For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાતિગતઆરક્ષણની સીમા 50 ટકા હતી, આર્થિક માટે નહિઃ અરુણ જેટલી

જાતિગતઆરક્ષણની સીમા 50 ટકા હતી, આર્થિક માટે નહિઃ અરુણ જેટલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો દાવ રમતાં સામાન્ય વર્ગના ગરીબો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં 10 ટકા આરક્ષણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારે આ આદેશને મંજૂરી અપાવવા માટે આજે લોકસભામાં સંવિધાન સંશોધન બિલ રજૂ કર્યું. આ બિલ પર સંસદમાં ચર્ચા કરવામાં આવી. બિલ પર બોલતાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, આજ સુધી કેટલીય સરકારો આવી જેમણે બિનઆરક્ષિત વર્ગોને આરક્ષણ આપવાની વાત કહી હતી પરંતુ યોગ્ય રસ્તો નહોતો અપનાવ્યો.

50 ટકા આરક્ષણની સીમા જાતિગત હતી

50 ટકા આરક્ષણની સીમા જાતિગત હતી

વિપક્ષી દળોએ આ આરક્ષણને સરકારનું જુમલામ કહેવા પર જેટલીએ કહ્યું કે બિનઆરક્ષિત વર્ગોને આરક્ષણ આપવાના જુમલા તો વિપક્ષોએ આપ્યા હતા, કેમ કે આર્થિક આધાર પર હજુ સુધી યોગ્ય રીતે આરક્ષણ આપવાની કોશિશ કરવામાં આવી નથી. અરુણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસે 2014ના પોતાના ઘોષણાપત્રમાં આર્થિક રૂપે પછાત વર્ગો માટે આરક્ષણનું સમર્થન કરવાની વાત કહી હતી. જેટલીએ સંવિધાનમાં 50 ટકા આરક્ષણના સમર્થનની વાત કહી હતી. જેટલીએ કહ્યું કે સંવિધાનમાં 50 ટકા આરક્ષણની સીમા સામાજિક રીતે પછાત વર્ગો માટે લાગુ છે, આર્થિક રીતે પછાત લોકો માટે આ સીમાદર લાગુ નથી. જાતિ આધારિત આરક્ષણ પર પણ ખાનગી સંસ્થાઓમાં આરક્ષણ માટે આ શબ્દાવલી જ હતી જે આ બિલમાં છે.

આર્થિક રીતે ભેદભાવ ખતમ કરવાની કોશિશ

આર્થિક રીતે ભેદભાવ ખતમ કરવાની કોશિશ

અરુણ જેટલીએ કહ્યું શરૂઆતાં જે સંવિધાન બનાવવામાં આવ્યું હતું તેમાં સેક્યુલર શબ્દ નહોતો. બાદમાં જોવામાં આવ્યો પરંતુ તેમાં બે મહત્વના શબ્દ હતા, 'ન્યાય' અને 'સમાન અવસર ઉપલબ્ધ કરાવવો' છે. પહેલું આરક્ષણ એસસી-એસટી સમુદાય માટે થયું હતું, ઓબીસીને આરક્ષણ આપવામાં આવ્યું તે સમયે ભારે વિવાદ થયો હતો. તેમણે કહ્યું કે સામાનિજ અને આર્થિક રીતે ભેદભાવ ખતમ કરવાની કોશિશ આ બિલ દ્વારા કરવામાં આવી રહી છે.

કમ્યુનિસ્ટ વિરોધ કરી રહ્યા છે

કમ્યુનિસ્ટ વિરોધ કરી રહ્યા છે

તેમણે કહ્યું કે આજે બધા જ નાગરિકને સમાન અવસર આપવાની જરૂરત છે. આર્થિક આધાર પર આરક્ષણ 50 ટકાથી વધુ હોય શકે છે કેમ કે તે જાતિગત આરક્ષણથી અલગ છે. અરુણ જેટલીએ કહ્યું કે રાજ્યોએ પણ આરક્ષણ આપવાની કોશિશ કરી પરંતુ તે સુપ્રીમ કોર્ટમાં જઈને રહી ગયા. આના માટે યોગ્ય રસ્તો ન અપનાવ્યો. તેમણે કહ્યું કે ફરિયાદો કરીને બિલના સમર્થનની જરૂરત નથી, જો સમર્થન કરવું જ હોય તો ખુલ્લા દિલથી આ બિલનું સમર્થન કરો. તેમણે કહ્યું કે ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ગરીબોને કંઈક આપવામાં આવી રહ્યું છે અને કમ્યુનિસ્ટ તેનો વિરોધ કરી રહ્યા છે.

જયંતિ ભાનુશાળી: પત્નીનો ભાજપ નેતા છબીલ પટેલ પર હત્યાનો આરોપજયંતિ ભાનુશાળી: પત્નીનો ભાજપ નેતા છબીલ પટેલ પર હત્યાનો આરોપ

English summary
arun Jaitley on Quota Bill, says Reservation Bill A Move For Equality
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X