For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધીને ટિકિટ ન આપવા અંગે જેટલીએ કર્યો કટાક્ષ, ‘બંધ મુઠ્ઠી લાખની ખુલી ગઈ તો ખાકની'

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ગુરુવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને વારાણસીથી ઉમેદવાર નહિ બનાવવા પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ગુરુવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને વારાણસીથી ઉમેદવાર નહિ બનાવવા પર દુઃખ વ્યક્ત કર્યુ છે. વાસ્તવમાં અટકળો લગાવવામાં આવી રહી હતી કે પ્રિયંકા વારાણસીમાં પીએમ મોદી સામે ચૂંટણી લડી શકે છે પરંતુ ગુરુવારે પીએમ મોદીના રોડ શો પહેલા એક વાર ફરીથી કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપીને પીએમ મોદી સામે મેદાનમાં ઉતારી દીધા. કોંગ્રેસના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા જેટલીએ કહ્યુ કે હું કોંગ્રેસ પાર્ટીથી ઘણો દુઃખી છુ. જે રીતે પાર્ટીએ પ્રિયંકા ગાંધીને વારાણસીથી ઉમેદવાર નથી બનાવ્યા તે દુ-ખદ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે 'બંધ મુઠ્ઠી લાખની ખુલી ગઈ તો ખાકની.'

આ પણ વાંચોઃ Live: પીએમ મોદી આજે વારાણસીથી કરશે નામાંકન, જોડાશે એનડીએના દિગ્ગજ નેતાઆ પણ વાંચોઃ Live: પીએમ મોદી આજે વારાણસીથી કરશે નામાંકન, જોડાશે એનડીએના દિગ્ગજ નેતા

અજય રાય બન્યા કોંગ્રેસના ઉમેદવાર

અજય રાય બન્યા કોંગ્રેસના ઉમેદવાર

જેટલીએ એક બ્લૉગ દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધીને લખ્યુ કે વાયનાડમાં શરણાર્થી, વારાણસીથી ભાગ્યો એક શરણાર્થી, કહાની એક વંશવાદ પરિવારની. તેમણે આમાં લખ્યુ કે છેલ્લા બે મહિનાથી પ્રિયંકા ગાંધી લોકોની વચ્ચે છે. ભારતમાં હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. વંશવાદના અર્થ ખતમ થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીની હવાની પોલ ખુલી ગઈ છે. સૂત્રોની માનીએ તો પ્રિયંકા ગાંધીને વારાણસીથી મેદાનમાં નહિ ઉતારવાનો નિર્ણય તેમના પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો છે.

રાહુલ-સોનિયા વિરોધમાં

રાહુલ-સોનિયા વિરોધમાં

વાસ્તવમાં ફેબ્રુઆરી મહિનાથી જ્યારથી પ્રિયંકા ગાંધી સંપૂર્ણપણે સક્રિય રાજકારણમાં આવ્યા છે ત્યારબાદથી આ રીતનો સંદેશ આપવાની કોશિશ થઈ રહી હતી કે પાર્ટી તરફથી પ્રિયંકા ગાંધી આ વખતે ચૂંટણી લડી શકે છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો માનવામાં આવી રહ્યુ હતુ કે પ્રિયંકા ગાંધી પીએમ મોદીને વારાણસીમાં પડકારી શકે છે પરંતુ રાહુલ ગાંધીએ અંતિમ સમયે આ નિર્ણય બદલી દીધો.

પાર્ટીના નેતાઓનો હતો મત

પાર્ટીના નેતાઓનો હતો મત

કોંગ્રેસ પાર્ટીના નેતાઓનું કહેવુ હતુ કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડે તો આ બહુ મોટો મુકાબલો બની જશે અને આની દેશભરમાં અસર પડશે. સૂત્રોની માનીએ તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આના પક્ષમા નહોતા કે પોતાની પહેલી જ ચૂંટણીમાં પ્રિયંકા પીએમ મોદીને પડકારે. જેટલીએ પોતાના બ્લૉગમાં લખ્યુ કે મને એનો પૂરો વિશ્વાસ છે કે વારાણસીના લોકો વંશવાદના રાજકારણના બદલે પહેલેથી ટેસ્ટ કરવામાં આવેલા, સફળ નેતાને મોકો આપશે.

English summary
Arun Jaitley takes on Congress for not giving ticket to Priyanka Gandhi from Varanasi against PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X