For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જ ઘરમાં 11 લાશો મળ્યા પછી સીએમ કેજરીવાલ પણ પહોંચ્યા

દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ ઘરમાં 11 લોકોની લાશ લટકતી મળી છે. ત્યારપછી આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગયી છે અને તેઓ આખા મામલે તપાસ કરી રહી છે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ ઘરમાં 11 લોકોની લાશ લટકતી મળી છે. ત્યારપછી આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગયી છે અને તેઓ આખા મામલે તપાસ કરી રહી છે. આ ઘટના પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે જણાવ્યું કે કોઈ પણ સંભાવના વિશે ના નહીં કહી શકાય. આખા મામલે હજુ તપાસ ચાલી રહી છે. તપાસ પુરી થયા પછી જ કંઈક કહી શકાશે.

arvind kejriwal

અરવિંદ કેજરીવાલ પહેલા ઘટનાસ્થળે દિલ્હી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી પણ પહોંચ્યા હતા. મરનાર લોકોમાં 7 મહિલાઓ અને 4 પુરુષોની સમાવેશ થાય છે. ઘટનાની જાણકારી મળ્યા પછી પોલીસ ત્યાં પહોંચી ગયી છે અને આ મામલા અંગે તપાસ કરી રહી છે.. આ ઘટના મામલે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસે જણાવ્યું કે 7 મહિલા અને 4 પુરુષોની લાશ એક સાથે મળી આવી છે, જેમાં ત્રણ કિશોરો પણ શામિલ છે. તેમને કહ્યું કે તેઓ આખી ઘટના વિશે જાંચ કરી રહ્યા છે અને દરેક સંભવ એંગલ ચેક કરવામાં આવશે.

મળતી જાણકારી અનુસાર બે પરિવારના કુલ 11 લોકોએ ફાંસી લગાવી દીધી છે. આ ઘર સંત નગર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની સામે ગલી નંબર 2 માં આવેલું છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે બધી લાશમાં કેટલાકના હાથ બંધાયેલા હતા, કેટલાકના પગ બંધાયેલા હતા તો મોઢા પર પટ્ટી પણ મારવામાં આવી હતી. જગ્યા પર પહોંચેલી પોલીસ જાણકારી મેળવવા માટે પ્રત્યન કરી રહી છે કે આખરે તેમની મૌત કઈ રીતે થયી. હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થયી કે આ સામુહિક હત્યા છે કે પછી આત્મહત્યા.

જે જગ્યા પર આ ઘટના થયી છે કે ત્યાં હાલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા છે. લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે આખરે કેવી રીતે આટલા લોકોની મૌત થઇ ગયી. જાણકારી અનુસાર મારનાર લોકોમાં બે ભાઈઓનો પરિવાર છે, જેમાં 7 મહિલા અને 4 પુરુષ શામિલ છે. એક ભાઈ પ્લાયવૂડનો વેપાર કરે છે જયારે બીજા ભાઈને પરચુરણની દુકાન છે.

English summary
Arvind Kejriwal visits the Buradi in Delhi where 11 people dead body was found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X