For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં સેનાએ શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યુ, લદાયેલુ હતુ 5 કિલો વિસ્ફોટકોથી

આજે એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરમાં શંકાસ્પદ ડ્રોન દેખાયુ છે. રિપોર્ટ અનુસાર આ ડ્રોન કનાચક વિસ્તારમાં દેખાયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આતંકવાદીઓએ ઘાટીમાં આતંક ફેલાવવા માટે નવી રીત શોધી લીધી છે. હવે આતંકીઓ ડ્રોન દ્વારા ઘાટીમાં નવા ષડયંત્રો રચી રહ્યા છે. આજે એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરમાં શંકાસ્પદ ડ્રોન દેખાયુ છે. રિપોર્ટ અનુસાર આ ડ્રોન કનાચક વિસ્તારમાં દેખાયુ છે. આ ડ્રોનમાં અમુક વિસ્ફોટકો પણ ભરેલા હતા જેને સેનાએ તોડી પાડ્યુ છે. છેલ્લા અમુક દિવસોથી જે રીતે ડ્રોન ઘાટીમાં સતત દેખાઈ રહ્યુ છે તે બાદ જવાનો આને લઈને ઘણા એલર્ટ છે. જવાનોની સક્રિયતાથી જ આ ડ્રોનને પાડી દેવામાં આવ્યુ છે.

drone

રિપોર્ટ અનુસાર આ ડ્રોનમાં લગભગ પાંચ કિલો આઈઈડી મળ્યુ છે. આ ડ્રોન આંતરરાષ્ટ્રીય સીમાથી 8 કિલોમીટર સુધી આવી ગયુ હતુ ત્યારબાદ તેને મારી દેવામાં આવ્યુ હતુ. જો કે પોલિસ હજુ પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે કે આ ડ્રોન ક્યાંથી આવ્યુ અને કોણે મોકલ્યુ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બુધવારે એક શંકાસ્પદ ડ્રોન દેખાયુ હતુ. 16 જુલાઈએ જમ્મુ એરબેઝ પાસે શંકાસ્પદ ડ્રોન દેખાયા બાદ તેને રડારમાં કેદ કરી લેવામાં આવ્યુ હતુ. જેને છેવટે તોડી પાડવામાં આવ્યુ છે.

મહત્વની વાત છે કે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડે ઘાટીના ઘણા સંવેદનશીલ જગ્યાઓએ એંટી ડ્રોન સિસ્ટમની તૈનાતી કરી છે. છેલ્લા એક મહિનાથી જે રીતે ઘાટીમાં ડ્રોનની ગતિવિધિઓ વધી છે ત્યારબાદ સેના એલર્ટ પર છે. ઘાટીમાં પહેલી વાર આંતકીઓ ડ્રોન દ્વારા વિસ્ફોટ કરવામાં સફળ થયા છે. જમ્મુના સૈન્ય એરપોર્ટ પર આતંકીઓએ બે વિસ્ફોટન ડ્રોન દ્વારા કર્યા હતા. આ હુમલા બાદ સમગ્ર મામલાની તપાસ એનઆઈએને આપી દેવામાં આવી છે.

English summary
Army destroys suspected drone in Jammu and Kashmir, loaded with 5 kg of explosives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X