For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 6 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી, CM કેજરીવાલે કર્યુ એલાન

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીનો દેશના અન્ય રાજ્યોમાં વિસ્તાર કરવાનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીનો દેશના અન્ય રાજ્યોમાં વિસ્તાર કરવાનુ એલાન કર્યુ છે. તેમણે ગુરુવારે આ 6 રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડવાનુ એલાન કર્યુ છે. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં આ બાબતની માહિતી આપી.

arvind kejiriwal

તેમના નિવેદનનો સીધો અર્થ છે કે પાર્ટી દિલ્લીમાં પોતાની ખુરશી સુરક્ષિત કર્યા બાદ રાષ્ટ્રીય સ્તરે પોતાનો વિસ્તાર કરવા માંગે છે. પાર્ટી AAPના નેતાઓને રાજ્યવાર જવાબદારીઓ આપવાની તૈયારીમાં છે જેના માટે આપ નેતા રાઘવ ચઢ્ઢાને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને આતિશી માર્લેનને ગુજરાતમાં પાર્ટીનો વિસ્તાર કરવાની જવાબદારી આપવામાં આવી છે. દિલ્લીના ધારાસભ્ય દિનેશ મોહનિયા ઉત્તરાખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આ બધા રાજ્યોમાં ચૂંટણી 20212માં થવાની છે. ડિસેમ્બરમાં કેજરીવાલે એલાન કર્યુ હતુ કે તેમની પાર્ટી 2022માં ઉત્તર પ્રદેશમાં થવા જઈ રહેલ વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે. કેજરીવાલે ગુરુવારે દિલ્લીના કાપસહેડામાં થયેલા આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કહ્યુ, 'આખા દેશની જનતા દિલ્લીમાં સુશાસનની ચર્ચા કરે છે. આખો દેશ દિલ્લીની જેમ વિજળી અને પાણી પર સબસિડી અને કલ્યાણકારી યોજનાઓ ઈચ્છે છે. આપણે આ ખીણને પૂરવાની જરૂર છે. તેના માટે આપણે એક મજબૂત સંગઠન બનાવવાની જરૂર છે. આવતા બે વર્ષોમાં અમારી પાર્ટી ઉત્તર પ્રદેશ, ઉત્તરાંખંડ, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી લડશે.. લોકો તૈયાર છે અને અમારે બસ તેમના સુધી પહોંચવાનુ છે.'

'પેન્ટની ઝીપ ખોલવી અને હાથ પકડવો પૉક્સો એક્ટ હેઠળ ગુનો નથી''પેન્ટની ઝીપ ખોલવી અને હાથ પકડવો પૉક્સો એક્ટ હેઠળ ગુનો નથી'

English summary
Arvind Kejriwal announced to contest assembly elections in these 6 states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X