કેજરીવાલે મોદી પર લગાવ્યો કૌભાંડનો આરોપ, કહ્યું મારી પાસે છે પુરાવા

Posted By:
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કેન્દ્ર સરકાર પર નોટો રદ્દ કરવા મામલે કૌભાંડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જે બેંકોનો ગ્રોથ પહેલા ઓછો હતો તે કેવી રીતે અચાનક જ વધી ગયો? કેજરીવાલે દાવો કર્યો છે આ અંગે તેમની પાસે પુરાવા પણ છે.

kejariwal

અરવિંદ કેજરીવાલે શનિવારે એક પ્રેસ કોન્ફર્ન્સ યોજીને જાહેરાત કરી કે સરકાર 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી એક મોટા કૌભાંડને અંજામ આપ્યો છે. તેમણે જણાવ્યું કે તેમની પાસે એક વીડિયો છે જેમાં તમામ આંકડા છે. આ આંકડાઓ સરકારની પોલ ખોલી શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી કહ્યું કે નોટોને રદ્દ કરવા પહેલા બીજેપી નેતાઓને તેની જાણકારી આપવામાં આવી હતી. જેથી કરીને તે તેમના કાળા નાણાં બચાવી શકે. સાથે જ તેમણે કહ્યું કે મોદી સરકારે નોટો રદ્દ કરીને એક મોટું કૌભાંડ કર્યું છે.

English summary
Arvind Kejriwal says currency ban is a big scam by Modi government. Read here more.
Please Wait while comments are loading...