For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે પંજાબમાં ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરા અને સિદ્ધુ અંગે આપ્યું મોટું નિવેદન

અરવિંદ કેજરીવાલે પંજાબ કોંગ્રેસ, મુખ્યમંત્રીના ચહેરા અને નવજોત સિંહ સિદ્ધુના વિવાદ અંગે પૂછાયેલા સવાલનો પણ જવાબ આપ્યો હતો.

|
Google Oneindia Gujarati News

લુધિયાણા : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે લુધિયાણામાં પંજાબ માટે પોતાની બીજી ગેરંટીની જાહેરાત કરી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પંજાબ કોંગ્રેસ, મુખ્યમંત્રીના ચહેરા અને નવજોત સિંહ સિદ્ધુના વિવાદ અંગે પૂછાયેલા સવાલનો પણ જવાબ આપ્યો હતો. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજથી 5 વર્ષ પહેલા પંજાબના લોકોએ મોટી આશા સાથે કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવી હતી, પરંતુ આજે સરકારના નામે કંઈ દેખાતું નથી. આ લોકોએ સરકારનો તમાશો બનાવ્યો છે, કોંગ્રેસમાં સત્તા માટે ગંદી લડાઈ ચાલી રહી છે.

Arvind Kejriwal

પંજાબ કોંગ્રેસ, મુખ્યમંત્રીના ચહેરા અને નવજોત સિંહ સિદ્ધુમાં મતભેદ અંગે, અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમનો દરેક નેતા મુખ્યમંત્રી બનવા માંગે છે, તેમની વચ્ચે એટલી ભીષણ લડાઈ ચાલી રહી છે કે, સરકાર સંપૂર્ણપણે અદ્રશ્ય થઇ ગઇ છે. એક તરફ જ્યાં સત્તા માટે ગંદી લડાઈ ચાલી રહી છે. ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બીજી તરફ આમ આદમી પાર્ટી પંજાબના વિકાસ અને પંજાબીઓની પ્રગતિ માટે રાત દિવસ આયોજન કરી રહી છે.

અરવિદ કેજરીવાલે ચૂંટણીની તૈયારીઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ઘણી વખત લોકો કહી રહ્યા છે કે, ચૂંટણી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે આખું પંજાબ તૈયાર છે. સરકારની રચના બાદ શું કરીશું, તો સમગ્ર આયોજન તૈયાર છે. થોડા દિવસો પહેલા અમે જણાવ્યું હતું હતું કે, જો અમારી સરકાર બનશે, તો અમે 24 કલાક વીજળી આપીશું અને 300 યુનિટ વીજળી આપીશું. અમે દિલ્હીમાં આ કર્યું છે. આ સાથે બુધવારે વેપારીઓ સાથે મળીને અમે તેના માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.

કેજરીવાલે પંજાબમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે કરી આ વાત

કેજરીવાલે પંજાબમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે કરી આ વાત

કેજરીવાલે જણાવ્યું કે, ભગવંત મારા નાના ભાઈ સમાન છે. જે અખબારોમાં છાપાય છે તેવું કંઇ નથી. તેમને એક સમયે લાખો રૂપિયા કમાતા હતા, પરંતુ પંજાબ માટેબધું છોડી દીધું હતું. અમારી પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ પદ માટે આવ્યો નથી. તે સમાજ અને દેશ માટે આવ્યો છે, જ્યારે સમય આવશે, ત્યારે અમે એક સારો મુખ્યમંત્રીચહેરો આપીશું, અમે હાલ તે વિશે વિચારતા નથી.

ભગવંત માને પણ કરી સ્પષ્ટતા

ભગવંત માને પણ કરી સ્પષ્ટતા

AAPના પંજાબ પ્રમુખ ભગવંત માને કહ્યું કે, કોઈ નારાજગી નથી, મીડિયામાં આવી વસ્તુઓ બનાવવામાં આવે છે, હું તેમનો (અરવિંદ કેજરીવાલ) નાનો ભાઈ છું અનેઆમ જ રહીશ. મેં મારી કારકિર્દી છોડી દીધી છે, મેં તેને કોઈ પોસ્ટ માટે છોડી નથી. અમે પંજાબની સેવા કરવા આવ્યા છીએ. સાંસદ હું માત્ર સંગરૂરનો જ છું, ભગવંતમાન સમગ્ર વિશ્વ માટે છે. મુખ્યમંત્રીનો ચહેરો પાર્ટી નક્કી કરશે.

સિદ્ધુના આપમાં જોડાવા બાબતે કેજરીવાલનો જવાબ

સિદ્ધુના આપમાં જોડાવા બાબતે કેજરીવાલનો જવાબ

નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ એક અનુમાનિત પ્રશ્ન છે.

શું ચન્ની કેજરીવાલની નકલ કરી રહ્યા છે?

શું ચન્ની કેજરીવાલની નકલ કરી રહ્યા છે?

કેજરીવાલે આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, આજે ચન્ની સાહેબના મંત્રીમંડળમાં અનેક કલંકિત મંત્રીઓ હોવાના આક્ષેપો છે. કોઈએ મને અમારા એક મંત્રીની ઓડિયો ટેપ મોકલી, જેમાં 5 લાખની લાંચની વાત હતી.મેં તરત જ તેને કાઢી મૂક્યો હતો. અમારા જેવી હિંમત બતાવો.

કેજરીવાલે આરોગ્યની ગેરંટી આપી

કેજરીવાલે આરોગ્યની ગેરંટી આપી

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આજે હું અત્યંત જરૂરી ગેરંટી આપવા આવ્યો છું. આ ગેરંટી આરોગ્યની ગેરંટી છે. હોસ્પિટલની ગેરંટી છે. આજે પંજાબની અંદર સ્થિતિએટલી ખરાબ છે કે, જો તમે બીમાર પડશો અને સરકારી હોસ્પિટલમાં જશો અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જશો કે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં જશો, તો તમનેબિલકુલ સારવાર મળશે નહીં.

આવી પરિસ્થિતિમાં તમારે મજબૂરીમાં હેઠળ ખાનગીમાં જવું પડશે, જેની પાસે પૈસા છે, તેઓ ખાનગીમાં જાય છે અને જ્યારે તે ખાનગીમાંજાય છે, ત્યારે તે ત્યાં સંપૂર્ણપણે લૂંટાય છે. સરકારી હોસ્પિટલમાં ન તો ડોક્ટર છે ન તો નર્સ ઉપલબ્ધ છે અને ન તો મશીનો કામ કરે છે.

English summary
Delhi Chief Minister and Aam Aadmi Party National Convener Arvind Kejriwal announced his second guarantee for Punjab in Ludhiana. Meanwhile, Arvind Kejriwal also answered a question on the controversy between the Punjab Congress, the face of the Chief Minister and Navjot Singh Sidhu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X