રાજસ્થાનના બિકાનેરમાં હનુમાનની ભૂમિકા ભજવી રહેલ કલાકારનું સ્ટેજ પર જ મોત

Subscribe to Oneindia News

દેશભરમાં રામલીલા અને દશેરાની ઉજવણી વચ્ચે રાજસ્થાનથી એક માઠા સમાચાર છે. અહીંના બિકાનેર જિલ્લામાં રામલીલા દરમિયાન થયેલા એક અકસ્માતમાં હનુમાનની ભૂમિકા ભજવી રહેલ કલાકારનું મોત થઇ ગયુ. 62 વર્ષના ધન્ના રામ હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે રામલીલામાં સંજીવની બૂટી લાવવાનો પ્રસંગ ચાલી રહ્યો હતો.

hanuman

50 ફૂટ ઉપર ગુમાવ્યુ સંતુલન

સંજીવની બૂટી લાવવા માટે હનુમાનની ભૂમિકા ભજવી રહેલા કલાકારને 50 ફૂટ ઉપર એક રસ્સીના સહારે નીચે આવવાનુ હતુ, પરંતુ નીચે આવતા સમયે તેમનું સંતુલન બગડી ગયુ અને તેઓ નીચે પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ તેઓ બચી શક્યા નહિ.

35 વર્ષથી નિભાવી રહ્યા હતા આ ભૂમિકા

જણાવવામાં આવી રહ્યું છે કે ધન્ના રામ છેલ્લા 35 વર્ષથી રામલીલામાં આ ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ પોતાના અભિનય અને સ્ટંટ માટે જાણીતા હતા. ભૂમિકા ભજવતી વખતે તેમણે રસ્સીના સહારે એક છત પરથી બીજી છત પર જવાનું હતુ, પરંતુ આશરે 50 ફૂટની ઉંચાઇ પર તેમનુ સંતુલન બગડી ગયુ.

English summary
artist playing the role of Hanuman in Ramleela dies after getting injured while enacting a scene in Bikaner Rajasthan
Please Wait while comments are loading...