For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલે લીધા શપથ, આજથી દિલ્હીના મુખ્યમંત્રી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ડિસેમ્બર: દિલ્હી અને દેશના માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના નાયક બનેલા અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઐતિહાસિક રામલીલા મેદાનમાં બપોરે 12 વાગ્યે આમ આદમી પાર્ટીની સરકારે શપથ લીધા. અરવિંદ કેજરીવાલ અને તેમની કેબિનેટના તમામ સભ્યો દિલ્હી મેટ્રોમાં સવાર થઇને રામલીલા મેદાન પહોંચ્યા હતા

ભારતીય રાજનીતિમાં આજે નવો ચિલો ચાતરવામાં આવ્યો જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનથી ઊભી થયેલી માત્ર દોઢ વર્ષ જૂની આમ આદમી પાર્ટી દિલ્હીની સત્તા સંભાળવા માટે શપથ ગ્રહણ કર્યા. એક જુદા પ્રકારની જ રાજનીતિની શરૂઆત કરનાર સામાન્ય વ્યક્તિની વાત કરનાર આમ આદમીની સરકાર આજે પોતાના હોદ્દા અને ગુપ્તતા માટે શપથ ગ્રહણ કર્યા.

પાંચ મિનિટની અંદર અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે અને ગોપનીયતા માટેના શપથ ગ્રહણ કર્યા. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મનિષ સિસોદીયા, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈન, રાખી બિરલા, ગિરિશ સોની, અને સૌરભ ભારદ્વાજ મંત્રી પદ માટે શપથ લીધા હતા.

1.20 pm: કેજરીવાલે ખાતાઓની વહેચણી કરી
કેજરીવાલ વીજળી અને નાણા વિભાગ સંભાળશે, મનિષ સીસોદીયા પીડબ્લ્યુડી, શહેરી વિકાસ અને શિક્ષણ, સૌરભ ભારદ્વાજ ટ્રાન્સપોર્ટ, રાખી બિરલાને મહિલા અને બાળ કલ્યાણ, તેમજ સત્યેન્દ્ર જૈનને હેલ્થ ખાતું સોપવામાં આવ્યું છે.

1.05 pm: કેજરીવાલ પહોંચ્યા સચિવાલય
કેજરીવાલ અને તેમનું મંત્રીમંડળ સચિવાલય ખાતે પહોંચ્યા હતા. અત્રે તેઓ મંત્રીઓના કાર્યક્ષેત્રની ફાળવણી કરશે. તેમજ અઢી વાગે કેબિનેટની બેઠક મળશે.

12.47 pm: કેજરીવાલ રાજઘાટ પહોંચ્યા
મુખ્યમંત્રી પદના સોગંધ લીધા બાદ કેજરીવાલ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્ણણ કરી હતી. અત્રે તેમણે મીડિયાને જણાવ્યું કે 'હું તો ખૂબ જ સામાન્ય માણસ છું, આ જીત તો સામાન્ય અને શક્તિશાળી નાગરિકોની છે.'

12.21 pm: મુખ્યમંત્રી બન્યાબાદ કેજરીવાલે આપ્યો લોકોને સંદેશ, કહ્યું લાંચ જરૂર આપજો...

12.05 pm: અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મનિષ સિસોદીયા, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈન, રાખી બિરલા, ગિરિશ સોની, અને સૌરભ ભારદ્વાજ મંત્રી પદ માટે શપથ લીધા હતા.

11.55 am to 12.00pm: કેજરીવાલ બન્યા દિલ્હીના મુખ્યમંત્રી
પાંચ મિનિટની અંદર અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે અને ગોપનીયતા માટેના શપથ ગ્રહણ કર્યા.

11.40 am: અરવિંદ કેજરીવાલ અને આપના નેતાઓ રામ લીલા મેદાન પહોંચ્યા. રામલીલા મેદાનમાં હજારોની ભીડમાં લોકો ઊમટી પડ્યા છે. થોડી વારમાં થપશ ગ્રહણ સમારંભ શરૂ થશે.

11.34 am: ડો. હર્ષવર્ધન પહોંચ્યા રામલીલા મેદાન
ભાજપના નેતા ડો. હર્ષવર્ધન આમ આદમી પાર્ટીના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે રામલીલા મેદાન આવી પહોંચ્યા છે. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે પણ અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને શુભેચ્છા પાઠવી છે.

11.05 am:
અરવિંદ કેજરીવાલ સહિત આપના તમામ મંત્રી કૌશાંબી મેટ્રો સ્ટેશનથી એક સાથે દિલ્હી માટે રવાના થઇ ગયા છે. વિધાયકોની સાથે તેમના પરિવારના સભ્યો પણ રામલીલા મેદાન પહોંચી રહ્યા છે.

10.35 am:
આજે કૌશાંબીમાં કેજરીવાલના ઘરની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોની ભારે ભીડ હોવાના કારણે કેજરીવાલે પાછળના રસ્તેથી મેટ્રો સ્ટેશન જવું પડ્યું. જોકે કેજરીવાલ પોતાના મંત્રીઓની સાથે દિલ્હી માટે મેટ્રોથી રવાના થઇ ગયા છે.

10.25 am:
કૌશાંબી મેટ્રો સ્ટેશન પર અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદીયા સહિતના નેતાઓ 11 વાગ્યે ટ્રેન પકડીને દિલ્હી રવાના થશે જેના પગલે અત્રે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેના ધ્યાનમાં લઇને અત્રે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

arvind kejriwal
English summary
Aam Aadmi Party (AAP) leader Arvind Kejriwal is set to take oath as the youngest chief minister of Delhi on Saturday. Here are the live updates of the event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X