની ગતિવિધીને અવલોકવાનું કામ આરંભી દીધું છે.

ગુજરાત આપીએલના માલિક રવિન્દ્ર જાડેજાને આપશે બેચલર પાર્ટી

ગુજરાત આપીએલના માલિક રવિન્દ્ર જાડેજાને આપશે બેચલર પાર્ટી

આઇપીએલના નવમા સંસ્કરણનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે જ નવી ટીમ, ગુજરાત લાયન્સને કારણે ગુજરાતી ક્રિકેટ રસિયાઓ આનંદમાં છે. ત્યારે ગુજરાત લાયન્સ ટીમના માલિક અને ઇન્ટેક્સ કંપનીના માલિક કેશવ બંસલે, રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્ન પ્રસંગે બેચલર પાર્ટી આપવાના છે. આ બેચલર પાર્ટીમાં ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓ આવવાના હોવાથી રાજકોટના ક્રિકેટ રસિયાઓ આ બેચલર પાર્ટી તથા રવિન્દ્ર જાડેજાના લગ્નની રાહ જોઈ રહ્યા છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબા લગ્નના 17 એપ્રિલના રોજ કાલાવડ રોડ પર આવેલી સિઝન્સ હોટેલમાં યોજાશે.

દીવમાં દીપડાએ એક સાથે માર્યા 9 બકરા

દીવમાં દીપડાએ એક સાથે માર્યા 9 બકરા

દીવમાં ફરી એક વાર દીપડાએ અનેક પશુઓનો શિકાર કરતા માલધારીઓમાં ચિંતા તથા ભયની લાગણી ફેલાઈ હતી . દીપડાએ નાગવા ગામે જીવીબહેન ભૂરાના વાડામાં બાંધેલા આશરે નવ બકરા તથા એક રોઝડાનો શિકાર કર્યો હતો. આ અંગેની ફરિયાદ વન વિભાગને કરતા હાલ વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે તેમજ એક ટીમ પણ સક્રિય રીતે કામ કરી રહી છે જોકે હજી સુધી દીપડો પાંજરે પૂરાયો નથી. વધુમાં દીપડાને પકડવા માટે સાસણની ટીમને પણ બોલાવવામાં આવી છે.

ડીસામાં રેલવે ફાટકે મળી, માતા અને બે પુત્રીઓની લાશ

ડીસામાં રેલવે ફાટકે મળી, માતા અને બે પુત્રીઓની લાશ

ડીસાના ગોઢા તાલુકામાં શુક્રવારના રોજ એકસાથે 3 વ્યક્તિની કપાયેલી લાશ મળતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. જો કે પોલિસે લાશને પોસ્ટમોર્ટમમાં ખસેડી મહિલાની ઓળખ કરી લીધી હતી. જોધપુર- ભીલડી લોકલ ટ્રેન નીચે આવી જતાં 10 માસ અને ત્રણ વર્ષની પુત્રી અને તેની માતાનું કપાઇ જવાથી ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. ત્યારે કોઇ તેને આત્મહત્યા ગણાવી રહ્યું છે તો કેટલાક લોકો મતે માંએ દિકરીને બચાવવા જતા ત્રણેયને અકસ્માત નડ્યો હોવાની વાત કબૂલવામાં આવી છે.

10 લાખ રૂપિયાના સૂઇટમાં રોકાશે પ્રિન્સ વિલિયમ

10 લાખ રૂપિયાના સૂઇટમાં રોકાશે પ્રિન્સ વિલિયમ

પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ મિડિલટન રવિવારે ભારત પહોંચશે. તે અહીં એક વીકના શાહી પ્રવાસ પર આવવાના છે. ભારતમાં તેમનો પહેલો પડાવ મુંબઇમાં છે. જ્યાં તેઓ મુંબઇની પ્રખ્યાત હોટલ તાજમાં રોકાવાના છે. જે રૂમમાં આ શાહી જોડું રોકાશે તે રૂમનું એક રાતનું ભાડું છે 10 લાખ રૂપિયા. ત્યારે હાલ તો આ હોટલ શાહી પરિવારના આગમનમાં વ્યસ્ત છે.

અમદાવાદમાં અજબ પ્રેમની ગજબ કહાની.

અમદાવાદમાં અજબ પ્રેમની ગજબ કહાની.

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા હિતેશ મકવાણા અને અમેરિકાની ટેમિલીના તાજેતરમા થયેલા લગ્નથી વળી એક વખત સાબિત થયું હતું કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી. 23 વર્ષનો હિતેશ માત્ર બાર ધોરણ ભણ્યો છે. અને તેને સોશ્યલ સાઇટ દ્વારા અમેરિકન 41 વર્ષીય ટેમિલી સાથે પ્રેમ થઇ ગયો છે. ટેમિલી જ્યાં સુપરફાસ્ટ ઇગ્લિંશ બોલે છે ત્યાં જ હિતેશ માંડ માંડ અંગ્રેજી બોલી શકે છે. જોકે આ ભાષાના બંધનો આ યુગલને નડ્યા નહીં. ટેમિલી અમેરિકાથી હિતેષ સાથે લગ્ન કરવા અમદાવાદમાં આવી ગઈ. થોડા દિવસ પહેલા જ આ યુગલે ચોટીલા મંદિરમાં ત્યાર બાદ કોર્ટમા રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે. વળી, ટેમિલીને ભારતીય જમવાનું બનાવતા આવડે છે. જો કે ટેમલી અને હિતેશ લગ્ન બાદ થોડો સમય અમેરિકા જશે અને પછી પાછા ભારત આવશે.

English summary
April 9: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X