For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Agriculture Bills પર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, બોલ્યા- ભાજપ લઘુમતમાં છે

Agriculture Bills પર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, બોલ્યા- ભાજપ લઘુમતમાં છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કૃષિ બિલ પર સંસદથી લઈ રસ્તાઓ સુધી બબાલ મચેલી છે, આ છતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યસભામાં ત્રણ બિલ રજૂ કર્યાં છે. જેનો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વિરોધ કર્યો છે. કેજરીવાલે રવિવારે ટ્વીટ કરતા લખ્યું, 'રાજ્યસભામાં ભાજપ અલ્પમતમાં છે.' જણાવી દઈએ કે કેજરીવાલે 18 સપ્ટેમ્બરે પણ ટ્વીટ કરી તમામ બિન ભાજપી પાર્ટીઓને વિનંતી કરી હતી કે તેઓ રાજ્યસભામાં એકજુટ થઈ આ બિલનો વિરોધ કરે.

arvind kejariwal

ભાજપ સરકાર લઘુમતમાં

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં રજૂ કરાયેલ ત્રણેય કૃષિ બિલનો વિરોધ કરતાં ટ્વીટ કર્યું છે. કેજરીવાલે લખ્યું, ભાજે આખા દેશના ખેડૂતોની નજર રાજ્યસભા પર છે. રાજ્યસભામાં ભાજપ લઘુમતમાં છે. મારી તમામ બિન ભાજપી પાર્ટીઓને અપીલ છે કે બધા મળી આ ત્રણેય બિલને હરાવે, દેશનો ખેડૂત પણ આવું જ ઈચ્છે છે.

વૉકઆઉટનો ડ્રામા ના કરેઃ કેજરીવાલ

એટલું જ નહિ, કેજરીવાલે આની સાથે જ પોતાના 18 સપ્ટેમ્બરે કરાયેલા ટ્વીટને રિટ્વીટ કર્યું છે જેમાં લખ્યું કે, 'કેન્દ્રના ત્રણેયે બિલ ખેડૂતોને મોટી કંપનીઓના હાથે શોષણ માટે છોડી દેશે. મારી તમામ બિન ભાજપી પાર્ટીઓને વિનંતી છે કે રાજ્યસભામાં એકજુટ થઈ આ બિલનો વિરોધ કરે, સુનિશ્ચિત કરે કે તમારા તમામ એમપી હાજર રહે અને વૉકઆઉટનો ડ્રરામા ના કરે. આખા દેશના ખેડૂતો તમને જોઈ રહ્યા છે.'

આ બિલ પર સહમતિ ખેડૂતોના ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરવા જેવુંઃ કોંગ્રેસ

જ્યારે કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે, આ બિલ હિન્દુસ્તાન અને ખાસ રીતે પંજાબ, હરિયાણા અને વેસ્ટર્ન યૂપીના જમીનદારોની વિરુદ્ધ છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોનુ્ં માનવું છે કે આ બિલ તેમની આત્મા પર હુમલા સમાન છે. આ બિલ પર સહમતિ ખેડૂતોના ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરવા જેવું હશે. ખેડૂતો એપીએમસી અને એમએસપીમાં બદલાવની વિરુદ્ધ છે.

English summary
arvind kejariwal urge non bjp members to appose agriculture bill in rajya sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X