• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: ફ્લૉપ રહ્યો અરવિંદ કેજરીવાલનો બેંગ્લોર રોડ શો

By Kumar Dushyant
|

બેંગ્લોર, 15 માર્ચ: અણ્ણા હઝારેએ જ્યારે-જ્યારે બેંગ્લોરમાં પગ માંડ્યો, ત્યારે ત્યારે ભ્રષ્ટાચાર વિરોધીઓએ તેમના કાર્યક્રમોમાં જોરદાર ભાગ લીધો, પરંતુ આજે અરવિંદ કેજરીવાલનો રોડ શો જોઇને એવું લાગ્યું, જાણે અણ્ણા હઝારેથી અલગ થયા પછી તેમની લહેર સમાપ્ત થઇ ગઇ છે. જી હાં તમે ખરેખર સાચું સમજ્યા, અરવિંદ કેજરીવાલનો બેંગ્લોર રોડ શો આજે ફીક્કો લાગી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે શનિવારે બેંગ્લોરમાં પોતાનો રોડ શો કર્યો. તે 17 એપ્રિલના ચોથા તબક્કાની ચૂંટણીમાં પાર્ટી દ્વારા પોતાની કિસ્મત અજવામી રહેલા ઉમેદવારો માટે અહીં પ્રચાર કરી રહ્યાં છે. આપના પ્રવક્તાના અનુસાર 'અરવિંદ કેજરીવાલના પહેલાં રોડ શોને ઉત્સુક ભીડ અને યુવાનોને પોતાની આકર્ષિત કર્યા હતા, જેમાં લોકસભાની ત્રણ સીટોની દોડમાં સામેલ આપણા ઉમેદવારો માટે તૈયાર કરી રહેલા કાર્યકર્તા પણ છે.'

પાર્ટી તરફથી બેંગ્લોર મધ્યથી ઉમેદવાર ઇન્ફોસિસના પૂર્વ કર્મચારી વી.બાલકૃષ્ણન, બેંગ્લોર દક્ષિણથી નીના નાયક, બેંગ્લોર ઉત્તરથી બાબૂ મૈથ્યૂ અને પ્રદેશ સંયોજક પૃથ્વી રેડ્ડી સહિત અરવિંદ કેજરીવાલના ખુલ્લા વાહન પર ઉભા રહીને લોકોનું અભિવાદન કરી રહ્યાં હતા. ઉત્તર-પશ્વિમ ઉપનગરીય વિસ્તારમાં હેબ્બલથી આકરી સુરક્ષા વચ્ચે અરવિંદ કેજરીવાલનો રોડ શો શરૂ થયો અને બપોરે સુધી શહેરના ગંગાનગર, આર ટી નગર, જયમહલ, કેંટ અને ક્વીન રોડ તરફથી પસાર થયો. આપના કાફલામાં કાર્યકર્તાઓની સંખ્યાબંધ મોટરસાઇકલ સામેલ હતી.

કેજરીવાલનો રોડ શો

કેજરીવાલનો રોડ શો

રંજને કહ્યું હતું કે 'અમે પોલીસ દ્વારા ખાલી કરાવવામાં આવેલા રસ્તા પર આચાર સંહિતા અનુસાર નક્કી કરવામાં આવેલા વાહનોની સાથે રોડ શો કરી રહ્યાં છીએ. અમારા કાફલાની આગળ અને પાછળ વાહન અમારા પ્રસંશકો સહિત સામાન્ય જનતા પણ હતી, જે અમારા નેતાના પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરી રહી છે.

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ

દર બે-ત્રણ કિલોમીટર પર રોકાતાં અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર, મોંઘવારી, દાગી રાજનેતાઓ અને ઘોર પૂંજીવાદ વિરૂદ્ધ પોતાની લડાઇમાં સામાન્ય પ્રજાનું સમર્થન માંગ્યું.

શહેર પાસે આશા

શહેર પાસે આશા

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'મને આશા છે કે આ પ્રસિદ્ધ શહેરના બુદ્ધિમાન અને સમજદાર લોકો દેશને મહામારીથી બચાવવામાં અમારી સાથે જોડાઇને અમારી પાર્ટીની લડાઇને મજબૂતી પુરી પાડશે.'

લાંબી યાત્રા પર કેજરીવાલ

લાંબી યાત્રા પર કેજરીવાલ

ત્રણ લોકસભાની સીટો પરથી પસાર થયા બાદ રોડ શો શનિવારે સાંજે શહેરના મધ્ય સ્થિત વાર મેમોરિયલ પર સંપન્ન થયો. અરવિંદ કેજરીવાલ બે દિવસીય યાત્રાના પહેલાં દિવસે શનિવારે ધન એકઠું કરવા માટે એક હોટલમાં રાત્રિ ભોજનનું આયોજન કરશે.

આગામી પડાવ ચિક્કાબાલાપુર

આગામી પડાવ ચિક્કાબાલાપુર

તે રવિવારે ચિક્કાબાલાપુર માટે રવાના થશે, જ્યાં તે રોડ શો કરશે તથા જનસભા કરશે. આ પછાત જિલ્લાથી પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી એમ.વીરપ્પા મોઇલી વર્તમાનમાં સાંસદ છે.

ફ્રીડમ પાર્કમાં રેલી કરશે

ફ્રીડમ પાર્કમાં રેલી કરશે

રવિવારે બપોરે પરત ફર્યા બાદ અરવિંદ કેજરીવાલ અહીં ફ્રીડમ પાર્કમાં એક રેલીને સંબોધિત કરશે.

English summary
Aam Admi Party leader Arvind Kejriwal's road show in Bangalore has been totally went flopped today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more