કેજરીવાલને તમાચો મારનાર લાલીએ કહ્યું તમે મારા ભગવાન છો સાહેબ!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 એપ્રિલ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ગાલે ગઇકાલે તમાચો ચોડનાર રીક્ષા ડ્રાઇવરના ઘરે આજે કેજરીવાલ પહોંચી ગયા હતા. કેજરીવાલ એ જાણવા માટે તેના ઘરે પહોંચી ગયા કે આખરે તેણે આવું શા માટે કર્યું.

લાલી નામના આ ઓટોડ્રાઇવરે અરવિંદને તમાચો મારવા બાબતે માફી માગી લીધી છે. સાથે સાથે એ વાત પર પણ મહોર લગાવી દીધી છે કે લાલી ના તો કોઇ પાર્ટી સાથે સંકળાયેલો છે અને નહીં તેણે કોઇપણના કહેવાથી અરવિંદ કેજરીવાલને તમાચો ચોડ્યો. હવે સવાલ એ પેદા થાય છે કે તેમણે ગઇકાલે પ્રેસકોન્ફરન્સમાં જે પાર્ટીઓ પર થપ્પડનો આરોપ લગાવ્યો હતો તે પાર્ટીઓની માફી માગશે?

સંવેદનશીલ બનીને કેજરીવાલ તે રીક્ષાવાળાને મળવા માટે ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે કેજરીવાલે પત્રકાર પરિષદને સંબોધીને નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ બધું કોઇના કાવતરા હેઠળ થઇ રહ્યું છે. કેજરીવાલે એમ જણાવ્યું હતું કે દિલ્હીમાં મે સરકાર બનાવી હતી, અહીની જનતા નારાજ થાય અને તે આવું કરે તે સ્વાભાવિક છે, પરંતુ ગુજરાત, વારાણસી, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં મારા પર થયેલા હુમલા અંગે શું કહેવું?

આપ સંયોજક કેજરીવાલે પોતાના જીવને જોખમ હોવાની વાત કરી હતી. અરવિંદ કેજરીવાલ પર આ પાંચમી વખત ચૂંટણી થપ્પડ હતી, ત્યારબાદ તેઓ રાજઘાટ પર જઇને ધ્યાનમાં બેસી ગયા હતા, અને બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પરના હુમલા એક ષડયંત્ર છે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓ એ જાણવામાં લાગ્યા છે કે આખરે કયા કારણોથી તેમની પર આ હુમલા થઇ રહ્યા છે.

આને કહેવાય ગાંધીવાદ

આને કહેવાય ગાંધીવાદ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ગાલે ગઇકાલે તમાચો ચોડનાર રીક્ષા ડ્રાઇવરના ઘરે આજે કેજરીવાલ પહોંચી ગયા હતા. કેજરીવાલ એ જાણવા માટે તેના ઘરે પહોંચી ગયા કે આખરે તેણે આવું શા માટે કર્યું.

લાલીએ માગી માફી

લાલીએ માગી માફી

લાલી નામના આ ઓટોડ્રાઇવરે અરવિંદને તમાચો મારવા બાબતે માફી માગી લીધી છે.

લાલીએ જણાવ્યું કે..

લાલીએ જણાવ્યું કે..

લાલી ના તો કોઇ પાર્ટી સાથે સંકળાયેલો છે અને નહીં તેણે કોઇપણના કહેવાથી અરવિંદ કેજરીવાલને તમાચો ચોડ્યો. હવે સવાલ એ પેદા થાય છે કે તેમણે ગઇકાલે પ્રેસકોન્ફરન્સમાં જે પાર્ટીઓ પર થપ્પડનો આરોપ લગાવ્યો હતો તે પાર્ટીઓની માફી માગશે?

લાલીના પરિવાર સાથે પણ વાત કરી

લાલીના પરિવાર સાથે પણ વાત કરી

સંવેદનશીલ બનીને કેજરીવાલ તે રીક્ષાવાળાને મળવા માટે ગયા. અને તેના પરિવાર સાથે પણ વાતચીત કરી હતી.

English summary
Arvind Kejriwal is going to meet his slapper. He is supposed to search the reasons that why he and his party facing such 'slaps'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X