For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના લોકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ, 50 નવી CNG બસોની લીલી ઝંડી અપાઇ

દિલ્હીની કેજરીવાલ સરકારે લોકોને એક મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે 50 નવી CNG બસોને લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત માર્ગ સલામતી અને બસ લેન અમલીકરણ માટે 66 નવા વાહનોને પણ લીલી ઝંડી બતાવવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

દિલ્હીની કેજરીવાલ સરકારે લોકોને એક મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે 50 નવી CNG બસોને લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત માર્ગ સલામતી અને બસ લેન અમલીકરણ માટે 66 નવા વાહનોને પણ લીલી ઝંડી બતાવવામાં આવી હતી. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર રાષ્ટ્રિય રાજધાનીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7320 બસો રસ્તાઓ પર છે. 2025 સુધીમાં 80% ઇલેક્ટ્રિક બસો સાથે 10 હજારથી વધુ બસો દિલ્હીના લોકોની સેવામાં આવશે.

Arvind Kejriwal

દિલ્હી પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર આ CNG બસો ખૂબ જ હાઇટેક છે. તેમાં મહિલાઓ માટે પિંક સીટ, સીસીટીવી, પેનિક બટન, જીપીએસ, ઈમરજન્સી માટે લાઈવ વીડિયો વગેરે જેવી સુવિધાઓ છે. તેમજ આ બસો પ્રદુષણ અને ટ્રાફિક બંનેમાં ઘટાડો કરશે. આ કાર્યક્રમમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમનું લક્ષ્ય હાઇટેક બસોની સંખ્યા વધારવાનું છે. આ યોજના અનુસાર 2025 સુધીમાં દિલ્હીમાં કુલ બસોની સંખ્યા 10,380 થશે, જેમાંથી 80 ટકા ઈલેક્ટ્રિક હશે. આનાથી પ્રદૂષણના મામલે પણ ઘણી રાહત મળશે.

સીએમ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે બસોની લેન સુનિશ્ચિત કરવા માટે 66 વધુ વાહનો રસ્તાઓ પર ઉતારવામાં આવી રહ્યા છે. ઈનોવા સાંકડા રસ્તાઓ પર જઈ શકતી ન હતી તેથી તેમાં એક મોટરસાઈકલ પણ સામેલ કરવામાં આવી છે. હવે બસોના લેન અંગેના નિયમોનું ઉલ્લંઘન થશે નહીં.

વધુ એક નિર્ણય

દિલ્હી સરકારે ભાગીરથી પ્લાન્ટની 40 વર્ષ જૂની પાણીની પાઈપલાઈન બદલવાનો નિર્ણય લીધો છે. આ 20 કિલોમીટર લાંબી પાઈપલાઈન બદલવાની સાથે, 130 MGD સ્વચ્છ ગંગાનું પાણી પૂર્વ દિલ્હીના લાખો લોકોને પહોંચાડવામાં આવશે. કેજરીવાલ સરકારના મતે, આ નિર્ણય દિલ્હીના લોકોને 24x7 પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

English summary
Arvind Kejriwal gives green signal to 50 more CNG buses in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X