For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરના જમાઈ બાબુ કહેવાતા હતા અરુણ જેટલી, જુઓ તેમના લગ્નના ફોટા

અરુણ જેટલીના અંગત જીવનની વાત કરીએ તો તેમણે 24 મે, 1982ના રોજ સંગીતા જેટલી સાથે લગ્ન કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

આજે દેશના પૂર્વ નાણામંત્રી અને ભાજપના કદાવર નેતા અરુણ જેટલીનું નિધન થઈ ગયુ છે જેમણે દિલ્લીની એમ્સમાં બપોરે 12.07 મિનિટે અંતિમ શ્વાસ લીધા છે. તે 66 વર્ષના હતા. તમને જણાવી દઈએ કે જેટલી 9 ઓગસ્ટથી જ એમ્સમાં ભરતી હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી.

જેટલીએ 24 મે 1982ના રોજ સંગીતા જેટલી સાથે લગ્ન કર્યા હતા...

જેટલીએ 24 મે 1982ના રોજ સંગીતા જેટલી સાથે લગ્ન કર્યા હતા...

તેમના અંગત જીવનની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે જેટલીએ 24 મે, 1982ના રોજ સંગીતા જેટલી સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેમને બે બાળકો પુત્ર રોહન અને પુત્રી સોનાલી છે. ઉલ્લેખનીય છે કે સંગીતા જેટલીના પિતા ગિરધારીલાલ ડોગરા જમ્મુ કાશ્મીરના રાજકારણના દિગ્ગજ નેતાઓમાંના હતા. તે 80ના દશકમાં જમ્મુ કાશ્મીર સરકારનાં નાણામંત્રી પણ રહ્યા હતા. આના કારણે જ જેટલીને કાશ્મીરના જમાઈ પણ કહેવામાં આવતા હતા.

જેટલીના પત્નીએ તેમનો એક ગુણ કાપી લીધો હતો

જેટલીના પત્નીએ તેમનો એક ગુણ કાપી લીધો હતો

જેટલીના પુત્રી અને પુત્ર બંને પોતાના પિતાની જેમ વકીલ છે. આ ત્રીજી પેઢી છે જેણે વકીલાતમાં પોતાની કારકિર્દી બનાવી છે. વર્ષ 2018માં તેમની અને તેમની પત્નીનો એક ખૂબ જ રોચક કિસ્સો બધા સામે આવ્યો હતો. વાસ્તવમાં નાણામંત્રી અરુણ જેટલીની પત્ની સંગીતા જેટલીએ બજેટની પ્રશંસા કરતા જેટલીને દસમાંથી નવ ગુણ આપ્યા હતા અને કહ્યુ હતુ કે તે તેમને એક નંબર ‘માનવીય ચૂક'ના કારણે નથી આપી રહ્યા.

આ પણ વાંચોઃ અરુણ જેટલીના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, પરિવારે વિદેશ પ્રવાસ અંગે કરી વાતઆ પણ વાંચોઃ અરુણ જેટલીના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, પરિવારે વિદેશ પ્રવાસ અંગે કરી વાત

જેટલીને શેરો-શાયરીને ખૂબ શોખ હતો

જેટલીને શેરો-શાયરીને ખૂબ શોખ હતો

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ખૂબ જ ગંભીર સ્વભાવના જેટલીને શેરો શાયરીનો ખૂબ શોખ હતો. તેમનો આ અંદાજ ત્યારે જોવા મળ્યો જ્યારે તે બજેટ રજ કરતા હતા તો તેમણે ઘણી વાર શાયરીઓ દ્વારા વિપક્ષને પોતાના નિશાના પર લીધુ હતુ.

2015માં બજેટ રજૂ કરતી વખતે જેટલીએ સંસદમાં આ શાયરી સંભળાવી હતી

કુછ તો ફૂલ ખિલાયે હમને

ઓર કુછ ફૂલ ખિલાને હે

મુશ્કિલ યે હે બાગ મે અબ તક કાંટે કઈ પુરાને હે.

વર્ષ 2016ના બજેટમાં આ શાયરી સંભળાવી હતી

વર્ષ 2016ના બજેટમાં આ શાયરી સંભળાવી હતી

કશ્તી વાલોને જબ હાર કર દી પતવાર હમે

લહર લહર તૂફાન મિલે ઓર મોજ મોજ મજધાર હમે

ફિર ભી દિખાયા હે હમને ઓર ફિર યે દિખા દેંગે સબકો

ઈન હાલાતોમે આતા હે દરિયા કરના પાર હમે...

English summary
arun jaitley passes away he married sangeeta daughter of former jammu kashmir finance minister dogra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X