રાજકારણમાં ફસાઇ ગઇ કેજરીવાલની પત્નીની નોકરી

સૂત્રોના અનુસાર સત્તારૂઢ ભાજપના પાર્ષદોના વિરોધના લીધે સુનીતા કેજરીવાલની અરજીને અસ્વિકાર કરી દેવામાં આવી છે. જો કે ભાજપના પાર્ષદોએ રાજકીય બદલાની ભાવનાથી અરજીને રદ કરવાની વાતની મનાઇ કરી છે. તમને જણાવી દઇએ કે અરવિંદ કેજરીવાલની પત્ની ઇન્કમ ટેક્સ વિભાગમાં અધિકારી છે. સુનીતા કેજરીવાલે પૂર્વ દિલ્હી નિગમમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગના પ્રમુખ પદ ડેપુટેશન પર આવવા માટે અરજી કરી હતી. પરંતુ તેમની આ અરજી અસ્વિકાર કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલની પત્નીની આ પદ માટે અરજી આવતાં અધિકારીઓએ કેસને વરિષ્ઠ ભાજપ પાર્ષદોને અવગત કરતાં તેમની ભલામણ માંગી. ત્યારબાદ તેમની અરજીને રિજેક્ટ કરી દેવામાં આવી. નિયમ અનુસાર ડેપુટેશન પર આવનાર અધિકારીઓએ નિયુક્તિ પહેલાં સત્તાપક્ષની ભલામણ લેવામાં આવતી નથી. અધિકારી નિર્ણય લીધા બાદ તેના પર સત્તાપક્ષની મોહર લગાવે છે.












Click it and Unblock the Notifications
