For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની થઇ દિલ્હી, હર્ષવર્ધન ક્યારેય નહીં બની શકે સીએમ

|
Google Oneindia Gujarati News

(અજય મોહન)જનતાના કહેવાથી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી દિલ્હીમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો. આ સમાચાર જેવા ફ્લેશ થયા કે, ભાજપમાં માતમ છવાઇ ગયો. ભાજપને એ વાતનું દુઃખ નથી કે તેમની સરકાર ના બની પરંતુ દુઃખ એ વાતનું છે કે તેમના નેતા ડો. હર્ષવર્ધન હવે ક્યારેય મુખ્યમંત્રી નહીં બની શકે. ભાજપના કાર્યકર્તાને એ વાતથી જરા પણ ફેર નહીં પડતો હોય પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે વધતો ઝૂનૂન એ દિશામાં ઇશારા કરી રહ્યો છે.

arvind-kejriwal-harshvardhan
અમારી વાતને જસ્ટીફાઇ કરવા માટે સૌથી પહેલા વાત કરીએ કે આખરે ભાજપે કઇ મોટી ભૂલ કરી. દિલ્હી ચૂંટણીમાં જ્યારે કેજરીવાલની પાર્ટીને 28 બેઠકો મળી ત્યારે જો ભારતીય જનતા પાર્ટી પોતાની 32 બેઠકો સાથે આપ પાર્ટીને સમર્થન આપતી તો, બન્ને મળીને દિલ્હીને ઉંચાઇઓ સુધી પહોંચાડી શકતી હતી, પરંતુ જે મનસૂબા કેજરીવાલ માટે દિલ્હીમાં છે, તેવા જ મનસૂબા નરેન્દ્ર મોદીના આખા ભારત માટે છે. ભાજપ એ ગાફલેતમાં બેસી રહી કે કેજરીવાલ કોંગ્રેસના સમર્થનનો ક્યારેય સ્વિકાર નહીં કરે અને દિલ્હીમાં ફરીથી ચૂંટણી આવશે. ભાજપને આ વાતનો ઓવર કોન્ફિડન્સ હતો કે જો બીજી વખત ચૂંટણી થશે તો તે 32ના બદલે 40 બેઠકો મેળવશે. આ બધા સમીકરણ આજે નિષ્ફળ ગયા, જ્યારે કેજરીવાલે સરકાર બનાવવાના નિર્ણયની જાહેરાત કરી.

કોંગ્રેસની મંશા પૂર્ણ થઇ
કોંગ્રેસ પણ શરૂઆતથી ઇચ્છતી હતી કે કોઇપણ રીતે ભાજપ દિલ્હીમાં સરકાર ના બનાવવી જોઇએ. તેમની આ મંશા પૂર્ણ થઇ ગઇ. હવે કોંગ્રેસની સાથોસાથ જનતાને પણ વિશ્વાસ છે કે કેજરીવાલની સરકાર લોકસભાની ચૂંટણી સુધીમાં દિલ્હીમાં કોઇને કોઇ મોટું કામ કરીને દેખાડી દેશે. જો આવું થાય તો દિલ્હીની લોકસભાની બેઠકો પર ભાજપનું મીટર ડાઉન થઇ શકે છે. એટલે કે આમ આદમી પાર્ટી દિલ્હીની બેઠકો પર તરાપ મારી શકે છે. જો એવું થયું તો કોંગ્રેસથી વધુ ખુશ કોઇ નહીં થાય.

બીજી મહત્વની વાત એ છે કે દિલ્હી કોંગ્રેસ હંમેશાથી ઇચ્છતી હતી કે ડો. હર્ષવર્ધન મુખ્યમંત્રી ના બને. કેજરીવાલને સીએમ બનાવ્યા બાદ હવે તેમની આ મંશા પણ પૂર્ણ થઇ ગઇ છે. જી હાં, 59 વર્ષીય હર્ષવર્ધનને હવે સીએમ બનવા માટે પાંચ વર્ષનો સમય લાગશે. જે રીતે કેજરીવાલના સકારાત્મક વિચારો લોકોના દિલમાં ઘર કરી ચૂક્યા છે, તેનાથી એ વાત તો પાકી છે કે, કેજરીવાલ દિલ્હીમાં મોટું પરિવર્તન લાવશે. જો આવું થયું તો આમ આદમી પાર્ટીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જરૂર નહીં રહે. એટલે કે 10 વર્ષો સુધી દિલ્હીમાં આપ પાર્ટીનું શાસન રહેશે. ત્યાં સુધી હર્ષવર્ધનની ઉમર 69 વર્ષ થઇ જશે. ભારતના રાજકારણમાં હવે યુવાનોને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે, તેથી 10 વર્ષ બાદ ભાજપના સીએમ પદના ઉમેદવાર હર્ષવર્ધન નહીં પરંતુ અન્ય કોઇ યુવા ચેહરો હશે.

રાજ્યસભામાં જશે ડો. હર્ષવર્ધન
એક વાત સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જેવું ભાજપ 272+ બેઠકો સાથે લોકસભામાં પહોંચશે, તેવા તુરત જ ડો. હર્ષવર્ધનને રાજ્યસભાના સાંસદ મનોનીત કરવામાં આવશે. આ સ્થિતામાં ડો. હર્ષવર્ધનનું એ જ કદ હશે જે આજે અરુણ જેટલીનું છે અને ત્યારે પાર્ટીના નીતિ નિર્ધારણમાં ડો. હર્ષવર્ધનની ભૂમિકા મહત્વની હશે.

English summary
AAP's Arvind Kejriwal to take oath as Delhi Chief Minister. This means BJP's Dr. Harshvardhan will never become chief minister of Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X