For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: દિલ્હીમાં સેનાના જવાનોએ પોલીસ કોન્સ્ટેબલ ની ધુલાઈ કરી

દિલ્હીના કેન્ટ ચોકી ક્ષેત્રમાં પોલીસ અને સેનાના જવાનો વચ્ચે મારપીટનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હીના કેન્ટ ચોકી ક્ષેત્રમાં પોલીસ અને સેનાના જવાનો વચ્ચે મારપીટનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સેનાના જવાનો દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ની જોરદાર ધુલાઈ કરતા જોવા મળી રહ્યા છે. આ આખી ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઇ ચુકી છે. આ મામલે સેનાનું કહેવું છે કે આ પોલીસ કોન્સ્ટેબલ પ્રતિબંધિત ક્ષેત્રમાં ઘુસી આવ્યો હતો અને તેને સેનાના એક અધિકારી સાથે ગેરવર્તણૂક કરી હતી.

delhi

જ્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે પોતાની રૂટિન ડ્યુટી પર હતો અને તે પ્રતિબંધિત ક્ષેત્રથી બહાર હતો. તેમને જણાવ્યું કે તેમને સેના સાથે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કરી જ નથી. હેડ કોન્સ્ટેબલ સંદીપ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ દિલ્હીના કેન્ટ ચોકી ક્ષેત્રથી વેરિફિકેશનના કારણે સેના કાર્યાલય તરફ જઈ રહ્યા હતા. મુખ્ય ગેટ પર જ તેમને સેના જવાનો ઘ્વારા રોકી લેવામાં આવ્યો હતો.

તેમને આગળ જણાવ્યું કે તેઓ વેરિફિકેશન માટે આવ્યા છે અને જો શંકા હોય તો તેમનું ઓળખપત્ર ચેક કરી શકો છો. પરંતુ ત્યારપછી બંને વચ્ચે વાત વધી ગયી અને મારપીટ સુધી પહોંચી ગયી.

ત્યારપછી સંદીપે આખી ઘટનાની જાણકારી પોલીસ ચોકીને આપી. ચોકીથી જયારે પોલીસકર્મીઓ આવ્યા ત્યારે મામલો વધારે બગડી ગયો. હેડ કોન્સ્ટેબલ ને ઘણી ગંભીર ઇજા થયી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરવામાં લાગી છે કે સૌથી પહેલા કોણે લડાઈ શરૂ કરી હતી.

English summary
Army Personnel beaten delhi police constable in cantonment area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X