"લગ્ન એ મેરિટલ રેપનું લાયસન્સ નથી"

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી હાઇકોર્ટમાં મેરિટલ રેપની સુનવણી દરમિયાન અરજીકર્તાના વકીલે કહ્યું કે, લગ્ન બાદ પતિને પત્નીનો બળાત્કાર કરવાનો અધિકાર નથી મળી જતો. એક પરણિત મહિલાનો પોતાના શરીર પર એટલો જ અધિકાર હોય છે, જેટલો લગ્ન પહેલાં હતો. બુધવારે આ દલીલમાં વકીલ કૉલિન ગોંઝાલ્વિસે કહ્યું હતું કે, લગ્નનો અર્થ એ નથી કે, પતિની માંગણી પર તેને શારીરિક સંબંધનો હક મળી જાય. લગ્ન પ્રથાને એના લાયસન્સ તરીકે ન જોવી જોઇએ. મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ તથા ન્યાયમૂર્તિ સી.હરિ શંકરની બેંચે એનજીઓ મેન વેલફેરને પણ પોતાની દલીલ રજૂ કરવાની રજા આપી હતી. અદાલત આઇપીસીની કલમ 375(બળાત્કારનો ગુનો) પર સુનવણી કરી રહી છે. દાખલ અરજીમાં મેરિટલ રેપને ગેરબંધારણીય ગણાવવાની વાત કહેવામાં આવી છે. આજે અનેક પરણિત મહિલાઓનું તેમના પતિ દ્વારા યૌન શોષણ કરવામાં આવે છે, એ તથ્યને ધ્યાનમાં રાખતા આ અરજીઓ દાખલ કરવામાં આવી છે.

delhi

હાઇકોર્ટમાં એવી પણ દલીલ કરવામાં આવી છે કે, બળાત્કારની વ્યાખ્યાના એ ભાગને પણ ગેરકાયદેસર અને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે, જેમાં પતિને મેરિટલ રેપના મામલે અપવાદરૂપે છૂટ આપવામાં આવી છે. નોંધનીય છે કે, વર્તમાન કાયદા અનુસાર, 15 વર્ષથી વધુ ઉંમર ધરાવતી પત્ની સાથે સંબંધ બાંધવો બળાત્કાર નથી. આ કાયદાને જ ગેરબંધારણીય અને ગુનાની શ્રેણીમાં મુકવાની દલીલ કરવામાં આવી રહી છે.

આ પહેલાં, કેન્દ્રએ પોતાના કાયદાનો બચાવ કરતાં કહ્યું હતું કે, ભારતમાં બાળલગ્ન થઇ રહ્યાં છે અને લગ્ન કરવા માટે છોકરીઓની લઘુત્તમ ઉંમર જાળવવા માટે આ નિયમ બળાત્કારના કાયદા હેઠળ લેવામાં આવ્યો હતો, જેથી તેમના સંબંધને ગુનાની નજરે ન જોતાં તે દંપતિને સુરક્ષા પૂરી પાડી શકાય. ઉલ્લેખનીય છે કે, ભારતીય પીનલ કોડની કલમ 375માં બળાત્કારના ગુના સંબંધિત જે અપવાદ આધારિત કાયદો છે, તે ક્રાઇમ લો અમેન્ડમેન્ટ એક્ટ 2013ના માધ્યમથી લેવામાં આવ્યો હતો. 16 ડિસેમ્બર, 2012ના રોજ ઘટેલ ભયાનક નિર્ભયા બળાત્કાર કેસ બાદ આ અમેન્ડમેન્ટ એક્ટ દાખલ કરવામાં આવ્યો હતો.

English summary
Argument in Delhi High Court on martial rape case.
Please Wait while comments are loading...