અરવિંદ કેજરીવાલ પર બની ફિલ્મ, જુઓ ટ્રેલર

Written By:
Subscribe to Oneindia News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક જન આંદોલન દ્વારા લોકોના મનમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું, જે પછી દેશને બદલવાના વિચાર સાથે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને એક રાજકીય પક્ષ પણ ઊભો કર્યો, જેના દ્વારા આજે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે. દેશને ભ્રષ્ટાચારમુક્ત કરવા માટે પ્રમાણિક એન્જિનિયરથી રાજનેતા બનવા સુધીની અરવિંદ કેજરીવાલની અત્યાર સુધીની સફરમાં તેમને શું મશ્કેલીઓ નડી, એ પડદા પર રજૂ કરવા માટે એક ફિલ્મ બનાવવમાં આવી છે, જેનું નામ છે, 'એન ઇનસિગ્નિફિકન્ટ મેન', જેનું ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું.

Arvind Kejriwal

આ એક ડોક્યૂમેન્ટ્રિ ફિલ્મ છે, જેનું નિર્માણ વિનય શુક્લા અને ખુશ્બૂ રાંકાએ કર્યું છે. તેમણે આ ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, આ એક નોન ફિક્શનલ પોલિટિકલ ફિલ્મ છે, જે સમાજિક કાર્યકર્તામાંથી રાજનેતા બનેલા અરવિંદ કેજરીવાલની ભારતીય રાજકારણીય સફરની વાર્તા રજૂ કરે છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત અરવિંદ કેજરીવાલથી થાય છે. શરૂઆતમાં કેજરીવાલની પાર્ટી પર લાગેલ ભ્રષ્ટાચારના આરોપો અને કેજરીવાલ પર સહી ફેંકવા જેવા અનેક કિસ્સા બતાવવામાં આવ્યા છે, આ ફિલ્મ ભારતમાં 17 નવેમ્બરના રોજ રિલીઝ થશે. અમેરિકન મીડિયા કંપની વાઇસ આ ફિલ્મ રિલીઝ કરશે.

English summary
The official trailer of the biographical documentary, An Insignificant Man, was finally released on Wednesday afternoon. The film is based on Delhi Chief Minister Arvind Kejriwal's life

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.