Exclusive: સિતારાઓએ કરી મદદ, હીરો બની ગયા કેજરીવાલ

બેંગ્લોરઃ આજે દિલ્હીના રાજાનું નામ ફાઇનલ થઇ ગયુ છે, જો બધુ નક્કી કર્યાનુસાર થયુ તો 26 ડિસેમ્બરે દિલ્હીમાં રાજની તાજપોશી કરવામાં આવશે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની, જેઓ દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આજે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો છે. હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે.

aamadmiparty-kejriwal-hero
આઝાદીના આટલા વર્ષો બાદ દેશના રાજકારણે એવી કરવટ બદલી છે, જેને માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશના રાજકારણને હલાવી દીધું છે. આજે દેશના દિલ પર જે વ્યક્તિ રાજ કરી રહવા જઇ રહી છે, તે ના તો કોઇ રાજકારણ ઘરાણામાંથી આવે છે, ના તો કોઇ પાર્ટીની દેન છે. અરવિંદ કેજરીવાલ એ ચહેરો છે, જેણે દેશના ભ્રષ્ટ સિસ્ટમને બદલવા માટે જન્મ લીધો છે.

કોઇ હિન્દી ફિલ્મના હીરોની જેમ અરવિંદ કેજરીવાલ લોકોની સામે આવ્યા અને ધીરે-ધીરે ઝીરોમાંથી હીરો બની ગયા. તેમની સચ્ચાઇ, ઇમાનદારી, સાદગી, સ્પષ્ટવાદિતા તથા તીક્ષ્ણ બુદ્ધિથી લોકો પ્રભાવિત થયા, લોકોને લાગ્યુ કે કોઇ છે જે તેમનું સાંભળશે, આમ ગરીબ આદમી પણ કેજરીવાલની વાતો પર વિશ્વાસ કરી લેશે અને જેનું પરિણામ આપણી સામે છે.

તમને જાણીને હેરાની થશે કે એક સાધારણ વ્યક્તિત્વવાળા અરવિંદ કેજરીવાલના કર્મોએ તો તેમને હીરો બનાવ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને ઝીરોમાંથી હીરો બનાવવામાં તેમના સિતારાઓએ પણ કામ કર્યું છે. અંકજ્યોતિષના હિસાબે અરવિંદ કેજરીવાલના સિતારા કહે છે કે, આવનારા વર્ષ 2014માં તે પરિવર્તનની એક નવી કહાણી લખશે, જેની શરૂઆત થઇ ચૂકી છે. દેશની ભ્રષ્ટ થઇ ગયેલી છબીને બદલવાની ક્ષમતા રાખતા અરવિંદ કેજરીવાલ માટે આવનારો સમય ઘણો ભાગ્યશાળી છે.

આ વર્ષે તેમની મહેનતને એક નવા આયામ મળશે. અંકજ્યોતિષની વાત માનીએ તો અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઑગષ્ટ 1968એ થયો છે. 16 એટલે કે 1+6=7 એટલે મુળાંક 7 અને વર્ષ 2014 મુળાંક 7વાળાઓ માટે સ્વર્ણિમ યુગ લઇને આવી રહ્યો છે. કારણ કે આ સંયોગ જ છે કે 2014 એટલે કે 2+0+1+4=7 એટલે કે મુળાંક 7.

આવું ભાગ્યેજ જોવા મળે છે કે જન્મતિથિ અને વર્ષનો યોગ એક જ હોય અને જેમનો યોગ એક હોય છે, તે વિરલા પણ હોય છે, જેમને કુદરત અને સિતારાઓ તરફથી અભૂતપૂર્વ વ્યક્તિત્વ અને મુકામ હાંસલ થાય છે. જેના કારણે અરવિંદ કેજરીવાલ આજે દેશના આમ આદમીમાંથી ખાસ આદમી બની ગયા છે.

જ્યોતિષિઓની ભવિષ્યવાણીઓ અને દાવા કેટલા સાચા સાબિત થાય છે તે તો આવનારા કેટલાક મહિનાઓમાં જ માલુમ થઇ જશે, પરંતુ તેમાં કોઇ શંકા નથી કે આજે દેશના રાજકારણના નાયક દેશના આમ આદમી એટલે કે અરવિંદ કેજરીવાલ છે, જેમની પાસેથી દિલ્હી જ નહીં દેશની જનતાને ઘણી આશાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X