For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનથી અત્યાર સુધી 15900 લોકોને ભારત પાછા લાવવામાં આવ્યાઃ કેન્દ્ર સરકાર

યુક્રેનથી અત્યાર સુધી લગભગ 15900 બાળકોને પાછા બોલાવવામાં આવી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે ભારત સરકાર ઑપરેશન ગંગા ચલાવી રહી છે. અત્યાર સુધી આ મિશન હેઠળ લગભગ 15900 બાળકોને પાછા બોલાવવામાં આવી ચૂક્યા છે. આ લોકોને યુક્રેનના પડોશી દેશોમાંથી વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે એ વાતની માહિતી આપી છે કે રવિવારે 11 વિશેષ વિમાનોથી 2135 લોકોને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા છે.

15900 લોકોને લાવવામાં આવ્યા પાછા

15900 લોકોને લાવવામાં આવ્યા પાછા

ઉડ્ડયન મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે 22 ફેબ્રુઆરી, 2022થી 15900થી વધુ લોકોને અત્યાર સુધીમાં પાછા બોલાવવામાં આવી ચૂક્યા છે. અત્યાર સુધી 13582 ભારતીય 66 અલગ-અલગ વિશેષ વિમાનથી ભારત પાછા આવી ચૂક્યા છે. ભારતીય વાયુસેનાએ 10 ઉડાન દ્વારા ઑપરેશન ગંગા હેઠળ 2056 લોકોને પાછા લાવવાનુ અત્યાર સુધી કામ કર્યુ છે. આ સાથે જ એરફોર્સ 26 ટન રાહત સામગ્રી પણ આ દેશોમાં પહોંચાડી ચૂક્યુ છે. નોંધનીય વાત એ છે કે યુક્રેનમાં રશિયા દ્વારા યુદ્ધના એલાન બાદથી જ ભારત સતત અહીં ફસાયેલા નાગરિકોને પાછા લાવવાનુ અભિયાન ચલાવી રહ્યુ છે.

ચાર મંત્રીઓને મોકલવામાં આવ્યા યુક્રેન

ચાર મંત્રીઓને મોકલવામાં આવ્યા યુક્રેન

યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને પાછા લાવવા માટે ભારત સરકારે 28 ફેબ્રુઆરીએ કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરન રિજિજૂ, વીકે સિંહને યુક્રેનના પડોશી દેશોમાં મોકલ્યા છે જે ભારતીય નાગરિકોને અહીંથી બહાર નીકળવામાં મદદ કરશે. આ સાથે જ સરકારે વાયુસેનામા ંપણ આ મિશન માટે મદદ માંગી છે ત્યારબાદ વાયુસેના સી-17 ગ્લોબમાસ્ટર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા લોકોને અહીંથી ઝડપથી પાછા લાવવાનુ કામ કરી રહ્યુ છે.

રવિવારે 11 વિમાન પહોંચ્યા

રવિવારે 11 વિમાન પહોંચ્યા

રવિવારા જે વિશેષ નાગરિક વિમાન ચલાવવામાં આવ્યા તેમાંથી 9 વિમાન દિલ્લી અને 2 વિમાન મુંબઈ લેન્ડ કરી ચૂક્યા છે. બુ઼ડાપેસ્ટથી 6 ફ્લાઈટ, 2 ફ્લાઈટ બુચરેસ્ટથી, 2 ફ્લાઈટ રેજશૉ, એક ફ્લાઈટ કોસાઈસથી છે. ઉડ્ડયન મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે 8 વિશેષ વિમાન સોમવારે પહોંચી રહ્યા છે જેમાં પાંચ વિમાન બુડાપેસ્ટ, બે વિમાન સકીવા, એક વિમાન બુચરેસ્ટથી પાછા આવી રહ્યા છે. આ વિમાનોથી 1500થી વધુ લોકોનેા પાછા આવવાની સંભાવના છે.

ઈંડિગોએ ભરી સર્વાધિક ઉડાન

ઈંડિગોએ ભરી સર્વાધિક ઉડાન

ઑપરેશન ગંગા મિશનમાં ઈંડિગો વિમાને સૌથી વધુ ઉડાનો ભરી છે. 7 માર્ચ સુધી કુલ 64 ફ્લાઈટમાંથી લગભગ 52 ટકા ફ્લાઈટ ઈંડિગોની રહી છે. ઈંડિગોના ચીફ ઑપરેટિંગ અધિકારી વૉલ્ફગેંગે કહ્યુ કે અમે અત્યાર સુધી 7180 ભારતીય નાગરિકોને પાછા લાવી ચૂક્યા છે અને અમને આના પર ગર્વ છે. તમને જણાવી દઈએ કે હજુ પણ મોટી સંખ્યામાં ભારતીય નાગરિક યુક્રેનમાં ફસાયેલા છે જેમને પાછા લાવવા માટે ભારત તરફથી કોશિશ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ કે સૂમીથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ચાર બસો મોકલવામાં આવી છે.

English summary
Around 15900 Indians brought back from Ukraine Operation Ganga
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X