For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી

મોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત હાંસલ કરીને ફરી ચૂંટાયેલ એનડીએએ ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર બનાવી લીધી છે. ગુરુવારે સરકારના નવા મંત્રિમંડળના શપથ ગ્રહણ બાદ પીએમ મોદીએ શુક્રવારે મંત્રિઓની વ્ચચે વિભાગની વહેંચણી કરી. નવા મંત્રિમંડળમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રી, રાજનાથ સિંહને રક્ષા મંત્રી અને નિર્મલા સીતારમણને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. મંત્રિમંડળની આ વહેંચણીની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા. જણાવી દઈએ કે પીએમ મોદી અને અમિત શાહને લઈ અરવિંદ કેજરીવાલે એક ભવિષ્યવાણી કરી હતી જે શુક્રવારે સાચી સાબિત થઈ.

કેજરીવાલની ભવિષ્યવાણી

કેજરીવાલની ભવિષ્યવાણી

હકીકતમાં મામલો એ છે કે લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 મેના રોજ એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં કેજરીવાલે કહ્યું હતું કે દેશવાસીઓ, વોટ આપતી વખતે વિચારજો. જો મોદી બીજી વખત પીએમ બનશે તો અમિત શાહ ગૃહ મંત્રી હશે. જે દેશના ગૃહમંત્રી અમિત શાહ હોય તે દેશનું શું થશે, એમ વિચારીને જ વોટિંગ કરશે. હવે જ્યારે કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર બની ચૂકી છે અને અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવતાં અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. અરવિંદ કેજરીવાલના આ ટ્વીટને લઈ સોશિયલ મીડિયા પર લોકો ભારે કોમેન્ટ્સ કરી રહ્યા છે.

દિલ્હીમાં સાતેય સીટ પર હાર

દિલ્હીમાં સાતેય સીટ પર હાર

જણાવી દઈએ કે દિલ્હીમાં સાતેય લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીને આકરી હાર મળી છે. સૌથી વધુ ચર્ચિત પૂર્વી દિલ્હી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ સિંહ લવલીને 3 લાખથી વધુ વોટથી હરાવી જીત હાંસલ કરી છે. આ સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી માર્લેના ત્રીજા નંબર પર રહી. ચૂંટણી પહેલા પૂર્વી દિલ્હીથી કેટલાક વિસ્તારોમાં આતિશી માર્લેનાને લઈ કેટલાક વિવાદિત પત્રાકળાં વહેંચવામાં આવ્યાં હાં, જેને લઈ ભાજપ અને આપના નેતાઓમાં ભારે આરોપ-પ્રત્યારોપ લગાવવા શરૂ તઈ ગયા હતા. જ્યારે આ ચૂંટણીમાં ઉત્તર પશ્ચિમ દલિ્હી સીટ પર ભાજપના ઉમેદવાર હંસરાજ હંસ, ચાંદની ચોક લોકસભા સીટ પર ડૉ. હર્ષવર્ધન, નવી દિલ્હી લોકસભા સીટ પર મીનાક્ષી લેખી, દક્ષિણ દિલ્હી સીટ પર રમેશ બિઘૂડી અને ઉત્તર પૂર્વી દિલ્હી સીટ પર દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ જીત હાંસલ કરી.

નવી કેબિનેટમાં આ છે મહત્વના મંત્રી

નવી કેબિનેટમાં આ છે મહત્વના મંત્રી

ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના નવા મંત્રિઓની વચ્ચે વિભાગની વહેંચણી કરી. પીએમ મોદીની નવી કેબિનેટમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને દેશા નવા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે, રાજનાથ સિંહનું મંત્રાલય બદલાવતા તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રહ્લાદ જોશીને સંસદીય કાર્ય મંત્રી જ્યારે પૂર્વ રક્ષામંત્રી નિર્મલા સીતારમણને નવી સરકારમાં નાણામંત્રી બનાવામાં આવ્યાં છે. આ ઉપરાંત નીતિન ગડકરીને રોડ પરિવહન અને રાજ્યમાર્ગ તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. અમેઠીથી જીતેલ સાંસદ સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ અને કપડા મંત્રાલયની જવાબારી સોંપવામાં આવી છે.

પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા આ મહત્વના મંત્રાલય, જાતે જોશે આનુ કામકાજપીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા આ મહત્વના મંત્રાલય, જાતે જોશે આનુ કામકાજ

English summary
arvind kejariwal predicted way before election that amit shah will be home minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X