For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે BJPને આપી ખુલ્લી ચર્ચાની ચેલેન્જઃ કાલે 1 વાગ્યા સુધી CM ફેસનુ કરો એલાન

અરવિંદ કેજરીવાલે ભાજપના સીએમ ફેસ સાથે જનતા વચ્ચે ચર્ચાની પણ ચેલેન્જ આપી છે.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીએ આઠ ફેબ્રુઆરીના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો જાહેર કરી દીધો. કેજરીવાલ સરકારે દિલ્લીને આગલા પાંચ વર્ષો માટે 28 ખાસ વચનો આપ્યા છે. આપે સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત ઘણા નેતાઓ સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી ભાજપને તેમને સીએમ ચહેરો જણાવવા માટે કહ્યુ છે. આ સાથે જ તેમણે ભાજપના સીએમ ફેસ સાથે જનતા વચ્ચે ચર્ચાની પણ ચેલેન્જ આપી છે.

કાલે એક વાગ્યા સુધી સીએમ કેન્ડીડેટનુ નામ જણાવેઃ કેજરીવાલ

કાલે એક વાગ્યા સુધી સીએમ કેન્ડીડેટનુ નામ જણાવેઃ કેજરીવાલ

મંગળવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આપ સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમે ભાજપને કાલે એક વાગ્યા સુધીનો સમય આપીએ છીએ. તે પોતાના સીએમ ઉમેદવાર જણાવે. જો જણાવે તો હું તેમની સાથે ચર્ચા માટે તૈયાર. જો નહિ જણાવે તો પણ કાલે હું આ સમયે તમારી સામે આવીશ અને સવાલોના જવાબ આપીશ. કેજરીવાલે કહ્યુ કે અમારી પાસે ચૂંટણી ઢંઢેરો પણ છે અને મુખ્યમંત્રીનો ચહેરો પણ. અમે દિલ્લીને દુનિયાનુ સૌથી શ્રેષ્ઠ શહેર બનાવીશુ. ભાજપ જણાવે કે દિલ્લીના લોકો તેમને કેમ મત આપે અને તેમનો મુખ્યમંત્રી ચહેરો કોણ છે.

કેજરીવાલ-જનમંત્રમાં સીએમ જનતા નક્કી કરે છે, અમિત શાહ નક્કી ન કરી શકે

કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે જનતા એ જાણવા ઈચ્છે છે કે તેમના સીએમ ફેસ કોણ છે. જો જનતાને એ ખબર ન હોય તે તેમના સીએમ ફેસ કોણ છે, તો તે કેમ મત આપે. અમિત શાહજી કહે છે કે મને મત આપો, ત્યારબાદ મુખ્યમંત્રી અમે નક્કી કરીશુ. કેજરીવાલે કહ્યુ જનતંત્રમાં સીમએમ જનતા નક્કી કરે છે. અમિત શાહ નક્કી ન કરી શકે.

કર્યા 28 મોટા એલાન

કર્યા 28 મોટા એલાન

કેજરીવાલે કહ્યુ કે અમે જે વચનો આપ્યા છે તેના માટે દિલ્લીની જનતા અને કેન્દ્ર સરકારનો પણ સહયોગ જોઈએ. અમે દરેક સાથે વાત કર્યા બાદ આને તૈયાર કર્યો છે, જેમાં બધાની માંગો રાખવામાં આવી છ. કેજરીવાલે કહ્યુ કે 5 વર્ષમાં દિલ્લીની મૂળભત સુવિધાઓ પર કામ કર્યા બાદ હવે અમે દિલ્લીના આગલા સ્તર પર લઈને જવાનુ છે. અમે દિલ્લીને વિકસિતદેશની આધુનિક રાજધાની બનાવવાની છે જેના પર વ્યક્તિને ગર્વ હોય. આમ આદમી પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં મુખ્યરીતે 28 મોટા વચનો આપ્યા છે. જેમાં યુવા, વેપારી, મહિલા સહિત બધા મતદારોને સાધવાની કોશિશ કરવામાં આવી છે. આપે એલાન કર્યુ છે કે આપે દિલ્લી જનલોકપાલ બિલ 2015માં પાસ કર્યુ હતુ જે ગયા 4 વર્ષોથી કેન્દ્ર સરકાર પાસે પેન્ડીંગ છે તેને પાસ કરાવવા માટે આપ સરકારનો સંઘર્ષ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ સંસદમાં પહેલીવાર ગૃહ મંત્રાલયનું એલાન, દેશમાં NRC પર હજી કોઈ ફેસલો નથી લેવાયોઆ પણ વાંચોઃ સંસદમાં પહેલીવાર ગૃહ મંત્રાલયનું એલાન, દેશમાં NRC પર હજી કોઈ ફેસલો નથી લેવાયો

English summary
Arvind Kejriwal challenges BJP, declare a CM candidate and I am ready to debate with that person
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X