• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુખ્યમંત્રી બન્યા બાદ કેજરીવાલે કહ્યું..'લાંચ આપજો!'

|

નવી દિલ્હી, 28 ડિસેમ્બર: દિલ્હી અને દેશના માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના નાયક બનેલા અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઐતિહાસિક રામલીલા મેદાનમાં બપોરે 12 વાગ્યે આમ આદમી પાર્ટીની સરકારે શપથ લીધા. અરવિંદ કેજરીવાલ અને તેમની કેબિનેટના તમામ સભ્યો દિલ્હી મેટ્રોમાં સવાર થઇને રામલીલા મેદાન પહોંચ્યા હતા

ભારતીય રાજનીતિમાં આજે નવો ચિલો ચાતરવામાં આવ્યો જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનથી ઊભી થયેલી માત્ર દોઢ વર્ષ જૂની આમ આદમી પાર્ટી દિલ્હીની સત્તા સંભાળવા માટે શપથ ગ્રહણ કર્યા. એક જુદા પ્રકારની જ રાજનીતિની શરૂઆત કરનાર સામાન્ય વ્યક્તિની વાત કરનાર આમ આદમીની સરકાર આજે પોતાના હોદ્દા અને ગુપ્તતા માટે શપથ ગ્રહણ કર્યા. પાંચ મિનિટની અંદર અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે અને ગોપનીયતા માટેના શપથ ગ્રહણ કર્યા. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મનિષ સિસોદીયા, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈન, રાખી બિરલા, ગિરિશ સોની, અને સૌરભ ભારદ્વાજ મંત્રી પદ માટે શપથ લીધા હતા.

કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હીની જનતાને એક સંદેશ આપ્યો જે આ પ્રમાણે છે...

આજે ઐતિહાસિક દિવસ છે..

આજે ઐતિહાસિક દિવસ છે..

બહેનો ભાઇઓ માતાઓ વડીલો સૌને મારા નમસ્કાર, આજે ઐતિહાસિક દિવસ છે. આજે દેશના 6 નાગરિકોએ મંત્રી પદ માટે શપથ લીધા છે. આજે સામાન્ય વ્યક્તિની જીત થઇ છે. લોકો નિરાશ થઇ ગયા હતા, એવું લાગતું હતું કે આ દેશનું કઇ નહીં થઇ શકે. પરંતુ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ બતાવી દીધું કે દેશમાં ઇમાનદારીથી ચૂંટણી લડી શકાય છે, અને જીતી પણ શકાય છે. આ અમારા કારણે નથી બન્યું, તેમાં ઇશ્વરનો ચમત્કાર છે, જેનો હું આભાર માને છે.

મારી પાસે જાદુની છડી નથી

મારી પાસે જાદુની છડી નથી

મિત્રો હજી તો આ શરૂઆત છે. માત્ર હું એકલો અમે છ કઇ ના કરી શકીએ. મારી પાસે કોઇ જાદુની છડી નથી. પરંતુ દિલ્હીના દોઢ કરોડ લોકો ભેગા મળી જાય તો એક પણ એવી સમસ્યા નથી જેનો નિવેડો ના લાવી શકાય. હવે દિલ્હીની સરકાર દિલ્હીના દોઢ કરોડ લોકો ચલાવશે.

અણ્ણાજીની સાથે અહીં આંદોલન શરુ કર્યુ હતું

અણ્ણાજીની સાથે અહીં આંદોલન શરુ કર્યુ હતું

અમે અણ્ણાજીની સાથે અહીં આંદોલન શરુ કર્યુ હતું. અમે માત્ર ભ્રષ્ટાચારની વિરોધમાં એક કડક કાયદો લોકપાલ બિલને લાવવાની માંગ કરી હતી, પરંતુ નેતાઓ મળીને કાયદો લાવ્યા નહીં. અને અમને સરકાર બનાવી જાતે બિલ લાવવા માટે જણાવ્યું, અમે એ કરી બતાવ્યું છે અને કરી બતાવીશું.

