For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370: જમ્મુમાં આજે ખુલશે શાળાઓ, રાવતે કહ્યુ - સ્થિતિ નિયંત્રણમાં

અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષાધિકારો ખતમ થયાના બે દિવસ બાદ અહીં જનજીવન પાછુ સામાન્ય થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષાધિકારો ખતમ થયાના બે દિવસ બાદ અહીં જનજીવન પાછુ સામાન્ય થઈ રહ્યુ છે એટલે ગુરુવારે જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવે સરકારી કર્મચારીઓને તત્કાળ પ્રભાવથી કામ પર પાછા આવવાના નિર્દેશ આપી દીધા છે. આ ઉપરાંત સાંબા અને જમ્મુ જિલ્લામાં આજે બધી શાળાઓ પહેલાની જેમ ખુલશે. ચીફ સેક્રેટરી, જમ્મુ કાશ્મીર તરફથી અપાયેલ નિર્દેશમાં કહ્યુ હતુ કે બધા સરકારી કર્મચારી જે ડિવિઝનલ લેવલ, જિલ્લા સ્તર અને શ્રીનગર સચિવાલયમાં કાર્યરત છે તે બધા તાત્કાલિક પ્રભાવથી પોતાની ફરજ પર પાછા આવે.

army jammu

આજે શુક્રવાર છે એવામાં કાશ્મીરના ઘણા ભાગોમાં આજે લોકો નમાઝ માટે બહાર નીકળશે. એવામાં સુરક્ષાબળો સંપૂર્ણપણે તૈનાત છે. જમ્મુ કાશ્મીરમાં નવી વ્યવસ્થા લાગુ થયા બાદ પહેલો શુક્રવાર છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ સોમવારે રાજ્યસભા અને મંગળવારે સંસદમાંથી પાસ થઈ ગયુ. બિલમાં જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવા અને બે અલગ કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાની જોગવાઈ છે. 4 ઓગસ્ટથી રાજ્યમાં ઈન્ટરનેટ અને શાળા કોલેજોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અકળાયુ પાકિસ્તાન

તમને જણાવી દઈએ કે આર્ટિલક 370 ખતમ થયા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. સરકારના નિર્ણયને પાકિસ્તાને ધરમૂળથી ફગાવીને કહ્યુ હતુ કે આના વિરોધમાં બધા સંભવ વિકલ્પ શોધશે. ત્યારબાદ પાકિસ્તાને ભારત સાથે બધા વ્યાપારી સંબંધ તોડી દીધા અને ઘણા વિમાનોના રૂટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો.

કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં

આર્મી ચીફ બિપિન રાવતે ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મુલાકાત કરી હતી. તેમણે રાજનાથ સિંહને મળીને તેમને જમ્મુ કાશ્મીરના ઘટનાક્રમ અને ભારત પાકિસ્તાન સીમા પર ચાલી રહેલ ગતિવિધિઓ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યુ કે કુલ મળીને હવે સ્થિતિ નિયંત્રણમાં છે. રાજ્યમાં સશસ્ત્ર બળ હાઈ એલર્ટમાં છે અને સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

પીએમ મોદીનો કાશ્મીરને સંદેશઃ અમે તમારી સાથે છીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાતે દેશને સંબોધિત કર્યો અને કાશ્મીર વિશે માહિતી આપી. તેમણે જમ્મુ કાશ્મીરના લોકોને વિશ્વાસ અપાવ્યો કે નવી વ્યવસ્થાથી તેમને લાભ થશે અને સમગ્ર ક્ષેત્રમાં નોકરી-વિકાસ-શાંતિના નવા અવસર પેદા થશે.

આ પણ વાંચોઃ કેરળમાં વરસાદે ફરીથી કહેર વર્તાવ્યો, ભૂસ્ખલનમાં 40 લોકો ગાયબ, 10ના મોતઆ પણ વાંચોઃ કેરળમાં વરસાદે ફરીથી કહેર વર્તાવ્યો, ભૂસ્ખલનમાં 40 લોકો ગાયબ, 10ના મોત

English summary
Jammu-Kashmir Govt Directed All The Employees To Get Back To Their Work, Schools In Samba To Open From 9th August
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X