આર્મી કેમ્પમાં ખૂની ખેલ: જવાને પાંચ સાથીઓની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા

Posted By:
Subscribe to Oneindia News

જમ્મૂ, 27 ફેબ્રુઆરી: જમ્મૂ કાશ્મીરના ગાંદરબલમાં ગુરૂવારે રાત્રે સેનાના એક જવાને આત્મહત્યા કરી લીધી. જવાને પોતાને ગોળી મારતાં પહેલાં પોતાના પાંચ સાથીઓની પણ ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટનામાં એક અન્ય જવાનને પણ ઇજા પહોંચી છે. ઘટના ગાંદરબલ જિલ્લાના માનસબલ સ્થિત 13 રાષ્ટ્રીય રાષ્ટ્રીય રાયફલ્સ કેંપમાં થઇ.

અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાયફલ્સનો સૈનિક સાફાપોરા શિબિરમાં ક્રોધિત થઇ ઉઠ્યો ત્યારબાદ તેની સહકર્મીઓ સાથે રકઝક પણ થઇ. તેમણે કહ્યું 'તેણે અંધાધુંધ ગોળીઓ ચલાવી જેથી રાષ્ટ્રીય રાયફલના પાંચ સૈનિકોના મોત નિપજ્યાં. આ ગોળીબાર બાદ નારાજ સૈનિકે ગોળી મારી આત્મહત્યા કરી લીધી.

સેનાના શ્રીનગર સ્થિત 15 કૉર્પ્સના જનસંપર્ક અધિકારી લેફ્ટિનેંટ કર્નલ એન.એન. જોશીએ જણાવ્યું હતું કે કેસની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના 26-27 ફેબ્રુઆરી દરમિયાન રાતે થઇ હતી.

army-man

જમ્મૂ તથા કાશ્મીરમાં ગત 24 વર્ષોમાં સુરક્ષા બળોની તૈનાતી દરમિયાન તેમની વચ્ચે પરસ્પર ગોળીબારીની ઘટના જોવા મળી છે. આ પ્રકારની ઘટનાઓ પ્રતિકુળ પરિસ્થિતીમાં તેમની તૈનાતી, લાંબા સમયથી ઘરથી દૂર રહેવું, મનોરંજનન સાધોની ઉપણથી ઉપજેલા તણાવના કારણે થાય છે. સેના પ્રમુખ જનરલ વિક્રમ સિંહે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે ત્યારબાદ તે સૈનિક ત્યાંથી ભાગી ગયો અને બેરક બહાર જઇને પોતાને ગોળી મારી દિધી. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓએ તપાસ શરૂ કરી દિધી છે. તે તપાસ કરી રહ્યાં છે કે આ ઘટનાનું કારણ શું છે.

કાશ્મીર ભારત-પાકિસ્તાન વચ્ચે એક અસ્થાઇ સીમા સાથે વહેંચાયેલ છે જેથી નિયંત્રણ રેખા કહેવામાં આવે છે. અહી પાકિસ્તાન દ્વારા થનારી ઘુસણખોરીના લીધે વિવાદ થાય છે.

આ પ્રકારની હિંસાની ઘટનાઓ રાજ્યમાં પહેલીવાર થઇ છે પરંતુ કેટલાક વર્ષોથી રાજ્યમાં થયેલી હિંસામાં ઘટાડો થયો છે. આનાથી અહી તૈનાત સેનાના જવાનોના તણાવનું સ્તર ઘટ્યું છે.

English summary
Army man shoots self after killing 5 of his colleagues in Jammu and Kashmir. The incident happenedlate night on Wednesday at an army camp in Ganderbal district.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.