અંબાણીના એક ખિસ્સામાં મોદી અને બીજા ખિસ્સામાં રાહુલ: કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

રોહતક, 24 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે દિલ્હીની સત્તાનો ત્યાગ કર્યા બાદ લોકસભાની ચૂંટણી માટે શંખનાદ કર્યો છે. રોહતકથી લોકસભાની ચૂંટણીનો આગાજ કરતાં અરવિંદ કેજરીવાલે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પર જોરદાર હુમલો કર્યો હતો. કોંગ્રેસ અને ભાજપને મુકેશ અંબાણી હાથની કટપૂતળી ગણાવતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી મુકેશ અંબાણીની કટપૂતળી છે.

અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે મિલીભગતનો આરોપ લગાવતાં કહ્યું હતું કે કેન્દ્રની સરકાર અંબાણીના ઇશારે કામ કરે છે. તો બીજી તરફ હરિયાણાના મુખ્યમંત્રી હુડ્ડા પ્રોપર્ટી ડીલર છે. મુખ્યમંત્રી હુડ્ડા ખેડૂતોની જમીન છીનવીને રિલાયન્સને આપી રહ્યાં છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ દેશને વડાપ્રધાન, રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધી નહી પરંતુ મુકેશ અંબાણી આ દેશને ચલાવે છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદી પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે જો વડાપ્રધાન બને છે તો આ દેશને કોણ ચલાવશે, મુકેશ અંબાણી જ સરકાર ચલાવશે.

111-arvind-kejriwal4

તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી દિવસભર હેલિકોપ્ટરમાં ફરે છે. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને પૂછવા માંગું છું કે તેમની પાસે કેટલા હેલિકોપ્ટર છે, કોણે આપ્યા છે. તો બીજી તરફ દિલ્હીની સત્તા છોડવા પર તેમણે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસવાળાઓએ મારું લોકપાલ બિલ પાસ થવા ન દિધું. હું ખુરશીને ચોંટી રહેવા માટે ગયો ન હતો. હું ક્યાંય ભાગી ગયો ન હતો.

વોટની અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે જો તમે જીંદગીથી ખુશ હોવ તો નરેન્દ્ર મોદીને અથવા રાહુલ ગાંધીને વોટ આપજો. જો લાગે તો દુખ કે દુખ છે તો 'તમે દુખી છો તો 'આપ'ને વોટ આપજો.

English summary
The Aam Aadmi Party launches its national campaign from Haryana, with party chief Arvind Kejriwal addressing a rally in Rohtak.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.