For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનહાનિ કેસમાં કેજરીવાલ પર આરોપનામું દાખલ, થઇ શકે છે 2 વર્ષની જેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 જૂન: ભાજપ નેતા નિતિન ગડકરીના આપરાધિક માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ આરોપનામું દાખલ થઇ ગયું છે. કોર્ટે આઇપીસીની ધારા 499 અને 500 અંતર્ગત આરોપ નક્કી કરી દીધો છે. જો આરોપ સાબિત થયા તો કેજરીવાલને 2 વર્ષની જેલ થઇ શકે છે. પટિયાલા કોર્ટે કેસની હવે પછીની સુનવણી 2 ઓગસ્ટના રોજ રાખી છે.

આ પહેલા, નિતિન ગડકરી માનહાનિ મામલામાં અરવિંદ કેજરીવાલે નિવેદન પાછું લેવાનો ઇનકાર કરી દીધો. કેજરીવાલ અને નિતિન ગડકરી બંને શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણીમાં હાજરી આપવા માટે પહોંચ્યા. આ પહેલીવાર છે જ્યારે આ કેસમાં બંને નેતા એક સાથે કોર્ટમાં હાજર થયા.

કોર્ટમાં નિતિન ગડકરીએ જણાવ્યું કે કેજરીવાલે પોતાનું નિવેદન પાછું લેવું પડશે, પરંતુ કેજરીવાલે આના માટે સ્પષ્ઠ ના કહી દીધી. કોર્ટે બંનેને જણાવ્યું કે તેઓ પોતાનો ઝઘડો સમાપ્ત કરે.

આજની કાર્યવાહીમાં કોર્ટે બંને નેતાઓને આને ઇજ્જતનો મુદ્દો નહીં બનાવવાની સલાહ આપી. બંનેને સમાધાન કરવા જણાવ્યું. જેના જવાબમાં ગડકરીનું કહેવું હતું કે આ તેમના માટે સન્માનનો મુદ્દો છે તેમ જ કેજરીવાલે જણાવ્યું કે તેમની લડત ભ્રષ્ટાચારની સામે છે.

કોર્ટની કાર્યવાહી કંઇક આ પ્રમાણે થઇ... જુઓ સ્લાઇડરમાં...

જજે ગડકરીને જણાવ્યું-

જજે ગડકરીને જણાવ્યું-

જો આપ ઇચ્છો તો આ મતભેદને ખતમ કરી શકો છો. આપ બંને રાજનેતા છો, તમારો સમય સારા કામમાં લગાવો.

નિતિન ગડકરી-

નિતિન ગડકરી-

જો કેજરીવાલ પોતાનું નિવેદન પરત લઇ લેશે તો હું કેસ પાછો લેવા માટે તૈયાર છું.

જજ-

જજ-

શું આપ બંને સમાધાન ના કરી શકો? ગડકરી જી આપ તો ચૂંટણી પણ જીતી ચૂક્યા છો. જૂની વાતોને ભૂલી જાવ.

નિતિન ગડકરી-

નિતિન ગડકરી-

મે મનીષ તિવારી વિરુધ્ધ પણ આવી જ ફરિયાદ નોંધાવી હતી. તેમણે માફી માગી લીધી અને મે કેસ પાછો ખેંચી લીધો. ખરેખર મારી પાસે મારા ક્રેડિટ સિવાય બીજું કંઇ નથી. આ રોપોના કારણે મારી છબીને નુકસાન પહોંચ્યું છે, હું માફી માગવાની પણ વાત નથી કરતો, જો કેજરીવાલ પોતાનું નિવેદન પાછુ લઇ લે તો હું કેસ પાછો લેવા માટે તૈયાર છું.

જજે કેજરીવાલને જણાવ્યું-

જજે કેજરીવાલને જણાવ્યું-

આપ તો એક એજન્ડાની સાથે રાજનીતિમાં આવ્યા હતા. આ કયા ચક્કરમાં ફસાઇ ગયા? આખી દુનિયાની નજર આપ બંને પર છે. સૌના સામે એક ઉદાહરણ આપો. આ ઇજ્જતનો સવાલ નથી. જો તમારી પાસે પુરાવા હોય તો કેસ કરો. પરંતુ મીડિયામાં આવા નિવેદન રજૂ કરવાની શું જરૂરત છે?

કેજરીવાલ-

કેજરીવાલ-

મારી નિતિન ગડકરીની સાથે અંગત દુશ્મનાવટ નથી.

નિતિન ગડકરી-

નિતિન ગડકરી-

જો કેજરીવાલ માફી નથી માંગતા તો મને કોઇ ફર્ક નથી પડતો. હું માત્ર એ વાતને લઇને ચિંતિત છું કે તેઓ પોતાનું નિવેદન પાછું લે છે કે નહીં. હું કેજરીવાલજીની ઇજ્જત કરું છું. પરંતુ રાજનેતા તરીકે મારી પાસે સન્માન સિવાય બીજું કઇ નથી.

અરવિંદ કેજરીવાલ-

અરવિંદ કેજરીવાલ-

હું મારું નિવેદન પાછું નહીં લઉ.

ત્યારબાદ નિતિન ગડકરીના વકીલોએ કોર્ટને જણાવ્યું કે આ નિવેદન સંતોષજનક નથી.

English summary
AAP leader Arvind Kejriwal on Friday refused to withdraw his statement in which he had levelled corruption allegations against Union minister Nitin Gadkari after a Delhi court suggested that they "bury the hatchet" and seek an amicable resolution on the criminal defamation complaint filed by the BJP leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X