For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલઃ મોદી-શાહના સત્તામાં પાછા આવવા માટે રાહુલ ગાંધી હશે જવાબદાર

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર મોટો પ્રહાર કર્યો.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર મોટો પ્રહાર કર્યો. કેજરીવાલે કહ્યુ કે જો મોદી-શાહ સત્તામાં પાછા આવશે તો તેના માટે જવાબદાર રાહુલ ગાંધી હશે. તેમણે રાહુલ પર કટાક્ષ કરતા કહ્યકે અમે પૂછવા ઈચ્છીએ છીએ કે ટ્વિટર પર કયુ ગઠબંધન બન્યુ છે? અરવિંદ કેજરીવાલે આ પહેલા આમ આદમી પાર્ટીના દિલ્લીમાં લોકસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર જાહેર કર્યુ.

આ પણ વાંચોઃ મલાઈકા સાથે સંબંધ પર પહેલી વાર ખુલીને બોલ્યા અર્જૂન કપૂર, હા સ્પેશિયલ છે એઆ પણ વાંચોઃ મલાઈકા સાથે સંબંધ પર પહેલી વાર ખુલીને બોલ્યા અર્જૂન કપૂર, હા સ્પેશિયલ છે એ

રાહુલે કેજરીવાલ પર યુ ટર્નનો લગાવ્યો હતો આરોપ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 15 એપ્રિલા રોજ ટ્વીટ કરીને કેજરીવાલ પર યુ ટર્ન લેવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે કોંગ્રેસ અને આપના ગઠબંધનનો અર્થ છે ભાજપનો સફાયો. આ સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને દિલ્લીની ચાર સીટો આપવા તૈયાર છે પરંતુ કેજરીવાલે ફરીથી યુ ટર્ન લઈ લીધો. અમારા દરવાજા હજુ પણ ખુલ્લા છે પરંતુ સમય જઈ રહ્યો છે.

મોદી-શાહને હરાવવા માટે બધુ કરીશુ

મોદી-શાહને હરાવવા માટે બધુ કરીશુ

દિલ્લીમાં પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરતી વખતે કેજરીવાલે એ પણ કહ્યુ કે તેમની પાર્ટી ભાજપ અને મોદી-શાહની જોડીને રોકવા માટે બધુ કરશે. તેમણે આગળ કહ્યુ કે તે ચૂંટણી બાદ કોઈ પણ મહાગઠબંધનને સપોર્ટ આપવા માટે તૈયાર છે. કેજરીવાલે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ કહ્યુ કે અમે મોદી-શાહની જોડીને રોકવા માટે બધુ કરીશુ. અમે કોઈ મહાગઠબંધનને સપોર્ટ કરીશુ. વર્ષ 2019ની ચૂંટણી દેશને બચાવવા માટે છે. બંધારણને બચાવવા માટે છે. આપણે પહેલા ભારતીય છે ત્યારબાદ હિંદુ-મુસ્લિમ. કેજરીવાલે કહ્યુ કે અમારુ ફોકસ દિલ્લીને પૂર્ણ રાજ્ય બનાવવા પર છે. અમે દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે લડીશુ.

અમિત શાહ પર સાધ્યુ નિશાન

અમિત શાહ પર સાધ્યુ નિશાન

પાર્ટીના સંયોજક કેજરીવાલે ભાજપના પ્રમુખ અમિત શાહ પર એ નિવેદન માટે પ્રહાર કર્યો જેમાં તેમણે કહ્યુ હતુ કે હિંદુઓ, સિખો અને બૌદ્ધોને છોડીને બધા ઘૂસણખોરોને હટાવી દેવામાં આવશે. તેમણે કહ્યુ કે અમિત શાહના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપની યોજના આ ત્રણ ધર્મોને છોડીને અન્ય બધા ધર્મોને હટાવવાની છે. વર્ષ 2019ની ચૂંટણ દેશ અને લોકતંત્રને બચાવવાની એક રીત છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ દેશની એકતાને પડકારી રહી છે અને સંસ્કૃતિ પર હુમલા કરી રહી છે. તેમણે આગળ કહ્યુ કે અમારી એકતાને પડકારવામાં આવી રહી છે. દેશને ત્યારે જ બચાવી શકાશે જ્યારે અમે ધર્મ અને જાતિના આધારે વિભાજિત નહિ થઈએ. દિલ્લીમાં 7 લોકસભા સીટો છે જેના પર 12 મેના રોજ ચૂંટણી યોજાવાની છે.

English summary
Arvind Kejriwal says Rahul Gandhi will be responsible if Modi Shah return to power
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X