For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી હિંસા પર હંગામા વચ્ચે આજે પીએમ મોદીને મળશે સીએમ કેજરીવાલ

દિલ્હી હિંસા પર હંગામા વચ્ચે આજે પીએમ મોદીને મળશે સીએમ કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે પીએમ મોદી સાથે મુલાકાત કરશે. અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી વચ્ચે આ મુલાકાત પ્રધાનમંત્રી કાર્યાલયમાં સવારે 11 વાગ્યે થશે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા પાછલા મહિને વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવાયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મીટિંગ હશે.

narendra modi

એવી અટકળો છે કે બંને નેતાઓ વચ્ચે દિલ્હી હિંસાને લઈને પણ વાત થઈ શકે છે. દિલ્હી ચૂંટણીમાં જીત બાદ અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગના તરત બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટર પર કહ્યું હતું, ગૃહમંત્રી અમિત શાહ સાથે આજે મુલાકાત કરી જે બહુ સારી રહી. તેમની સાથે દિલ્હી સાથે જોડાયેલા કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે બંને આ વાત પર સહમત હતા કે દિલ્હીના વિકાસ માટે મળીને કામ કરશું.

દિલ્હીમાં કૃષ્ણ મેનન માર્ગમાં સાહના નિવાસ પર કેજરીવાલ સાથે 20 મિનિટ સુધી આ બેઠક ચાલી હતી. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. જ્યારે અરવિંદ કેજરીવાલે હાલમાં જ કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી સાથે પણ મુલાકાત કરી હતી. અરવિંદ કેજરીવાલે પાછલા મહિને સતત ત્રીજીવાર દિલ્હીના સીએમ પદના શપથ લીધા છે.

FB છોડી રહ્યા છે PM મોદી? ક્યારેક ઝુકરબર્ગે પીએમ મોદી માટે બદલી હતી તેમની પ્રોફાઈલ પિક્ચરFB છોડી રહ્યા છે PM મોદી? ક્યારેક ઝુકરબર્ગે પીએમ મોદી માટે બદલી હતી તેમની પ્રોફાઈલ પિક્ચર

ગત મહિનાની 11 ફેબ્રુઆરીએ આવેલ ચૂંટણી પરિણામોમાં દિલ્હીની 70 સીટમાંથી 62 પર જીત નોંધાવી આમ આદમી પાર્ટીએ જબરદસ્ત વાપસી કરી હતી. જ્યારે આ ચૂંટણીમાં ભાજપે માત્ર 8 સીટથી જ સંતોષ માનવો પડ્યો હતો. પાર્ટીને પાછલી વિધાનસભા ચૂંટણીમાં 3 સીટ પર જ જીત મળી હતી. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું. આ વખતે પણ પાર્ટી ખાતું નહોતું ખોલી શકી. પાર્ટી 2015ની ચૂંટણીમાં પણ એક સીટ પણ નહોતી જીતી શકી.

English summary
arvind kejariwal to meet pm narendra modi first time after election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X