For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું ખુશ છુ કે મારો દીકરો ટેલરના દીકરા સાથે આઈઆઈટીમાં ભણશેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવારે મંગળવારે કહ્યુ કે તેમની સરકારની ફ્રી કોચિંગ યોજના હેઠળ એક ટેલરના દીકરાને દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી સંસ્થામાં ભણવાનો મોકો મળ્યો.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવારે મંગળવારે કહ્યુ કે તેમની સરકારની ફ્રી કોચિંગ યોજના હેઠળ એક ટેલરના દીકરાને દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી સંસ્થામાં ભણવાનો મોકો મળ્યો એટલુ જ નહિ તેમણે કહ્યુ કે હું ખુશ છુ કે મારો દીકરો પણ ટેલરના દીકરા સાથે ભણશે. કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ કે વિજય કુમારના પિતા ટેલર છે, તેની મા ઘર સંભાળે છે. હું એ વાતથી ઘણો ખુશ છુ કે તેને આઈઆઈટી દિલ્લીમાં પ્રવેશ મળી ગયો છે અને આ દિલ્લીની સરકારની ફ્રી કોચિંગની સુવિધાના કારણે થઈ શક્યુ છે આ બાબા સાહેબનુ સપનુ હતુ જેને દિલ્લી સરકારે પૂરુ કર્યુ છે.

Arvind Kejriwal

કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ કે હું બહુ ખુશ છુ કે મારો દીકરો એ જ આઈઆઈટી કોલેજમાં ટેલરના દીકરા સાથે ભણશે. એવી પરંપરા રહી છે કે ગરીબનો દીકરો ગરીબ જ રહે છે કારણકે તેને સારુ શિક્ષણ મળી શકતુ નથી. પરંતુ સારા શિક્ષણ અને ટ્રેનિંગ દ્વારા અમે આ તફાવટ મિટાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે ગરીબ અને અમીર વચ્ચે છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલના પુત્ર પુલકિતે 96.4 ટકા ગુણ સીબીએસઈ 12માં ધોરણમાં મેળવ્યા છે. ત્યારબાદ તેણે આઈઆઈટી જેઈઈની પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવી હતી.

તમને જણાવી દઈએ કે સિવિલ સેવામાં આવતા પહેલા અરવિંદ કેજરીવાલે પણ આઈઆઈટી ખડગપુરથી અભ્યાસ કર્યો હતો. દિલ્લીમાં શિક્ષણના ક્ષેત્રને વધુ સારુ બનાવવુ એ શરૂઆતથી જ દિલ્લી સરકારની પ્રાથમિકતા રહી છે. શિક્ષણના ક્ષેત્રમાં દિલ્લી સરકારની ઘણી પ્રશંસા થઈ છે. સરકાર સતત શિક્ષણના સ્તરને સારુ કરવામાં લાગેલી છે. દિલ્લીમાં હેપ્પીનેસ ક્લાસની શરૂઆત દિલ્લી સરકારે કરી હતી જેમાં છાત્રોને તણાવથી દૂર રહેવાની ટ્રેનિંગ આપવામાં આવે છે જેની પ્રશંસા તમામ રાજકીય દળો, શિક્ષણવિદોએ કરી છે.

આ પણ વાંચોઃ Article 370: મોદી કેબિનેટની મહત્વની બેઠક આજે, થઈ શકે છે મોટુ એલાનઆ પણ વાંચોઃ Article 370: મોદી કેબિનેટની મહત્વની બેઠક આજે, થઈ શકે છે મોટુ એલાન

English summary
Arvind Kejriwal says I am happy that my son will study at IIT with tailor son.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X