For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રીઓએ કરી સંપત્તિની જાહેરાત, જાણો કોની પાસે કેટલી સંપત્તિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ઓક્ટોબર: મોદી સરકારના બધા 44 મંત્રીઓએ પોતાની સંપત્તિની જાહેરાત કરી દિધી છે. મંત્રીઓએ 72 કરોડની સંપત્તિની સાથે અરૂણ જેટલી સૌથી અમીર મંત્રી છે. કેબિનેટમાં સૌથી ઓછી સંપત્તિ શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂ પાસે છે. 20 લાખ 45 હજારની સંપત્તિવાળા વેંકૈયા નાયડૂ સૌથી ગરીબ મંત્રી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 22 કેબિનેટ મંત્રીઓમાં 17 મંત્રી કરોડપતિ છે. પાંચ કેબિનેટ મંત્રી જે કરોડપતિ નથી, તેમાં ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાન પાસે 39.88 લાખ રૂપિયા, શ્રમ અને રોજગાર મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પાસે 44.90 લાખ રૂપિયાની સંપત્તિ છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પાસે 48.54 લાખ રૂપિયાની સંપત્તિ છે જ્યારે રસાયણ તથા ખાતર મંત્રી અનંત કુમાર પાસે 60.62 લાખ રૂપિયાની સંપત્તિ છે. વેકૈંયા નાયડૂ પાસે 20.45 લાખ રૂપિયાની સંપત્તિ છે. કલરાજ મિશ્ર પાસે 72.11 લાખ રૂપિયાની સંપત્તિ છે.

સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને જુઓ કરોડપતિ મંત્રીઓની વિગત:

મેનકા ગાંધી

મેનકા ગાંધી

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી પાસે 37.68 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

પીયૂષ ગોયલ

પીયૂષ ગોયલ

કોલસા તથા વિજમંત્રી પીયૂષ ગોયલ પાસે 31.67 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

નજમા હેપતુલ્લા

નજમા હેપતુલ્લા

અલ્પસંખ્યક મામલાના મંત્રી નજમા હેપતુલ્લા પાસે 29.70 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ પાસે 2.56 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજ

વિદેશમંત્રી સુષમા સ્વરાજ પાસે 2.73 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ઉપરાંત હરિયાણાના પલવલમાં થોડી ખેતીની જમીન છે.

રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદ

કાયદા અને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદ પાસે 14.91 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

નિતિન ગડકરી

નિતિન ગડકરી

પરિવહન મંત્રી નિતિન ગડકરી પાસે 3.34 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ઉમા ભારતી

ઉમા ભારતી

ઉમા ભારતી પાસે 1.62 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

જુએલ ઉરાંવ

જુએલ ઉરાંવ

આદિવાસી મામલાના મંત્રી જુએલ ઉરાંવ પાસે 1.77 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકર પાસે 1.05 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

રાધામોહન સિંહ

રાધામોહન સિંહ

કૃષિ મંત્રી રાધામોહન સિંહ 2.47 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાની

માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પાસે 4.15 રૂપિયાની સંપત્તિ છે.

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ પાસે 1.03 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

જિતેન્દ્ર સિંહ

જિતેન્દ્ર સિંહ

પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ પાસે 2.67 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

English summary
Prime Minister Narendra Modi has assets worth Rs 1.26 crore while Defence and Finance Minister Arun Jaitley stands out as the richest minister with assets totalling Rs 72.10 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X