કેજરીવાલે મોદીને પત્ર લખી કર્યા અઢળક સવાલો

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને ઘણા સવાલો કરીને જવાબ આપવા જણાવ્યું છે. કેજરીવાલે મીડિયાને પત્રના મુદ્દા જણાવતા કહ્યું કે આજે દેશ જાણવા માગે છે કે મોદી અને મુકેશ અંબાણીની વચ્ચે શું સંબંધ છે. મોદી દેશભરમાં હેલિકોપ્ટરથી જાય છે, તેમનો ખર્ચ કોણ ઉઠાવે છે, મોદી જણાવે કે તેમની રેલીઓ પર થનાર ખર્ચ કોણ આપે છે?

કેજરીવાલે જણાવ્યું કે અંબાણીના કહેવા પર જ ગેસના ભાવ આઠ ડોલર પ્રતિ યુનિટ કરવામાં આવ્યા છે. અહીં સુધી કે મંત્રિઓ અને અધિકારીઓની પોસ્ટિંગ પણ અંબાણીને પૂછીને કરવામાં આવે છે. કેજરીવાલે જણાવ્યું કે નીરા રાડિયાની એક ટેપથી ખુલાસો થઇ ચૂક્યો છે કે મુકેશ અંબાણીને ફોન પર કોઇને વાત કરતા કહ્યું હતું કે કોંગ્રેસ તો હવે આપણી દુકાન છે, એનો અર્થ એ છે કે યુપીએ સરકાર અંબાણી ચલાવી રહ્યા છે. કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે જો એનડીએની સરકાર સત્તામાં આવશે તો શું તેને પણ અંબાણી જ ચલાવશે? આ સવાલોના જવાબ દેશની જનતા માંગી રહી છે.

કેજરીવાલે જણાવ્યું કે મોદી કહે છે કે કાળુ નાણું પાછું લાવીશું. સાચું તો એ છે કે મુકેશ અંબાણીના પણ ઘણા એકાઉન્ટ છે, તેમણે બે એકાઉન્ટના નંબર પણ બતાવ્યા. કેજરીવાલે મોદીને સવાલ કર્યા છે કે જ્યારે તેમનો બધો ખર્ચો અંબાણી ઉપાડી રહ્યા છે તો તેઓ કયા આધારે કાળું નાણું પાછું લાવવાની વાત કરી રહ્યા છે.

કેજરીવાલે જણાવ્યું કે આવો જ એક પત્ર અમે રાહુલ ગાંધીને પણ લખીશું, જેમાં તેમને પણ સવાલો પૂછવામાં આવશે. કેજરીવાલે જણાવ્યું આ પત્રની અલગ અલગ કોપીઓ છપાવીને દેશની જનતામાં વહેંચવામાં આવશે. જેનાથ લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવે અને લોકતંત્રની શક્તિ જનતાના હાથોમાં આવી શકે.

કેજરીવાલે પ્રમુખ રીતે પત્રમાં ત્રણ સવાલ કર્યા છે-

સવાલ.1

સવાલ.1

મોદી જણાવે કે તેમના મુકેશ અંબાણી સાથે શું સંબંધ છે.

સવાલ-2

સવાલ-2

જો તેમની સરકાર આવે છે તો તેઓ ગેસના ભાવ કેવી રીતે ફિક્સ કરશે? તે ચાર ડોલર પ્રતિ યુનિટ રહેશે કે પછી અંબાણી અનુસાર આઠ ડોલર?

સવાલ-3

સવાલ-3

યુપીએ સરકાર અંબાણી ચલાવે છે તો શું આપના સત્તામાં આવ્યા બાદ પણ સરકાર અંબાણી જ ચલાવશે?

કેજરીવાલે મીડિયામાં જણાવ્યું કે-

કેજરીવાલે મીડિયામાં જણાવ્યું કે-

કેજરીવાલે જણાવ્યું કે મોદી કહે છે કે કાળુ નાણું પાછું લાવીશું. સાચું તો એ છે કે મુકેશ અંબાણીના પણ ઘણા એકાઉન્ટ છે, તેમણે બે એકાઉન્ટના નંબર પણ બતાવ્યા. કેજરીવાલે મોદીને સવાલ કર્યા છે કે જ્યારે તેમનો બધો ખર્ચો અંબાણી ઉપાડી રહ્યા છે તો તેઓ કયા આધારે કાળું નાણું પાછું લાવવાની વાત કરી રહ્યા છે.

કેજરીવાલે મીડિયામાં જણાવ્યું કે-

કેજરીવાલે મીડિયામાં જણાવ્યું કે-

કેજરીવાલે મીડિયાને પત્રના મુદ્દા જણાવતા કહ્યું કે આજે દેશ જાણવા માગે છે કે મોદી અને મુકેશ અંબાણીની વચ્ચે શું સંબંધ છે. મોદી દેશભરમાં હેલિકોપ્ટરથી જાય છે, તેમનો ખર્ચ કોણ ઉઠાવે છે, મોદી જણાવે કે તેમની રેલીઓ પર થનાર ખર્ચ કોણ આપે છે?

રાહુલને પણ લખીશું પત્ર..

રાહુલને પણ લખીશું પત્ર..

કેજરીવાલે જણાવ્યું કે આવો જ એક પત્ર અમે રાહુલ ગાંધીને પણ લખીશું, જેમાં તેમને પણ સવાલો પૂછવામાં આવશે. કેજરીવાલે જણાવ્યું આ પત્રની અલગ અલગ કોપીઓ છપાવીને દેશની જનતામાં વહેંચવામાં આવશે. જેનાથ લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવે અને લોકતંત્રની શક્તિ જનતાના હાથોમાં આવી શકે.

English summary
Arvind Kejriwal wrote a letter to Narendra Modi and asked about his relation with Mukesh Ambani.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.