ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ થયા સીએમ કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ટ્વિટર પર તો એક્ટિવ હતા જ પરંતુ હવે તેઓ ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ થઇ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ઘ્વારા હાલમાં જ દિલ્હીવાસીઓ સાથે મુલાકાત કરીને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. ચાર વોલેન્ટિયર ટીમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મોનિટર કરે છે. આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઘ્વારા અરવિંદ કેજરીવાલ વધુ લોકો સાથે જોડાવવા માંગે છે.

ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ થયા સીએમ કેજરીવાલ

ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ થયા સીએમ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઇન્સ્ટાગ્રામ પર લોકો સાથે જોડાવવા માટે આવી ગયા છે. અરવિંદ કેજરીવાલ ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ થયા છે. તેઓ રોજ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આ પેજ દિલ્હીવાસીઓનું દેખાય નહીં કે કોઈ રાજનૈતિક ચહેરાનું લાગે.

ચાર વોલેન્ટિયર ટીમ પેજ પર નજર

ચાર વોલેન્ટિયર ટીમ પેજ પર નજર

આમ આદમી પાર્ટી સોશ્યિલ મીડિયા સ્ટ્રેટેજીસ્ટ અંકિત લાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફેસબૂક વધારે લોકો સાથે વાતચીત કરવાનું માધ્યમ છે તો ટ્વિટર પોતાના રાજનૈતિક વિચાર રાખવા માટેનું માધ્યમ છે. ઇન્સ્ટાગ્રામ ને તેઓ પર્સનલ ટચ આપવા માંગે છે. સોશ્યિલ મીડિયાનું આ પ્લેટફોર્મ એક મજાનો હિસ્સો છે અને તેને તેઓ તેવું જ રાખવા માંગે છે. અરવિંદ કેજરીવાલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાર વોલેન્ટિયર ટીમ નજર રાખશે.

પીએમ મોદી થી ઘણા પાછળ કેજરીવાલ

પીએમ મોદી થી ઘણા પાછળ કેજરીવાલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુકાબલે અરવિંદ કેજરીવાલ ઇન્સ્ટાગ્રામ પર હજુ નવા છે. નરેન્દ્ર મોદી ઘ્વારા 12 નવેમ્બર 2014 દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર પહેલી પોસ્ટ શેર કરવામાં આવી હતી અને ત્યારસુધી તેમની 182 પોસ્ટ થઇ ચુકી છે. ઇન્સ્ટાગ્રામ પર નરેન્દ્ર મોદી પાસે લગભગ 1 કરોડ 20 લાખ ફોલોવર્સ છે જયારે અરવિંદ કેજરીવાલ પાસે ફક્ત 15,000 ફોલોવર્સ છે.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal Becomes Active On Instagram, Four Volunteers Monitors The Page.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.