For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે જ્યારે આ મોટા નિર્ણયોની વાત થશે, અરુણ જેટલીને દેશ યાદ કરશે

અરુણ જેટલીના નાણામંત્રીના કાર્યકાળમાં ઘણા એવા આર્થિક નિર્ણયો લેવામાં આવ્યા જેમના માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે દિલ્લીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) નાં નિધન થઈ ગયુ છે. તે લાંબા સમયથી બિમાર હતા. એમ્સે એક નિવેદન જારી કરીને કહ્યુ છે કે તે ખૂબ દુઃખ સાથે સૂચિત કરી રહ્યા છે કે 24 ઓગસ્ટના રોજ 12 વાગીને 7 મિનિટે માનનીય સાંસદ અરુણ જેટલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. એમ્સના વરિષ્ઠ ડૉક્ટર તેમનો ઈલાજ કરી રહ્યા હતા. જેટલી હંમેશા પોતાના સારા કામો માટે ઓળખવામાં આવશે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં અરુણ જેટલીની મોટી ભૂમિકા હતી. તેમના નાણામંત્રીના કાર્યકાળમાં ઘણા એવા આર્થિક નિર્ણયો લેવામાં આવ્યા જેમના માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

નોટબંધી

નોટબંધી

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના જ કાર્યકાળમાં 8 નવેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીનુ એલાન કર્યુ હતુ. જે હેઠળ પીએમ મોદીએ 1000 અને 500 રૂપિયાની નોટોને બંધ કરવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ પેદા થયેલી સ્થિતિને જેટલી બેંકો સાથે સમન્વય કરીને ઉકેલી અને નોટબંધીને સફળ બનાવી.

આ પણ વાંચોઃ અરુણ જેટલી પ્રોફાઈલઃ છાત્ર નેતા, દેશના સૌથી મોંઘા વકીલથી નાણામંત્રી સુધીની સફરઆ પણ વાંચોઃ અરુણ જેટલી પ્રોફાઈલઃ છાત્ર નેતા, દેશના સૌથી મોંઘા વકીલથી નાણામંત્રી સુધીની સફર

જીએસટી

જીએસટી

જીએસટીનો અર્થ છે એક રાષ્ટ્ર, એક ટેક્સ. પરંતુ આને લાગુ કરવા માટે અંતિમ નિર્ણય લેવાનો સરળ નહોતો. ગઈ સરકારોમાં આના પર માત્ર ચર્ચા થઈ હતી. પરંતુ હિંમત અરુણ જેટલીએ બતાવી હતી. આજે દેશમાં જીએસટીની ગાડી યોગ્ય રીતે પાટા પર દોડી રહી છે તો તેનો શ્રેય અરુણ જેટલીને જાય છે. આ નવી ટેક્સ સિસ્ટમમાં બધી વસ્તુઓ માટે હવે અલગ અલગ ટેક્સ નથી આપવો પડતો. આ પહેલા 1991માં અર્થવ્યવસ્થા માટે ઉદારીકરણનો મોટો નિર્ણય લેવામાં આવ્યોહતો. જીએસટી આર્થિક ક્ષેત્રમાં સુધાર માટે સૌથી મોટુ પગલુ છે જેને લાગુ કરવા માટે અરુણ જેટલીને હંમેશા યાદ કરવામાં આવશે.

જનધન યોજના

જનધન યોજના

દેશના બધા પરિવારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના પરિવારો સુધી બેંકિંકગ સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ્યથી અરુણ જેટલીના કાર્યકાળમાં 28 ઓગસ્ટ 2014ના રોજ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ થઈ હતી. આ યોજના હેઠળ લોકોના ઘરે ઘરે જઈને બેંકના ખાતા ખોલવામાં આવ્યા હતા. આંકડા અનુસાર જનધન યોજના હેઠળ અત્યાર સુધી લગભગ 33 કરોડ જનધન ખાતા ખોલવામાં આવી ચૂક્યા છે. આમાં 50 ટકાથી વધુ ખાતા મહિલાઓના છે.

આયુષ્માન ભારત યોજના

આયુષ્માન ભારત યોજના

મોદી સરકાર ‘આયુષ્માન ભારત યોજના'ને એક મોટી ઉપલબ્ધિ ગણવામાં આવે છે. આની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવે છે. આયુષ્માન ભારત યોજનાને જન આરોગ્ય યોજનાના નાને પણ બોલાવવામાં આવે છે. અરુણ જેટલીએ 2018-19 માટે સામાન્ય બજેટ રજૂ કરીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાને લોકસભા ચૂંટણી 2019માં ભાજપ માટે સંજીવનીનું કામ કર્યુ. આયુષ્માન યોજના હેઠળ આવતા પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની રોકડ રહિત(કેશલેસ) આરોગ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારની માનીએ તો દેશમાં 10 કરોડ પરિવારોના 50 કરોડ સભ્યોને આ યોજનાનો લાભ મળશે. તેને ચાલુ કરવાં જેટલીની મોટી ભૂમિકા હતી.

કેશ ટ્રાન્સફર સ્કીમ

કેશ ટ્રાન્સફર સ્કીમ

દેશમાં ગરીબોને ફાયદો પહોંચાડવા માટે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવામાં આવી રહી હતી. આમાં ભ્રષ્ટાચારની મોટી ફરિયાદો હતી. તત્કાલિન મનમોહન સરકારે સબસિડીમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને રોકવા માટે લાભાર્થીઓને સીધા બેંક ખાતામાં સબસિડીના પૈસા આપવાની યોજના બનાવી હતી. આ યોજનાને લાગુ પણ કરવામાં આવી. આજે બધી યોજનાની સબસિડી સીધા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

English summary
Arun Jaitley- The ‘Troubleshooter’ Of Narendra Modi Govt, Here are his major achievements as Finance Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X