શું અટલ બિહારી વાજપાયી બનાવા માગે છે કેજરીવાલ?

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરીઃ ફરી એકવાર દિલ્હીની સત્તામાં નાટકનો દોર શરૂ થઇ ગયો છે. ફિલ્મી હીરોની જેમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવીલે રવિવારે મીડિયા સામે કહ્યું કે, જો લોકપાલ બિલ અને સૃરાજ્ય બિલ પાસ નહીં થાય તો તે તત્કાળ પોતાનું પદ છોડી દેશે પરંતુ મારા રાજીનામાંનો બદલો દેશની આમ જનતા લેશે અને લોકસભા ચૂંટણીમાં તેમને તેમની ઓકાત ખબર પડી જશે.

arvind-kejriwal-atal-bihari-vajpayee
કેજરીવાલે પોતાનો આ ગુસ્સો દિલ્હી લિટરેચર ફેસિટવલમાં વ્યક્ત કર્યો. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તેમનું દિલ્હી માટે જનલોકપાલ બિલની માંગ કરવી એ એકદમ અસંવેધાનિક નથી. કેજરીવાલે કહ્યું કે, સંવિધાન અનુસાર પોલીસ, કાયદો અને વ્યવસ્થા તથા ભૂમિ ઉપરાંત દિલ્હી વિધાનસભાના અન્ય વિષયોમાં બિલ લાવવા અને પારિત કરવાના અધિકાર હાંસલ છે.

કેજરીવાલના આ પ્રકારના વલણને જોઇને રાજકીય પંડિતોને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની યાદ આવી રહી છે, જે પોતાની વાત માનવામાં ના આવતી તો હંમેશા રાજીનામું આપવાના વાત કરતા હતા, જેના કારણે તેમના વિરોધી બેકફૂટ પર જોવા મળતાં હતા.

કેજરીવાલનો અંદાજ પણ થોડોક એવો જ છે, પરંતુ તેમના અને અટલ બિહારી વાજપાયીમાં જમીન આસમાનનું અંતર છે. જ્યાં અટલજીએ 30 વર્ષ રાજકારણમાં વિત્યા બાદ સત્તાનો સ્વાદ ચાખ્યો હતો, તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે માત્ર 11 મહિનામાં સત્તા હાંસલ કરી છે. અટલ બિહારી જાણતા હતા કે તેમને ગુસ્સો ક્યાં અને ક્યારે અને કેવો દર્શાવવાનો છે, જ્યારે કેજરીવાલ પોતાની દરેક નિષ્ફળતાને પોતાના ગુસ્સા સાથે જોડી દે છે, જે હવે પ્રભાવહીન લાગે છે.

ત્રીજું સૌથી મહત્વનું અંતર એ છે કે અટલજીના ગુસ્સાથી તેમના ગઠબંધનને અસર થતી હતી, કારણ કે, એનડીએ જાણતું હતું કે અટલ બિહારી વગર સત્તામાં રહેવું અશક્ય છે, ભલે પાર્ટીમાં ભાજપને લઇને મતભેદ હોય પરંતુ અટલજી પર બધા એકમત હતા, પરંતુ કેજરીવાલની ગઠબંધન સરકારમાં તો કેજરીવાલ પોતાના ગઠબંધન મિત્ર પાર્ટી પર જ ઝેર ઓકી રહ્યાં છે, જેના કારણે કોંગ્રેસ જ તેમને પાગલ સાબિત કરવામાં લાગેલી છે.

હાલ તો દિલ્હીની સત્તામાં આગ ભડકી છે, હવે જોવાનું એ રહ્યું કે, આ આગ ક્યારે ઠંડી પડે છે અને કેજરીવાલ પોતાની વાત ના મનાય તો રાજીનામું આપે છે કે નહીં? જો તે ખરેખર રાજીનામું આપે છે તો દિલ્હીની રાજકીય સ્થિતિ શું થશે? અને દિલ્હીવાસીઓના એ સ્વપ્નોનું શું થશે જે કેજરીવાલે તેમને દર્શાવ્યા હતા?

English summary
Delhi CM Arvind Kejriwal influenced by Atal Bihari Vajpayee On lokpal bill. Arvind Kejriwal Sunday threatened to resign if the Congress does not support his Jan Lokpal and Swaraj bills.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.