વિધાયકો અને કાર્યકરોને આપી શીખામણ

વિધાયકો અને કાર્યકરોને આપી શીખામણ

અરવિંદ કેજરીવાલે પોતાના વિધાયકોને શીખ આપતા જણાવ્યું કે તમે તમારામાં ક્યારેય ઘમંડ ના આવવા દેતા. આપણે મુખ્યમંત્રી કે વિધાયક બનવા માટે ન્હોતા આવ્યા આપણે લોકોની સેવા કરવા આવ્યા હતા. માટે લોકોને હાથ જોડીને મળીશું અને તેમની સેવા કરીશું. હું કાર્યકરોને પણ એ જ શીખ આપું છું.

મને ડર લાગી રહ્યો છે

મને ડર લાગી રહ્યો છે

હું જાણું છું કે અમારી પર દિલ્હીની જનતાએ મોટી જવાબદારી સોંપી છે. જે રીતે દિલ્હીની સરકાર બનાવી છે તેનાથી મને ડર લાગી રહ્યો છે. પરંતુ હું પ્રભુને પ્રાર્થના છે કે તેઓ અમને સદબુદ્ધિ આપે અમારાથી કોઇ ખોટું કામ ના કરાવે.

ડો. હર્ષવર્ધન ખૂબ જ સારા માણસ છે

ડો. હર્ષવર્ધન ખૂબ જ સારા માણસ છે

ડો. હર્ષવર્ધન ખૂબ જ સારા માણસ છે હું તેમને વ્યક્તિગત રીતે જાણું છે તેઓ સારા માણસ છે હું તેમની પાર્ટી માટે તો એવું ના કહી શકું. અન્ય તમામ પાર્ટીના નેતાઓને વિનંતિ કરું છું કે તેઓ વિચારે કે તમે પણ જો દેશ માટે કઇ કરવા માગતા હોવ તો તમે પણ આ લડાઇમાં આવીને ભાગ લે.

અણ્ણાને યાદ કર્યા

અણ્ણાને યાદ કર્યા

અણ્ણાએ કહ્યું હતું કે રાજનીતિ કિચડ છે, પરંતુ મેં તેમને જણાવ્યું કે હવે આપણે આ કિચડમાં ઉતરવું પડશે અને આ કિચડને સાફ કરવું પડશે.

લાંચ આપજો, સેટિંગ કરી લેજો: કેજરીવાલ

લાંચ આપજો, સેટિંગ કરી લેજો: કેજરીવાલ

કેજરીવાલે જણાવ્યું કે તમારું કામ કરવા માટે કોઇ લાંચ માગે તો તેને ના પાડતા નહીં, તેને રૂપિયા આપી દેજો. એક બે દિવસમાં અમે એક મોબાઇલ નંબર જાહેર કરીશું, તમે અમને જણાવી દેજો આપણે તેને રંગે હાથે પકડીશું. તમે એને રંગે હાથે લાંચ લેતા પકડાવજો. તમારુ કામ કરાવવાની જવાબદારી મારી રહેશે, હું કરી આપીશ તમારું કામ. આવનાર પાંચ વર્ષમાં આ દેશ ફરી સોનાની ચકલી બની જશે.

લાંચ નહીં આપવા લેવડાવ્યા સોગંધ

લાંચ નહીં આપવા લેવડાવ્યા સોગંધ

અરવિંદ કેજરીવાલે લોકોને સોગંધ લેવડાવ્યા કે 'હું સોંગંધ લઉ છું કે મારા જીવનમાં હું ક્યારે લાંચ આપીશ નહીં અને લઇશ નહી.'

પાર્ટીની પ્રાર્થનાથી વક્તવ્ય થંભાવ્યું.

પાર્ટીની પ્રાર્થનાથી વક્તવ્ય થંભાવ્યું.

ત્યારબાદ કેજરીવાલે પોતાની પાર્ટીની પ્રાર્થના ગાઇને પોતાનું વક્તવ્ય થંભાવ્યું હતું.

ઇનસાન કા ઇનસાન સે હો ભાઇચારા યહી પૈગામ હમારા...

હરેક મહેલ સે કહો કે ઝોપડીઓમે દિયે ઝલાયે, છોટો ઓર કોઇ ફર્ક નહીં રહે જાયે..

ઇસ ધરતી પર હો પ્યાર કા ઘર ઘર ઉજીયારા.. અહી પૈગામ હમારા...

ઇનસાન કા હો ઇનસાન સે ભાઇચારા યહી પૈગામ હમારા....

English summary
Delhi CM Arvind Kejriwal addressed to Delhi people after swearing. read what he said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more