For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના ગોગુંદા હાઈવે પર સેનાની દારૂગોળો ભરેલી ટ્રકમાં આગ, ટ્રાફિક જામ સર્જાયો!

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં સેનાના ટ્રકમાં આગ લાગી હોવાના અહેવાલ છે. ઉદયપુર જિલ્લાના ગોગુંદા પાસે હાઈવે પર સર્જાયેલી આ દુર્ઘટનામાં પુરો ટ્રક આગની ઝપેટમાં આવી ગયો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં સેનાના ટ્રકમાં આગ લાગી હોવાના અહેવાલ છે. ઉદયપુર જિલ્લાના ગોગુંદા પાસે હાઈવે પર સર્જાયેલી આ દુર્ઘટનામાં પુરો ટ્રક આગની ઝપેટમાં આવી ગયો હતો. મળતી વિગતો અનુસાર આ ટ્રકમાં 4 હજાર રાઉન્ડ આસપાસનો દારૂગોળો હતો.

Gogunda highway

સામે આવી રહેલી માહિતી અનુસાર, આ ઘટના ઉદયપુર જિલ્લાના ગોગુંદા-પિંડવાડા હાઈવે પર સેમરા થાલા પાસે સર્જાઈ હતી. ઘટના સમયે સેનાના જવાનો પણ હાજર હતા. ટ્રકમાં આગ લાગી ગઈ હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.

અહેવાલો અનુસાર, આગને કારણે ટ્રકમાં જોરદાર બ્લાસ્ટિંગ શરૂ થઈ ગયું હતું. આગ અને બ્લાસ્ટિંગના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ બકેરિયા સહિત નજીકના પોલીસ સ્ટેશન વિસ્તારના ફાયર બ્રિગેટ ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ પછીના બ્લાસ્ટિંગના પગલે ગોળીબાર જેવા દ્રશ્યો સર્જાયા હતા.

આગ અને બ્લાસ્ટિંગને લઈને હાઈવેને બંને બાજુથી બંધ કરાયો છે. મળતી વિગતો અનુસાર, ભારતીય સેનાની બે ડઝનથી વધુ દારૂગોળો અને હથિયારો ભરેલી ટ્રક પિંડવાડાથી ઉદયપુર આવી રહી હતી. આ કાફલામાં પાછળ રહેલા એક ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં ડ્રાઈવર સહિત બે જવાન હાજર હતા. બંને સલામત છે.

આ મુદ્દે વાત કરતા ગોગુંદાના તહસીલદાર રવીન્દ્ર સિંહે જણાવ્યું કે, ભારતીય સેનાની ટ્રકમાં આગ લાગ્યા બાદ બીએસએફે આસપાસના વિસ્તારનો કબજો મેળવી લીધો છે. અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, આગના કારણે ઉદયપુર-પિંડવાડા ફોર લેન હાઈવે પર 15-15 કિલોમીટર લાંબો જામ સર્જાયો છે. ઘટના સ્થળે સેનાના 40 જવાનો અને નજીકના પાંચ પોલીસ સ્ટેશનની પોલીસ તૈનાત છે.

English summary
Army ammunition truck caught fire on Rajasthan's Gogunda highway
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X