પાર્ટી કાર્યકર્તાઓના આ 11 સવાલોથી ભાગી રહ્યા છે કેજરીવાલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 માર્ચ: આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ હવે પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓના સવાલોના જવાબ આપી શકતા નથી. રવિવારે જ્યારે પાર્ટીના કેટલાંક સભ્યોએ તેમના ઘરે જઇને સવાલોના જવાબ પૂછ્યા તો તેઓ તેમને ગણકાર્યા વગર મથુરા રેલી માટે રવાના થઇ ગયા. 'આપ' કાર્યકર્તાઓનું કહેવું છે કે પાર્ટીનું નિર્માણ કરતી વખતે એક સંવિધાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ દિલ્હીમાં સરકાર બનાવવાને લઇને તેનું અત્યાર સુધી સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

આપ કાર્યકર્તાઓનો આરોપ છે કે કેજરીવાલ રણનીતિ અંતર્ગત કેટલાંક લોકોને નિશાનો બનાવી રહ્યા છે. જ્યારે ઘણા શંકાસ્પદ લોકો અંગે તેઓ કંઇપણ ખુલીને બોલી રહ્યા નથી. કાર્યકર્તાઓ કેજરીવાલને મળીને તેમના સવાલોની એક લાંબી સૂચિ સોંપવા માંગતા હતા પરંતુ કેજરીવાલે તેમને મળવાથી ઇનકાર કરી દીધો.

સ્લાઇડરમાં વાંચો એ સવાલો જેના જવાબ નથી કેજરીવાલ પાસે...

1

1

'આપ' કાર્યકર્તાઓનો સૌથી પહેલો સવાલ ટિકિટની વહેંચણીને લઇને છે, જે અંગે સામાન્ય લોકોને અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ પાર્ટીના ચાર પાંચ લોકોએ પોતાની મરજીથી જ ઉમેદવારો નક્કી કરી લીધા.

2

2

કેજરીવાલે નવીન જિંદાલની સામે લાગેલા કૌભાંડના આરોપોનો ખુલાસો કેમ નથી કર્યો. કાર્યકર્તાઓનું માનવું છે કે તેઓ યોજનાપૂર્વક અમૂક લોકોને પોતાનો નિશાનો બનાવી રહ્યા છે.

3

3

લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચારથી ઘેરાયેલ લોકોને ટિકિટ કેમ ફાળવવામાં આવી.

4

4

રજા મુઝફ્ફર બટ પર પાર્ટી ચુપ કેમ છે? અત્રે નોંધનીય છે કે મુઝફ્ફર એ જ શખ્સ છે જેમણે આતંકવાદનું સમર્થન કર્યું હતું.

5

5

પાર્ટીને મળી રહેલા વિદેશી ફંડ પર કેજરીવાલે અત્યાર સુધી શા માટે કંઇ કહ્યું નથી.

6

6

સોની સૂરી, વિનાયક સેન અને કમલ ચેનાય પર પાર્ટીના લોક ચુપ કેમ છે? આ લોકો નક્સલ સમર્થક છે, માટે પાર્ટી તેમના વિશે જવાબ આપે.

7

7

ઉત્તરાખંડના મુખ્યમંત્રી અંગે પાર્ટી જવાબ આપે.

8

8

'આપ' કાર્યકર્તાઓનું કહેવું છે કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અંગે જાણકારી હોવા છતાં તેમના વિરુદ્ધ કંઇ પગલા શા માટે લેવામાં ના આવ્યા.

9

9

પાર્ટી પોતાના સંવિધાન અનુસાર કામ કેમ નથી કરી રહી.

10

10

પૂર્વ દિલ્હી અને ચાંદની ચૌકના ઉમેદવારનું નામ કાર્યકર્તાઓના મત વગર શા માટે નક્કી કરી દેવામાં આવ્યા.

11

11

લોકસભા ચૂંટણી માટે નક્કી ઉમેદવારોનો આધાર શું હતો? કેજરીવાલ આ અંગે જવાબ આપે.

English summary
Aam Admi Party leader Arvind Kejriwal has ignored these 11 questions of AAP's activists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X