જેટલી ફોન ટેપિંગ કેસ: 3 પોલીસ સહિત 6ની ધરપકડ

પોલીસનો દાવો છે કે તેણે રાજધાનીમાં ફોન ટેપિંગની મોટી ટોળકીનો પર્દાફાસ કર્યો છે. આ ટોળકી મોટા નેતા, ઓફિસર અને મોટા વેપારીઓના ફોન ટેપ કરવાના કામમાં લાગી હતી.
આ રેકેટને ફોન ટેપિંગનો હવાલો આપનાર બિઝનેસ અને રાજકારણના મોટા નામ બતાવવામાં આવી રહ્યા છે. પોલીસને એ વાતની આશંકા છે કે દિલ્હીમાં અરૂણ જેટલીની જેમ 50થી વધારે મહત્વની હસ્તીઓના ફોન ટેપ કરવામાં આવ્યાની સંભાવના છે.
આ મામલામાં દિલ્હી પોલીસે 14 ફેબ્રુઆરીના રોજ કેસ ફાઇલ કર્યો હતો. આ પહેલા કેસની તપાસમાં લાગેલી સ્પેશિયલ સેલે પાર્લિયામેન્ટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અરવિંદ ડબાસ સહિત 3 જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. અરવિંદ ડબાસે એસીપી ઓપરેશનના નામ પર અરૂણ જેટલીના ફોન કોલ ડીટેલ્સ એક ખાનગી ટેલિકોમ કંપની પાસે કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો.












Click it and Unblock the Notifications
