આખરે કેજરીવાલે બેલ બોન્ડનું કોર્ટનું સૂચન સ્વીકાર્યું
નવી દિલ્હી, 27 મે : આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આ કેસમાં જામીન મેળવી શકાય તે માટેના પર્સનલ બોન્ડ સુપરત કરવા દિલ્હી હાઈ કોર્ટના સૂચનનો આજે સ્વીકાર કર્યો છે.
ન્યાયમૂર્તિઓ કૈલાશ ગંભીર અને સુનિતા ગુપ્તાની વિભાગીય બેન્ચે કેજરીવાલે તેમને અદાલતી કસ્ટડીમાં રાખવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી નોંધાવેલી અરજી પરની સુનાવણી વખતે કેજરીવાલને કહ્યું હતું કે તમે બોન્ડની રકમ ન ચૂકવી જેલમાં જ રહેવાને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવો. તમારે પહેલા જામીન મેળવી લેવા જોઈએ. ન્યાયાધીશોએ કેજરીવાલને કહ્યું હતું કે તમે પર્સનલ બોન્ડ રજૂ કરો અને જેલમાંથી છૂટકારો મેળવવો જોઇએ.

આજે સવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી ન હતી. કોર્ટે જામીન અરજીની સુનવણી કરતા સમયે જામીન બોન્ડ ભરવાનો જ આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે ભાજપના નેતા નીતિન ગડકરી સામે માનહાનિના કેસમાં તેઓ તિહાર જેલમાં બંધ છે.
કેજરીવાલને એ સમયે જેલ મોકલવામાં આવ્યા હતા, જ્યારે તેમણે પોતાની વિરુદ્ધ નોંધાયેલા માનહાનિ કેસમાં બેલ બોન્ડની રકમ ભરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમને કાયદાની ખોટી વ્યાખ્યા કરીને ખોટી રીતે ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.
આ અરજી તેમના વકીલ પ્રશાંત ભૂષણે ન્યાયાધિશ બી ડી અહેમદ અને એસ મૃદુલની પીઠ સમક્ષ નોંધાવી હતી. પીઠે જણાવ્યું કે આ અરજી પર આગલી સુનવણી આવતા મંગળવારે કરવામાં આવશે. આ અરજીમાં મેજિસ્ટ્રેટ અદાલતના 21 મે અને 23 મેના નિર્ણયોની પડકારવામાં આવ્યા હતા, જેમાં કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે અમ કરવું જરૂરી નથી. તેમને લેખિતમાં સોગંદનામુ આપવાની અનુમતિ આપવી જોઇતી હતી. કેજરીવાલની વિરુદ્ધ અપરાધિક માનહાનિનો આ કેસ ભાજપના નેતા નીતિન ગડકરીએ નોંધાવ્યો હતો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
