સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું પથ્થર નહીં હથિયાર ચલાવો!

Posted By:
Subscribe to Oneindia News

કાશ્મીરમાં ભારતીય સેના પર થઇ રહેલા પથરાવ અને કાશ્મીરી યુવકને જીપથી બાંધવાની ઘટના મામલે સેના પ્રમુખ બિપિન રાવતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો પર પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા હોય તે સમયે જવાનોને રાહ જોવાનું કહેવું કે મરવા માટે છોડી ના દેવાય. તેમણે કહ્યું કે પથ્થરબાજોને જવાબ આપવો જરૂરી છે.

Army

સેના પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા ડર્ટી વોરને લડવા માટે નવી રીત અપનાવવી જરૂરી છે. સાથે જ મેજર લીતુલ ગોગોઇને તે નિર્ણયનું પણ સમર્થન કર્યું જેમાં તેમણે પથ્થરબાજી વખતે કાશ્મીરી યુવકનો મામલ ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો.

આર્મી ચીફ જણાવ્યું કે મેજર ગોગોઇએ જે સમયે પગલું લીધુ હતું તે સમયે હજારોની સંખ્યામાં પથ્થરબાજો અમે ઘેરી ચૂક્યા હતા. તેમણે કહ્યું કે મેજર ગોગોઇનું સન્માન એટલા માટે કરવામાં આવ્યું કે તેમણે વિપરિત સમયમાં સેના મનોબળ વધારવાની સાથે નવી રીત અપનાવી નિરાકરણ નીકાળ્યું હતું. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે કાશ! પથ્થરની જગ્યાએ પ્રદર્શનકારી હથિયારો સાથે ફાયરિંગ કર્યું હોત તો અમે પણ તેમને વાસ્તવમાં આ અંગેનો જવાબ આપી શક્યા હોત.

English summary
Army Chief Bipin Rawat says Fighting a ‘dirty war needs innovation.
Please Wait while comments are loading...